અનુક્રમણિકા
૧. મૂર્તિ
કોલ્હાપુર શહેરમાં એકમુખી દત્ત મંદિરમાંની દત્તની મૂર્તિ ૧૮મા શતકમાં બનાવેલી છે અને નૃસિંહ સરસ્વતી મહારાજ, ગાણગાપુર; શ્રીપાદ શ્રીવલ્લભ મહારાજ અને ત્યાર પછી સ્વામી સમર્થએ આ મૂર્તિની પૂજા કરી છે. મૂળ મૂર્તિ ઉત્તર ભારતમાંની છે અને તેની પ્રાણપ્રતિષ્ઠા કોણે કરી તેની જાણકારી ઉપલબ્ધ નથી. પૂ. મૌની મહારાજે (પાટગાવ, જિ. કોલ્હાપુર) મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સંવત ૧૮૮૬માં શ્રી. પાંડુરંગ ગોવિંદરાવ ભોસલે અને વર્ષ ૧૯૯૭-૯૮માં શ્રી. અમોલ જાધવે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.
૨. મૂર્તિનું વર્ણન
પૂર્ણ મૂર્તિ મહાદેવ લિંગના આકારમાં એકજ પાષાણમાં છે અને તે ૫ ફૂટ (પૂર્ણ પુરુષ) એવી રચના છે. મૂર્તિ પશ્ચિમાભિમુખ છે તથા જમણી બાજુના એક હાથમાં જપમાળા, બીજા હાથમાં કમંડલુ, ત્રીજા હાથમાં ડમરૂ અને ડાબી બાજુના એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં શંખ અને ત્રીજા હાથમાં યોગદંડ છે. મૂર્તિના મસ્તક પર શિવપિંડી છે. મૂર્તિ પથ્થરના ચબૂતરા પર ઊભી છે. મંદિરની બહાર જ સામે નંદી સહિત મહાદેવ મંદિર છે.
૩. ગુરુપીઠ અને મંદિર પંચાયતન
આ પરિવારને મંદિર પંચાયતન તરીકે સંબોધવામાં આવે છે. શ્રીવિષ્ણુ મંદિર, નરસિંહ મંદિર, ઓંકારેશ્વર મંદિર, વિઠ્ઠલ મંદિર, શ્રીરામ મંદિર. (એકમુખી) શ્રી દત્ત મંદિર આ પૂર્ણ ગુરુપીઠ છે અને અવધૂતસ્વરૂપ છે, એવું માનવામાં આવે છે.
મંદિરની પાસે દક્ષિણ બાજુએ ૧ સહસ્ર વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ છે. આ પીપળાના વૃક્ષમાં વડલો, ઉમરડો (ઊમરો) અને અન્ય બે વૃક્ષો એકજ થડમાંથી ઉગ્યાં છે. વટવૃક્ષ દત્તમંદિર ભણી નમી ગયું છે, જ્યારે પીપળાનું વૃક્ષ દક્ષિણબાજુના હનુમાન મંદિર પર નમી ગયું છે અને તેની વડવાઈઓ નથી. પીપળાને ઉમરડા જેવાં ફળો લાગે છે.
૪. શિલાલેખ
દત્તમંદિરમાં દત્તમૂર્તિ પાછળના થાંભલા પર એક શિલાલેખ છે. વર્તમાનમાં તે બુઝાવી (પૂરી) દેવામાં આવ્યો છે. ઓંકારેશ્વર મંદિરમાં એક, શ્રીરામ મંદિરના પગથિયા પર એક, નરસિંહ મંદિરની નીચે ભૂમિમાં જોડેલા ૨ અને શ્રીવિષ્ણુ મંદિરના છાપરા પર એક, આ રીતે કુલ છ શિલાલેખ આ મંદિર પંચાયતન પરિસરમાં છે.
૫. દત્તયાગના ઠેકાણે ખોદકામ સમયે જડેલો ૭૦૦ વર્ષ પહેલાંનો યજ્ઞકુંડ
દિનાંક ૧૫.૧૨.૨૦૧૪ના પરોઢિયે ૪ કલાકે મને દત્તમહારાજે સપનામાં આદેશ આપ્યો, મારી ધુની શાશ્વત કરો ! તે સમયે મને તેનો અર્થ સમજાયો નહોતો. અભ્યાસ કરીને જે ઠેકાણે ૧૬.૧૧.૨૦૧૪ થી ૬.૧૨.૨૦૧૪ના સમયગાળામાં દત્તયાગ યજ્ઞ કર્યો હતો, તે ઠેકાણે ૧૭.૧૨.૨૦૧૪ ના દિવસે સવારે ખોદકામ કરવાનો આરંભ કર્યો. ખોદકામ કરતી સમયે તે જ દિવસે સવારે ૧૧.૪૫ કલાકે યજ્ઞકુંડ દેખાવા લાગ્યો. ખોદકામ અઢી ફૂટ કરવું પડ્યું. ખોદકામ કરતી વેળાએ જેમ જેમ નીચે જતા હતા, તેમ તેમ ઉષ્ણતા (ગરમી) વધી રહી હતી. તેથી ત્યાં ધુની હોવી જોઈએ, એ સત્ય છે. આ યજ્ઞકુંડ ૭૦૦ વર્ષો પહેલાંનો હોવો જોઈએ, એવું લાગે છે. આ ઠેકાણે દુર્વાસ ઋષિએ સાધના કરી છે અને ત્યારથી ત્યાં ધુની છે.
– શ્રી. સંતોષ ગોસાવી, એકમુખી દત્ત મંદિરના પૂજારી, કોલ્હાપુર.