અનુક્રમણિકા
શ્રીકૃષ્ણના માર્ગદર્શન હેઠળ યુદ્ધ કરીને ઓછું સંખ્યાબળ હોવાં છતાં કૌરવ સેનાનો વિનાશ કરનારા પાંડવોએ વિશ્વની સામે મોટો આદર્શ ઊભો કર્યો. તેમનામાં રહેલા ગુણ આપણામાં આવે, આ માટે આ દિવસ ઊજવવામાં આવે છે. આ તહેવારનું મહત્ત્વ અને ઊજવવાની પદ્ધતિ આ વિશેની માહિતી આ લેખ દ્વારા જાણી લઈએ.
૧. પાંડવ પંચમીનું મહત્ત્વ
જુગારમાં કૌરવો દ્વારા હારી ગયેલા પાંડવોને માન્ય કર્યા પ્રમાણે ૧૨ વર્ષ વનવાસ અને ૧ વર્ષ અજ્ઞાતવાસમાં જવું પડ્યું. કારતક સુદ પંચમીના દિવસે પાંડવો અજ્ઞાતવાસમાંથી પ્રગટ થયા. એ દિવસ એટલે પાંડવ પંચમી. જે પ્રમાણે ઋષિપંચમી (સામા પાંચમ) ઊજવાય છે, તેજ પ્રમાણે ભારતીય સંસ્કૃતિમાં પાંડવ પંચમી ઊજવાય છે. પાંડવ પંચમી એટલે પાંડવોની મનોભાવે પૂજા કરીને તેમનાંમા રહેલા આદર્શ ગુણ ગ્રહણ કરવા.
૨. પાંડવોની પૂજા કરવાનું કારણ
પાંડવો જેવા પુત્રો ઘરમાં જન્મ લે અને પુત્રમાં રહેલા ગુણોની વૃદ્ધિ થાય, આ માટે પાંડવોની પૂજા કરવામાં આવે છે. આ કરતી વેળાએ શ્રીકૃષ્ણની શક્તિ કાર્યરત હોય છે.
૩. પાંડવ પૂજાની પદ્ધતિ અને લાભ
આ દિવસે ગાયના છાણથી પાંડવ સિદ્ધ કરીને તેમની પૂજા કરવી. આ દિવસે વાતાવરણમાં ઈશ્વર ભણીથી આવનારાં પાંડવોનાં આદર્શ તત્ત્વો અને ગુણ અધિક પ્રમાણમાં હોય છે. ગાયના છાણમાં તે મોટા પ્રમાણમાં આકર્ષિત થાય છે. ઘરમાં કરેલી પાંડવોની પૂજાને લીધે તે તત્ત્વો અને ગુણ આપણામાં આવવા માટે સહાયતા થાય છે. ગાયનું છાણ સાત્ત્વિક હોવાથી તેનો જીવને મોટા પ્રમાણમાં લાભ થાય છે.
૪. પ્રાર્થના અને નામજપ
આ દિવસે નીચે પ્રમાણે પ્રાર્થના અને શ્રીકૃષ્ણનો નામજપ વધારેમાં વધારે કરવો. ‘હે શ્રીકૃષ્ણ, જે પ્રમાણે આપના આદેશનું પાલન કરીને પાંડવોએ કૌરવ વિરુદ્ધ યુદ્ધ કરીને વિજય મેળવ્યો, પાંડવોએ જે રીતે આપની આજ્ઞાનું પાલન કર્યું, તે પ્રમાણે અમને પણ ગુરુદેવનું આજ્ઞાપાલન કરીને અમારામાં રહેલા દોષો પર વિજય મેળવીને આપના જેવા ગુણ અમારામાં પણ આત્મસાત થવા દો. અમારા બધા પર આપની કૃપા સતત રહેવા દો. ઈશ્વરી રાજ્ય લાવવા માટે અમારો સંઘર્ષ થવા દો.’- શ્રી ગણેશ (શ્રી. ભરત મિરજે ના માધ્યમથી, ૩૧.૧૦.૨૦૦૫, સાંજે ૬.૫૦)