અનુક્રમણિકા
- ૧. શ્રીકૃષ્ણની વિશિષ્ટતાઓ !
- ૨. ‘શ્રી’ આ અક્ષરનો અર્થ
- ૩. શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કેવી રીતે કરવું ?
- ૪. શ્રીકૃષ્ણ ભગવાનને તુલસી શા માટે ચડાવે છે ?
- ૫. શ્રીકૃષ્ણ ભગવાનને કયા ફૂલો ચઢાવવા ?
- ૬. શ્રીકૃષ્ણ ભગવાનના તારક અને મારક તત્ત્વ માટે ઉપયોગમાં લેવાતી ઉદબત્તીઓ
- ૭. શ્રીકૃષ્ણ એટલે ‘પૂર્ણાવતાર’ !
- ૮. શ્રીકૃષ્ણ ભગવાનને કેટલી પ્રદક્ષિણા ફરવી ?
- ૯. જગદ્ગુરુ કૃષ્ણ
આપણા ઉપાસ્ય દેવતાની વિશિષ્ટતાઓ અને તેમની ઉપાસના વિશે અધ્યાત્મશાસ્ત્રીય જાણકારી મળે, તો દેવતા પ્રત્યે શ્રદ્ધા નિર્માણ થાય છે. તેને કારણે સાધના સારી થવામાં સહાયતા થાય છે. આ ઉદ્દેશ ધ્યાનમાં લઈને શ્રીકૃષ્ણ દેવતાની કેટલીક વિશિષ્ટતાઓ અને તેમની ઉપાસના સંદર્ભમાંની ઉપયુક્ત અધ્યાત્મશાસ્ત્રીય માહિતીનો આ લેખમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
कृष्णाय वासुदेवाय हरये परमात्मने ।
प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः ॥
અર્થ : સર્વ દુઃખોનું હરણ કરનારા, ભક્તોની પીડા, ક્લેષ દૂર કરનારા, શરણાગતોને અભય આપનારા અને નિસ્સીમ ભક્તોને આનંદ પ્રદાન કરનારા, વાસુદેવ કૃષ્ણને મારા નમસ્કાર છે !
આ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણની અલગ અલગ ગુણવિશિષ્ટતાઓનું સ્મરણ કરીને તેમને નમન કર્યું છે. એમ કરવાથી શ્રીકૃષ્ણ પ્રત્યે ભાવ નિર્માણ થઈને તે તેમની કૃપાને પાત્ર બને છે.
૧. શ્રીકૃષ્ણની વિશિષ્ટતાઓ !
કુશળ રાજનીતિજ્ઞ, મહાન તત્ત્વવેત્તા, સમાજરક્ષણ એ જ જેમનું ધ્યેય છે, તેવા, સામાજિક કર્તવ્યો વિશે દક્ષ રહેલા, બધું જ અન્યોના કલ્યાણ માટે કરનારા, અન્યાય સહન ન કરનારા, દુર્જનોનો નાશ કરનારા અને અર્જુનને ગીતા વિશદ કરનારા, આ શ્રીકૃષ્ણની મહત્ત્વની વિશિષ્ટતાઓ છે.
૨. ‘શ્રી’ આ અક્ષરનો અર્થ
‘શ્રીકૃષ્ણ’ આ શબ્દમાંનો ‘શ્રી’ એટલે શક્તિ, સૌંદર્ય, વૈભવ ઇત્યાદિનો સમુચ્ચય અથવા સંગ્રહ. આપણા નામ પહેલાં ‘શ્રી’ લગાડાય છે. તેમાં ‘શ્રી’ પછી પૂર્ણવિરામ હોય છે; કારણકે તે ‘શ્રીયુત’નું સંક્ષિપ્ત રૂપ છે. આપણે શ્રીયુત હોઈએ છીએ, અર્થાત્ ‘શ્રી’ થી યુક્ત હોઈએ છીએ, અર્થાત્ આપણામાં ભગવાનનો અંશ હોય છે. આનાથી ઊલટું ‘શ્રીકૃષ્ણ’ આ નામમાં ‘શ્રી’ પછી પૂર્ણવિરામ નથી; કારણકે ‘શ્રીકૃષ્ણ’ પોતે જ ભગવાન છે.
૩. શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કેવી રીતે કરવું ?
ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવા પહેલાં ઉપાસકે પોતાને મધ્યમાથી, અર્થાત્ વચલી આંગળીથી બે ઊભી લીટીનું ચંદન લગાડવું અથવા ભરચક ઊભું ચંદન લગાડવું. શ્રીકૃષ્ણ ભગવાનની પૂજામાં તેમની પ્રતિમાને ચંદન લગાડવા માટે ગોપીચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતી વેળાએ તેમને ટચલી આંગળીની પાસેની આંગળી, અર્થાત્ અનામિકાથી ચંદન લગાડવું. શ્રીકૃષ્ણ ભગવાનને હળદર-કંકુ ચઢાવતી વેળાએ પહેલા હળદર અને પછી કંકુ જમણા હાથનો અંગૂઠો અને અનામિકાની ચપટીમાં લઈને ચરણો પર ચઢાવવું, અંગૂઠો અને અનામિકા જોડવાથી થનારી મુદ્રાને કારણે પૂજકના શરીરમાં રહેલા અનાહતચક્રની જાગૃતિ થાય છે. તેથી ભક્તિભાવ નિર્માણ થવામાં સહાયતા થાય છે.
૪. શ્રીકૃષ્ણ ભગવાનને તુલસી શા માટે ચડાવે છે ?
દેવતાના પવિત્રકો અર્થાત્ દેવતાના સૂક્ષ્માતિસૂક્ષ્મ કણ. જે વસ્તુઓમાં વિશિષ્ટ દેવતાઓના પવિત્રકો આકર્ષિત કરવાની ક્ષમતા અન્ય વસ્તુઓ કરતાં વધારે હોય, તેવી વસ્તુઓ ભગવાનને ચઢાવવાથી, સહજતાથી દેવતાની મૂર્તિમાં દેવતાનું તત્ત્વ આવે છે અને તેથી દેવતાના ચૈતન્યનો લાભ આપણને વહેલો થાય છે. તુલસીમાં કૃષ્ણતત્ત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે. કાળી તુલસી શ્રીકૃષ્ણના મારક તત્ત્વનું, જ્યારે લીલા પાંદડા ધરાવતી તુલસી, એ શ્રીકૃષ્ણના તારક તત્ત્વનું પ્રતીક છે. તે માટે જ શ્રીકૃષ્ણ ભગવાનને તુલસી ચઢાવાય છે.
૫. શ્રીકૃષ્ણ ભગવાનને કયા ફૂલો ચઢાવવા ?
કૃષ્ણકમળના ફૂલોમાં શ્રીકૃષ્ણના પવિત્રકો આકર્ષિત કરવાની ક્ષમતા સૌથી વધારે હોવાથી આ ફૂલો શ્રીકૃષ્ણને ચઢાવવા. દેવતાનાં ચરણોમાં ફૂલો વિશિષ્ટ સંખ્યામાં અને વિશિષ્ટ આકારમાં ચઢાવવાથી તે ફૂલો ભણી દેવતાનું તત્ત્વ વહેલું આકર્ષિત થાય છે. તે અનુસાર શ્રીકૃષ્ણ ભગવાનને ફૂલો ચઢાવતી વેળાએ તે ત્રણ અથવા ત્રણગણાં અને લંબગોળાકાર આકારમાં ચઢાવવા. શ્રીકૃષ્ણ ભગવાનને અત્તર ચઢાવતી વેળાએ ચંદનનું ચઢાવવું.
૬. શ્રીકૃષ્ણ ભગવાનના તારક અને મારક તત્ત્વ માટે ઉપયોગમાં લેવાતી ઉદબત્તીઓ
શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતી વેળાએ તારક તત્ત્વ વધારે પ્રમાણમાં આકર્ષિત કરવા માટે ચંદન, કેવડો, ચંપો, ચમેલી, જાઈ, ખસ અને અંબરમાંથી કોઈપણ ગંધની ઉદબત્તીઓનો ઉપયોગ કરવો, જ્યારે શ્રીકૃષ્ણનું મારક તત્ત્વ અધિક પ્રમાણમાં આકર્ષિત કરવા માટે હિના અથવા દરબાર આ ગંધની ઉદબત્તીઓનો ઉપયોગ કરવો. ભક્તિના આરંભના તબક્કામાં દેવતાને બે ઉદબત્તીથી ઓવાળવું અધિક યોગ્ય છે, જ્યારે ભક્તિના આગળના તબક્કામાં એક ઉદબત્તીથી ઓવાળવું. દેવતાને ઉદબત્તીથી ઓવાળતી વેળાએ ઉદબત્તી હાથની તર્જની એટલે અંગૂઠા પાસેની આંગળી અને અંગૂઠામાં પકડીને ઘડિયાળના કાંટાની દિશામાં ત્રણવાર ઓવાળવું.
૭. શ્રીકૃષ્ણ એટલે ‘પૂર્ણાવતાર’ !
શ્રીકૃષ્ણ ભગવાન એકજ સમયે ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિઓના સ્તર પર કાર્ય કરી શકે છે; તેથી તેમને ‘પૂર્ણાવતાર’ કહેવામાં આવ્યા છે.
૮. શ્રીકૃષ્ણ ભગવાનને કેટલી પ્રદક્ષિણા ફરવી ?
શ્રીકૃષ્ણ ભગવાન ઇચ્છા, ક્રિયા અને જ્ઞાન આ ત્રણેય શક્તિઓના સ્તર પર કાર્ય કરે છે. તેના દર્શક તરીકે શ્રીકૃષ્ણ ભગવાનને ઓછામાં ઓછી ત્રણ અથવા ત્રણગણી પ્રદક્ષિણા ફરવી. પ્રત્યેક પ્રદક્ષિણા પછી દેવતાને નમસ્કાર કરીને પછી જ આગળની પ્રદક્ષિણા ફરવી. અધિક પ્રદક્ષિણા જો ફરવાનું થાય, તો બને ત્યાં સુધી તે ઓછામાં ઓછી પ્રદક્ષિણાની સંખ્યાગણી પ્રદક્ષિણાઓ ફરવી. પ્રદક્ષિણા ફરવાથી દેવતા દ્વારા પ્રક્ષેપિત થનારું ચૈતન્ય અલ્પકાલાવધિમાં સંપૂર્ણ શરીરમાં સંક્રમિત થાય છે.
૯. જગદ્ગુરુ કૃષ્ણ
कृष्णं वन्दे जगद़्गुरुम् । અર્થાત્ જગદ્ગુરુ કૃષ્ણને વંદન કરું છું. સર્વ દેવોમાં કેવળ શ્રીકૃષ્ણને જ જગદ્ગુરુ સંબોધવામાં આવ્યા છે. તેનું કારણ એમ છે કે, તેમણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ઇત્યાદિ યોગમાર્ગ શીખવ્યા છે.