અનુક્રમણિકા
૧. ગાયત્રી મંત્રના દ્રષ્ટા ઋષિ, દેવતા અને છંદ
गायत्र्या विश्वामित्र ऋषिः सविता देवता गायत्रीच्छन्द:
અર્થ : ગાયત્રી મંત્રના દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્ર, દેવતા સવિતા (સૂર્ય), જ્યારે છંદ ગાયત્રી છે.
૨. મંત્ર
ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ।
ॐ भूर्भुवः स्वः । ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि । धियो यो नः प्रचोदयात् ।
ॐ आपो ज्योती रसोऽमृतं ब्रह्मभूर्भुवस्वरोम् ।
અર્થ : સાત વ્યાહૃતિઓનું (સપ્તલોકોનું) ૐકાર પૂર્વક સ્મરણ કરીને અમે દેદિપ્યમાન ભગવાન સવિતા (સૂર્ય) દેવતાના તે તેજનું ધ્યાન ધરીએ છીએ. તે (તેજ) અમારી બુદ્ધિને સત્પ્રેરણા આપે. આપતત્ત્વ એ જ્યોતિ (ઊર્જા), રસ, અમૃત, બ્રહ્મ, ભૂલોક, ભુવર્લોક, સ્વર્ગલોક અને ૐકારસ્વરૂપ છે.
આ ગાયત્રી મંત્રમાં દસવાર ‘ૐ’નો (પ્રણવનો) ઉચ્ચાર થતો હોવાથી આને ‘દશપ્રણવી ગાયત્રી મંત્ર’ કહેવામાં આવે છે. દશપ્રણવી ગાયત્રી મંત્ર અનિષ્ટ શક્તિઓનો ત્રાસ ન્યૂન થવા માટે ઉપયુક્ત થઈ શકે છે.
૩. ગાયત્રી મંત્ર વિશે માહિતી
૧. મંત્ર એ બાણ પ્રમાણે હોય છે. મંત્રોનો ઉચ્ચાર યોગ્ય અને સ્વર સાથે હોય, તો જ મંત્ર બોલવાનો ઉદ્દેશ સાધ્ય થાય છે. મંત્ર બોલતી વેળાએ અયોગ્ય બોલીએ તો તેમાંથી નિર્માણ થયેલાં ત્રાસદાયક (અયોગ્ય) સ્પંદનોને કારણે સંબંધિત વ્યક્તિને ત્રાસ થાય છે; તેથી ઉપરોક્ત ગાયત્રી મંત્ર કેવળ ઉપનયન (જનોઈ) થયેલાઓએ યોગ્ય ગુરુના માર્ગદર્શન અનુસાર બોલવો. સવારે સ્નાન કરી લીધા પછી મંત્રપઠન કરવાથી મંત્રનો વધુ લાભ થાય છે.
૨. આ મંત્ર એકાદને તેના ગુરુએ ઉપાસના તરીકે બોલવાનું કહ્યું હોય તો ગુરુના સંકલ્પને કારણે તે વ્યક્તિને મંત્રમાંથી નિર્માણ થનારી શક્તિનો ત્રાસ થતો નથી.
૩. મંત્રપઠન કરતી વેળાએ આહાર અને આચારના નિયમોનું પાલન કરવું આવશ્યક છે, તો જ તે મંત્રનો યોગ્ય પ્રમાણમાં લાભ થાય છે. આહાર અને આચારના નિયમોનું જો પાલન ન કરીએ, તો તેમાંથી નિર્માણ થનારા દોષોનું નિરસન કરવા માટે મંત્રશક્તિનો વ્યય થાય છે; તેથી મંત્રપઠન કરનારાઓને અપેક્ષિત લાભ થતો નથી.
૪. ગાયત્રી મંત્ર ક્યારે ન બોલવો ?
૧. ગાયત્રી મંત્ર સૂર્યાસ્ત પછી બોલવો નહીં.
૨. જનન-મરણ શૌચ (સૂતક)ના સમયગાળામાં મંત્રપઠન કરવું નહીં.
૩. સ્ત્રીઓએ ગાયત્રી મંત્ર ન બોલવો; કારણકે મંત્રમાંના તેજતત્ત્વને કારણે તેમને ત્રાસ થઈ શકે છે.
૫ . મંત્રોપચારથી થતા લાભ
અનિષ્ટ શક્તિઓનો ત્રાસ ધરાવતી વ્યક્તિઓ પર આ મંત્રને કારણે ઉપાય થાય છે. ત્રાસદાયક આવરણને કારણે જણાઈ આવતું ભારેપણું ઓછું થઈને હલકાપણું જણાય છે.