Sanatan Sanstha Felicitated : ગુજરાત ખાતેની ‘કર્ણાવતી સમન્‍વય પરિવાર ગુજરાત’ આ સંસ્‍થા દ્વારા ઉત્તમ ધર્મપ્રચારના કાર્ય માટે ગુજરાતના મુખ્‍યમંત્રીના હસ્‍તે સનાતન સંસ્‍થાનું સન્‍માન !

Article also available in :

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલના હસ્‍તે સનાતન સંસ્‍થાના શ્રી. ચંદ્રશેખર કદ્રેકરે સ્‍વીકાર્યુ સ્‍નમાન !

‘સમન્‍વય પરિવાર ગુજરાત’ વતીએ ‘પૂર્વ શંકરાચાર્ય શ્રી ભારતમાતા મંદિર, હરિદ્વાર’ના દ્વિતીય સંસ્‍થાપક પ.પૂ. બ્રહ્મલીન પદ્મશ્રી સ્‍વામી શ્રી સત્‍યમિત્રાનંદ ગિરીજી મહારાજની ૯૩મી જયંતી નિમિત્તે હાલમાં જ પ.પૂ. વાલ્‍મીકિ સંત સંમેલન આયોજિત કરવામાં આવ્‍યું હતું. આ સંમેલનમાં ઉત્તમ ધર્મપ્રચારના કાર્ય માટે સનાતન સંસ્‍થાનું સન્‍માન ભાજપસહિત ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી. ભૂપેંદ્રભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યું. મુખ્‍યમંત્રીએ સનાતન સંસ્‍થાના ગુજરાત ખાતેના સાધક શ્રી. ચંદ્રશેખર કદ્રેકરને શાલ અને પ્રમાણપત્ર આપીને સન્‍માન કર્યું.

આ સંમેલનમાં અધ્‍યાતમ, ધર્મ અને રાષ્‍ટ્રના આધારે દેશસેવા કરનારી સેવાભાવી સંસ્‍થાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું, તેમજ રાષ્‍ટ્ર-ધર્મ વિશે સંત અને અતિથીઓએ માર્ગદર્શન કર્યું. સંમેલનનો આરંભ સંત અને માન્‍યવરોના હસ્‍તે દીપપ્રજ્‍વલન કરીને અને શ્‍લોક બોલીને કરવામાં આવ્‍યો. ત્‍યાર પછી ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી. ભૂપેંદ્રભાઈ પટેલના હસ્‍તે રાષ્‍ટ્ર અને ધર્મ માટે સમર્પિત ભાવે કાર્ય કરનારી સંસ્‍થાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથી તરીકે ઉપસ્‍થિત રહેલા ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી. ભૂપેંદ્રભાઈ પટેલે કહ્યું કે, ‘‘સાધુ-સંતોના સનાતન વિચારોથી જ ધર્મચેતના જાગૃત થશે અને રાષ્‍ટ્ર નિર્માણનું કાર્ય ઘડશે. સંતોના આશીર્વાદથી ધર્મશક્તિ નિમાર્ણ થઈને ભારત વિકસિત દેશ બનશે.’’

પ.પૂ. બાલયોગી મહારાજે માર્ગદર્શન કરતી સમયે કહ્યું, ‘‘આધ્‍યાત્‍મિક શક્તિને લીધે દેશની ઉન્‍નતિ થશે અને ભારત વિશ્‍વગુરુપદ પ્રાપ્‍ત કરશે; એટલે આપણને ધર્મ સાથે રાષ્‍ટ્રસેવા પણ કરવી જોઈએ.’’ આ પ્રસંગે બાલયોગીજી ઉમેશ નાથજી મહારાજ (પીઠાધીશ્‍વર શ્રી ક્ષેત્ર વાલ્‍મીકિ ધામ, ઉજ્‍જેન અને રાજ્‍યસભા સભાસદ) પ.પૂ. શ્રી નિખિલેશ્‍વરાનંદજી મહારાજ (અધ્‍યક્ષ, શ્રી રામકૃષ્‍ણ આશ્રમ, રાજકોટ), ડૉ. જયંતીભાઈ ભાદેશિયા (રા.સ્‍વ.સંઘ), શ્રી. અશ્‍વિનભાઈ જાની (ગાયત્રી પરિવાર), ધારાસભ્‍ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા, તેમજ ‘વાલ્‍મીકિ સમાજ ગુજરાત’ના ૧૬૧ સંતોની વંદનીય ઉપસ્‍થિતિ હતી.

Guj_Govt_Puraskar_G

Leave a Comment