કર્ણાટકના હંગરહળ્‍ળી સ્‍થિત શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓ !

Article also available in :

કર્ણાટકમાં આવેલા તુમકુરૂ જિલ્‍લાના હંગરહળ્‍ળી (કુણીગલ તાલુકા) સ્‍થિત શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીનું મંદિર એ જાગૃત દેવસ્‍થાન છે.

 

૧ . શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની મૂર્તિ

શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવી

મંદિરમાંની શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની મૂર્તિ પંચધાતુની છે અને તે સાધારણ ૨.૫ ફૂટ ઊંચી છે. શ્રી શ્રી શ્રી બાલમંજુનાથ સ્‍વામીએ દેવીની મૂર્તિ વિશે આગળ જણાવ્‍યા પ્રમાણેની માહિતી આપી. કેટલાક વર્ષો પહેલાં બીજા ગામની એક મુસલમાન વ્‍યક્તિને તેના ખેતરમાં દેવીની એક મૂર્તિ સાંપડી. તેણે તે મૂર્તિ એક મંદિરમાં લઈ જઈને ત્‍યાં આપી. ત્‍યાંના શ્રી શ્રી શ્રી બાલમંજુનાથ સ્‍વામીએ તે દેવીની મૂર્તિ સ્‍વીકારતા પહેલાં તે દેવીની સંમતિ લેવાનું નક્કી કર્યું. તેમણે તળાવમાંની એક હોડીના વચ્‍ચોવચ દેવીની મૂર્તિને મૂકી. હોડીના બંને છેડામાંથી એક છેડે સ્‍વામીજી ઊભા રહ્યા અને બીજા છેડે તે મુસલમાન વ્‍યક્તિ ઊભી રહી. ‘હોડીમાં મૂકેલી દેવીની મૂર્તિ સ્‍વામીજી ભણી સરકી જાય તો દેવીની તેવી ઈચ્‍છા છે’, એવું સમજીને સ્‍વામીજી દેવીની મૂર્તિનો સ્‍વીકાર કરશે’, એવું નક્કી થયું. દેવીની મૂર્તિને જ્‍યારે હોડીમાં મૂકવામાં આવી, ત્‍યારે તે સ્‍વામીજી ભણી સરકી (ખસી). તેથી સ્‍વામીજીએ દેવીની મૂર્તિનો સ્‍વીકાર કર્યો અને મંદિરમાં તેની સ્‍થાપના કરી.

 

૨. શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની તેના ભક્તોના પ્રશ્‍નોના ઉત્તરો આપવાની અદ્‌ભુત રીત !

શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીનું મંદિર એ અતિશય જાગૃત સ્‍થાન છે. એનો પરચો દેવી ભક્તોને નિત્‍ય થાય છે. આ મંદિરમાં બુધવાર અને ગુરુવાર સિવાય અન્‍ય કોઈપણ વારે સવારે ૯ થી સાંજે ૫ ના સમયમાં ભક્તો તેમના પ્રશ્‍નો પૂછી શકે છે. શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીના મંદિરમાં અનેક ભક્તો આવે છે. તેઓ દેવી સમક્ષ ઊભા રહીને પ્રાર્થના કરે છે. ભક્તો તેમના મનમાં રહેલા પ્રશ્‍નો અથવા અડચણો વિશે પ્રત્‍યક્ષમાં કશું જ બોલતા નથી; પણ તેમના મનમાં રહેલા વિચાર દેવીને જ્ઞાત થાય છે. દેવીની સામેના મેજ પર હળદર ફેલાવેલી હોય છે.

ભક્તોના મનમાં રહેલા પ્રશ્‍નોના ઉત્તર દેવી નીચે જણાવ્‍યા પ્રમાણે આપે છે. સ્‍વામીજી અને એક સેવક શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની મૂર્તિનું મુખ આગળની બાજુએ ઝુકાવે છે, ત્‍યારે દેવીની મૂર્તિના મુગટના છેડેથી સામેના મેજ પરની હળદર પર સાંકેતિક લિપીમાં ઉત્તર આપમેળે લખાઈ જાય છે. તે વેળાએ સ્‍વામીજી અને સેવક દેવીની મૂર્તિ પકડી રાખે છે. આ સાંકેતિક લિપી કેવળ સ્‍વામીજીને વાંચતા આવડે છે. દેવીએ લખેલા ઉત્તર સ્‍વામીજી ભક્તોને સમજાવીને કહે છે. આવી રીતે દેવી તેમના ભક્તોની સાદને ‘હોકારો’ ભણીને તેમની અડચણો ઉકેલે છે.

શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓનો વિજ્ઞાન દ્વારા અભ્‍યાસ કરવા માટે ૨૪.૯.૨૦૧૯ ના દિવસે ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ દ્વારા એક પરીક્ષણનું આયોજન કરવામાં આવ્‍યું. આ પરીક્ષણ માટે ‘યુ.એ.એસ (યુનિવર્સલ ઑરા સ્‍કેનર)’ નામના સાધનનો ઉપયોગ કરવામાં આવ્‍યો. આ પરીક્ષણનું સ્‍વરૂપ, કરવામાં આવેલી ગણતરીઓની નોંધ અને તેમનું વિવરણ નીચે આપેલું છે.

‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ દ્વારા ‘યુ.એ.એસ.(યુનિવર્સલ ઑરા સ્‍કેનર)’ નામના સાધન દ્વારા કરવામાં આવેલું વૈજ્ઞાનિક પરીક્ષણ

૧. પરીક્ષણનું સ્‍વરૂપ

આ પરીક્ષણમાં શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની મૂર્તિની ‘યુ.એ.એસ.’ સાધન દ્વારા કરવામાં આવેલી ગણતરીઓની નોંધ કરવામાં આવી.

વાચકોને સૂચના : અપૂરતી જગાને કારણે આ લેખમાંનાં ‘યુ.એ.એસ’ (‘યુ.ટી.એસ.’) ઉપકરણની ઓળખાણ’, ‘ઉપકરણ દ્વારા કરવામાં આવતા પરીક્ષણના ઘટકો અને તેમનું વિવરણ’, ઘટકનું પ્રભામંડળ માપવું’, ‘પરીક્ષણની પદ્ધતિ’ અને ‘પરીક્ષણમાં સમાનતા આવે તે માટે લીધેલી તકેદારી’ આ હંમેશાંના સૂત્રો સનાતન સંસ્‍થાના સંકેતસ્‍થળના www.sanatan.org/gujarati/1608.htmlઆ લિંક પર આપેલાં છે.

યુ.એ.એસ. ઉપકરણ દ્વારા પરીક્ષણ કરી રહેલા શ્રી. આશિ

૨. કરવામાં આવેલી ગણતરીઓની નોંધ અને તેમનું વિવેચન

૨ અ. નકારાત્‍મક ઊર્જાના સંદર્ભમાં કરવામાં આવેલી ગણતરીઓની નોંધનું વિવેચન

શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની મૂર્તિમાં નકારાત્‍મક ઊર્જા મળી નહીં.

૨ આ. સકારાત્‍મક ઊર્જાના સંદર્ભમાં કરવામાં આવેલી ગણતરીઓની નોંધનું વિવેચન

સર્વ વ્‍યક્તિ, વાસ્‍તુ અથવા વસ્‍તુઓમાં સકારાત્‍મક ઊર્જા હોય છે જ, એવું નથી.

૨ આ ૧. શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની મૂર્તિમાં પુષ્‍કળ સકારાત્‍મક ઊર્જા હોવી

તેમનું પ્રભામંડળ ૨૦.૪૫ મીટર હતું.

૨ ઇ. કુલ પ્રભામંડળના (નોંધ) સંદર્ભમાં કરવામાં આવેલી ગણતરીઓની નોંધનું વિવેચન

નોંધ – કુલ પ્રભામંડળ (ઑરા) : વ્‍યક્તિના સંદર્ભમાં તેની લાળ, તેમ જ વસ્‍તુના સંદર્ભમાં તેના પરના ધૂળના રજકણ અથવા તેના થોડાક ભાગનો ‘નમૂના’ તરીકે ઉપયોગ કરીને તે વ્‍યક્તિનું અથવા વસ્‍તુનું ‘કુલ પ્રભામંડળ’ ગણવામાં આવે છે.

સામાન્‍ય વ્‍યક્તિ અથવા વસ્‍તુઓનું કુલ પ્રભામંડળ સાધારણ ૧ મીટર હોય છે.

૨ ઇ ૧. શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની મૂર્તિનું કુલ પ્રભામંડળ પુષ્‍કળ અધિક હોવું

શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની મૂર્તિનું  કુલ પ્રભામંડળ ૨૮.૪૫ મીટર હતું; એટલે સામાન્‍ય વ્‍યક્તિ અથવા વસ્‍તુની સરખામણીમાં મૂર્તિનું કુલ પ્રભામંડળ પુષ્‍કળ અધિક હતું.

 

૩. કરવામાં આવેલી ગણતરીઓની નોંધનું અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય વિશ્‍લેષણ

શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની મૂર્તિમાં પુષ્‍કળ ચૈતન્‍ય હોવું

શ્રી વિદ્યાચૌડેશ્‍વરીદેવીની મૂર્તિ જાગૃત છે અને તેમનામાં પુષ્‍કળ ચૈતન્‍ય છે. દેવીની મૂર્તિમાં પુષ્‍કળ ચૈતન્‍ય હોવાથી તેમનામાં પુષ્‍કળ (૨૦.૪૫ મીટર) સકારાત્‍મક ઊર્જા હોવાનું પરીક્ષણમાંથી જણાઈ આવ્‍યું. (સર્વ વ્‍યક્તિ, વાસ્‍તુ અથવા વસ્‍તુઓમાં સકારાત્‍મક ઊર્જા હોય જ, એવું નથી.) તેવી જ રીતે દેવીની મૂર્તિનું કુલ પ્રભામંડળ પણ (૨૮.૪૫ મીટર) સામાન્‍ય વ્‍યક્તિ અથવા વસ્‍તુની સરખામણીમાં પુષ્‍કળ અધિક છે. (સામાન્‍ય વ્‍યક્તિ અથવા વસ્‍તુનું પ્રભામંડળ સાધારણ ૧ મીટર હોય છે.)

ટૂંકમાં આજના વિજ્ઞાનયુગમાં પણ શ્રદ્ધાળુ ભક્તોને દેવી-દેવતા કેવી રીતે સહાયતા કરે છે, તે આ ઉદાહરણ પરથી ધ્‍યાનમાં આવે છે.’

 – સૌ. મધુરા ધનંજય કર્વે, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા. (૩.૧૧.૨૦૧૯)

Leave a Comment