પૂર્વજોને મુક્તિ પ્રદાન કરનારી ગયાનગરી !

‘ભારતમાં શ્રાદ્ધ, પિંડદાન અને અન્‍ય મૃત્‍યોત્તર વિધિ કરવા માટે કેટલાંક ચુનંદા મહત્ત્વનાં સ્‍થાનો છે. તેમાં ગંગાનો ઘાટ, કાશી સાથે જ જ્‍યોતિર્લિંગના ઠેકાણે, હરિદ્વાર (ઉત્તરાખંડ), ગયા (બિહાર) ઇત્‍યાદિ સ્‍થાનો મહત્ત્વપૂર્ણ છે. આ બધામાં ગયા સ્‍થાનનું પુષ્‍કળ મહત્ત્વ છે. બિહાર રાજ્‍યમાંના આ સ્‍થાનને મુક્તિના સ્‍થાન તરીકે માન્‍યતા છે. હિંદુઓ માટે પવિત્ર રહેલા આ સ્‍થાન વિશે જાણી લઈએ.

શ્રી વિષ્‍ણુપાદ મંદિર

ભગવાન શ્રીવિષ્‍ણુએ ગયાસુરના શરીર પર, અર્થાત્ ભૂમિ પર જ્‍યાં ચરણ મૂક્યાં, ત્‍યાં તેમનાં ચરણ ભૂમિ પર ઉમટ્યાં છે. આ ચરણોને ‘વિષ્‍ણુપાદ’ કહે છે. આ ઠેકાણે મંદિર છે અને તેને ‘શ્રી વિષ્‍ણુપાદ મંદિર’ કહેવામાં આવે છે. શ્રાદ્ધ ઇત્‍યાદિ વિધિ મોટાભાગે ૧૨ જ્‍યોતિર્લિંગના સ્‍થાનો પર થાય છે, અર્થાત્ ત્‍યાં પિંડ સ્‍વયં મહાદેવ સ્‍વીકારે છે, જ્‍યારે ગયા ખાતે ભગવાન શ્રીવિષ્‍ણુ પિતૃદેવતાના રૂપમાં નિવાસ કરતા હોવાથી તેઓ પિંડ સ્‍વીકારે છે.

શ્રી વિષ્‍ણુપાદ મંદિરની ભૂમિ પર ઉમટેલાં વિષ્‍ણુપાદ (શ્રીવિષ્‍ણુનાં ચરણ)

 

૧. બોધગયા

ગયાથી ૧૫ કિ.મી. દૂર અંતર પર બોધગયા છે. જ્‍યાં બોધી વૃક્ષ નીચે ગૌતમ બુદ્ધને આત્‍મજ્ઞાનની પ્રાપ્‍તિ થઈ હતી.

 

૨. ગયાનો ઇતિહાસ

ગયા એ મોગલકાળમાં તેમના નિયંત્રણમાં હતું. આગળ વર્ષ ૧૭૨૭માં પુણ્‍યશ્‍લોક અહિલ્‍યાદેવી હોળકરે અહીંના શ્રી વિષ્‍ણુપાદ મંદિરનું પુનર્નિર્માણ કર્યું. ત્‍યારપછી અંગ્રેજોએ ભારત પર રાજ્‍ય કરવાના સમયગાળામાં તેમના નિયંત્રણમાં હતું.

ગયા ખાતે પ્રભુ શ્રીરામ અને સીતામાતાએ કરેલું પિંડદાન

ગયા ખાતે પ્રભુ શ્રીરામે પોતે રાજા દશરથનું પિંડદાન કર્યું હતું અને તેમને મુક્તિ મળી હતી. સીતામાતાએ પણ રેતીનો પિંડ બનાવીને રાજા દશરથનું પિંડદાન કર્યું હતું. તેથી અહીં રેતીના પિંડ બનાવવામાં આવે છે. પહેલાં ગયા ખાતે પિંડદાન માટે ૩૬૦ વેદીઓ હતી, તેમાંની હવે કેવળ ૪૮ શેષ છે. ભારતભરમાં શ્રાદ્ધવિધિ કરવા માટે ૫૫ સ્‍થાનો મહત્ત્વનાં માનવામાં આવે છે, તેમાંથી ગયા આ સૌથી મહત્ત્વનું સ્‍થાન છે. યુધિષ્‍ઠિરે મહાભારત યુદ્ધમાં મૃત્‍યુ પામેલા લોકોનું શ્રાદ્ધ ગયા ખાતે કર્યું હતું અને તેમને પણ મુક્તિ મેળવી આપી.

 

૩. ગયા સ્‍થાનની ઉત્‍પત્તિ

‘સહસ્રો વર્ષો પહેલાં ગયાસુર નામનો એક વિષ્‍ણુભક્ત અસુર હતો. તેણે પુષ્‍કળ તપશ્‍ચર્યા કરીને બ્રહ્મદેવને પ્રસન્‍ન કરી લીધા અને તેમની પાસેથી પોતાનું શરીર દેવતાની જેમ પવિત્ર થવાનું વરદાન માગ્‍યું. તેમજ તેને જોઈને જ લોકો પાપમુક્ત થવા જોઈએ, એમ પણ કહ્યું. બ્રહ્મદેવે વરદાન આપ્‍યા પછી લોકો પાપ કરતા અને ગયાસુરને જોઈને પાપમુક્ત બની જતા. તેને કારણે પાપ પણ વધતા જતા હતા અને દેવતાઓને પણ ત્રાસ થતો હતો. આ સમસ્‍યા ઉકેલવા માટે દેવતાઓએ ઉપાય કાઢ્યો. તેમણે ગયાસુર પાસે યજ્ઞ કરવા માટે પવિત્ર સ્‍થાનની માગણી કરી. ત્‍યારે ગયાસુરે તેમને પોતાની પીઠ પર યજ્ઞ કરવા કહ્યું. યજ્ઞ માટે સ્‍થાન ઉપલબ્‍ધ કરવા માટે તે ભૂમિ પર આડો પડ્યો. ત્‍યારે તેનું શરીર ૫ કોસ દૂર સુધી ફેલાયું અને દેવતાઓએ યજ્ઞનો આરંભ કર્યો. દેવતાઓએ પ્રસન્‍ન થઈને ગયાસુરને વર આપ્‍યો કે, જે કોઈ આ ઠેકાણે પોતાના પિતરોનું શ્રાદ્ધ અને તર્પણ વિધિ કરશે, તેના આત્‍માને મોક્ષ મળશે. યજ્ઞ સમાપ્‍ત થયા પછી ભગવાન શ્રીવિષ્‍ણુએ તેના પીઠ પર શિલા મૂકી અને તેઓ સ્‍વયં ત્‍યાં ઊભા રહ્યા. ૫ કોસ દૂર ફેલાયેલા આ ક્ષેત્રને ‘ગયા ક્ષેત્ર’ કહેવામાં આવે છે.

 

૪. ગયા સ્‍થાનનું મહત્ત્વ

વાયુ પુરાણ, ગરુડ પુરાણ અને વિષ્‍ણુ પુરાણમાં ગયા તીર્થનું મહત્ત્વ વિશદ કર્યું છે. આ તીર્થક્ષેત્રને ‘મોક્ષસ્‍થાન’ અથવા ‘મોક્ષભૂમિ’ પણ કહે છે. અહીં પિતરો માટે પિંડદાન અને શ્રાદ્ધ કરીને તેમને સારી ગતિ મળે છે. અહીં પિતૃપક્ષના સમયગાળામાં વર્ષમાં એકવાર મેળો ભરાય છે, તેને ‘પિતૃપક્ષ મેળો’ કહે છે.

 

૫. ફલ્‍ગુ નદી

શ્રી યજ્ઞેશ સાવંત

અહીં ફલ્‍ગુ નદીના કિનારે પિંડદાન કરવામાં આવે છે. આ નદી શાપિત છે, અર્થાત્ સીતામાતાના શાપને કારણે નદી ઉપરથી ભલે જળવિહોણી દેખાય, તો પણ તે ભૂગર્ભમાંથી પ્રવાહિત છે, એવું માનવામાં આવે છે. આ નદીનું પાણી આગળ ગંગા નદીને મળે છે. આ નદીના કિનારે સૌથી પહેલા બ્રહ્મદેવ ગયા, ત્‍યારે તેમણે આને સર્વોત્તમ તીર્થ માન્‍યું હતું. ત્‍યાર પછી ગયા ખાતે શ્રાદ્ધ અને પિંડદાનની પરંપરા નિર્માણ થઈ. ‘ગયા સો ગયા’, એમ કહેવામાં આવે છે, અર્થાત્ ગયામાં એકવાર શ્રાદ્ધ કરીએ, કે ફરીવાર કરવા જેવું કાંઈ બાકી રહેતું નથી.

પ્રભુ શ્રીરામ, લક્ષ્મણ અને સીતામાતા ફલ્‍ગુ નદીના કાંઠે રાજા દશરથ માટે પિંડદાન કરવા આવે છે. શ્રીરામ, લક્ષ્મણ તે માટે આવશ્‍યક સામગ્રી લેવા માટે નગરમાં જાય છે, જ્‍યારે સીતામાતા ત્‍યાં જ રોકાય છે. ઘણો સમય વીતવા છતાં પણ શ્રીરામ, લક્ષ્મણ આવતા નથી. રાજા દશરથનો આત્‍મા પિંડદાન માટે ઘણો વ્‍યાકુળ થયો હોવાથી માતા સીતા જ રાજા દશરથનું પિંડદાન કરે છે. આ સમયે ફલ્‍ગુ નદી, ગાય, વટવૃક્ષ, કેતકી વૃક્ષ, બ્રાહ્મણને સાક્ષી માનીને પિંડદાન કરે છે. શ્રીરામ, લક્ષ્મણ આવ્‍યા પછી માતા સીતા તેમને કહે છે કે રાજા દશરથનું પિંડદાન કર્યું છે, પરંતુ તે તેમને સાચું લાગતું નથી; તેથી તેઓ સાક્ષ પૂછે છે. ત્‍યારે સીતામાતા સાક્ષી માનેલાઓને પૂછે છે, ત્‍યારે વટવૃક્ષ છોડતાં અન્‍ય તેના વિશે કાંઈ જ બોલતા નથી. ત્‍યારે સીતામાતા ક્રોધિત થઈને ફલ્‍ગુ નદી સાથે જ ગાય, કેતકી વૃક્ષ, બ્રાહ્મણને શાપ આપે છે, જ્‍યારે વટવૃક્ષને આશીર્વાદ આપે છે. સીતામાતાના શાપને કારણે ફલ્‍ગુ નદી કેવળ નામપૂરતી નદી રહી અને તેનામાં પાણી હોતું નથી, એવી કથા છે.

શ્રી ગુરુચરણાર્પણમસ્‍તુ ।

– શ્રી. યજ્ઞેશ સાવંત, સનાતન સંકુલ, દેવદ, પનવેલ. (૧૯.૯.૨૦૨૪)

Leave a Comment