અનુક્રમણિકા
દસમહાવિદ્યાઓમાં શ્રી બગલામુખી એક મહાવિદ્યા છે. શ્રી બગલામુખીદેવીનું મંદિર કાંગડા (હિમાચલ પ્રદેશ) જિલ્લાના બનખંડી ગામમાં આવેલું છે. પાંડુલિપીમાં દેવીનું જે રીતે વર્ણન છે, તે જ સ્વરૂપમાં દેવી અહીં બિરાજમાન થયાં છે. દેવીનું આ મંદિર મહાભારતકાળનું છે. દ્વાપરયુગમાં પાંડવો અજ્ઞાતવાસમાં હતા, ત્યારે તેમણે એક રાત્રિમાં આ મંદિર બાંધ્યું અને પૂજા-અર્ચના કરી. આ મંદિરમાં પ્રથમ અર્જુન અને ભીમે યુદ્ધકળામાં યશપ્રાપ્તિ માટે દેવીની ઉપાસના કરી હતી. શત્રુનાશિની દેવી શ્રી બગલામુખી મંદિરમાં વિવિધ પ્રકારના ત્રાસોનાં નિવારણ માટે શત્રુનાશ હવન કરાવી લેવામાં આવે છે. દેવીના મંદિરમાં હવન કરવાથી મનોવાંચ્છિત ફળપ્રાપ્તિ થાય છે.
૧. શ્રી બગલામુખીદેવીની ઉત્પત્તિ
એકવાર એક દાનવે બ્રહ્મદેવના ગ્રંથો ચોરીને પાતાળમાં સંતાડી દીધા. ‘તેને પાણીમાં માનવી અથવા દેવતા મારી શકશે નહીં’, એવું વરદાન હતું. આવા સમયે બ્રહ્મદેવે દેવી ભગવતીની ઉપાસના કરી. તેમાંથી શ્રી બગલામુખીદેવીનો અવતાર થયો. દેવીએ બગલાનું રૂપ ધારણ કરીને તે દાનવનો વધ કર્યો અને બ્રહ્મદેવને તેમનો ગ્રંથ પાછો આપ્યો.
સત્યયુગમાં એકવાર સૃષ્ટિમાં ભયંકર વાવાઝોડું થયું. આ વાવાઝોડાને શાંત કરવા માટે ભગવાન શ્રીવિષ્ણુએ તપશ્ચર્યા કરીને શ્રી બગલામુખીદેવીને પ્રસન્ન કરી લીધાં હતાં. લંકા પર વિજય મેળવવા માટે શ્રીરામે શત્રુનાશિની શ્રી બગલામુખીદેવીનું પૂજન કર્યું અને તેમને વિજય મળ્યો હતો.’
– શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ, ચેન્નઈ, તામિલનાડુ. (૧૪.૬.૨૦૧૬, સવારે ૯.૩૨)
સનાતનનાં શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે લીધા શ્રી બગલામુખીદેવીના દર્શન !
‘૨૯.૧૨.૨૦૧૮ના દિવસે સનાતનનાં શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે કાંગડા (હિમાચલ પ્રદેશ) જઈને શ્રી બગલામુખીદેવીને પ્રાર્થના કરી. હિંદુ રાષ્ટ્રની સ્થાપનામાંની અડચણો દૂર થઈને સાધકોનું રક્ષણ થાય, એ માટે તેમણે અહીં યજ્ઞ પણ કર્યો.’ – શ્રી. વિનાયક શાનભાગ (૧૯.૧૦.૨૦૨૦)
૨. સત્વરે પ્રસન્ન થઈને ભક્તોના સંકટો દૂર કરનારાં શ્રી બગલામુખીદેવી અને તેમની ઉપાસનાની વિશિષ્ટતાઓ
અ. કહેવામાં આવે છે કે શિવ અને શ્રી મહાકાલીદેવી પછી ક્રમાંક અનુસાર આ દેવી વહેલાં પ્રસન્ન થાય છે. સાધના કરીને તરત જ કાંઈક પ્રાપ્ત કરવા માટે આ દેવીનું સ્તવન પ્રમુખતાથી કરાય છે.
આ. બગલામુખી-બ્રહ્માસ્ત્ર મંત્રજપ અતિશય મારક સ્વરૂપમાં બોલવામાં આવે છે. મંત્રજપ કરતી વેળાએ બોલનારાની ઊંઘ તો ઊડી જશે જ; પરંતુ સાંભળનારાને પણ વિલક્ષણમાં હરતો-ફરતો હોવાની જાણ થાય છે. ખાસ કરીને આ ચૈતન્યમાં તેની પણ ઊંઘ ઊડેલી હોય છે.’ – ડૉ. અજય જોશી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
ઇ. બગલામુખી-બ્રહ્માસ્ત્ર મંત્રજપથી શત્રુનો સંહાર થાય છે.
ઈ. આ મંત્રજપ અસફળ થતો નથી; અર્થાત્ જે કાંઈ સાધ્ય કરવા માટે સાધના કરાય છે, તે સાધ્ય થયા વિના રહેતું નથી; એટલા માટે જ આને ‘બ્રહ્માસ્ત્ર મંત્ર’ તરીકે સંબોધવામાં આવે છે. આનો દુરુપયોગ કોઈએ કરવો નહીં; તેથી ધર્મશાસ્ત્રએ પણ દેવી અને તેમની સાધના વિશેની જાણકારી ગુપ્ત રાખી છે.’
– એક ભક્ત
ઉ. ‘શ્રી બગલામુખીદેવીનો રંગ સોનેરી પીળો છે. તેને કારણે દેવીને ‘પિતાંબરી’ પણ કહે છે. દેવીનું વસ્ત્ર, પ્રસાદ અને આસન, આ પ્રત્યેક વસ્તુઓ પીળી જ દેખાય છે. દેવીને પીળો રંગ પ્રિય છે; તેથી દેવીના પૂજનમાં પીળા રંગની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. દેવીની ઉપાસના કરતી વેળાએ સાધકે પીળાં વસ્ત્રો પરિધાન કરવા જોઈએ.
ઊ. શ્રી બગલામુખીદેવીમાં સંપૂર્ણ બ્રહ્માંડની શક્તિનો સમાવેશ છે.
એ. દેવીનાં અનેક સ્વરૂપ છે. આ મહાવિદ્યાદેવીની ઉપાસના રાત્રે કરવાથી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
ઐ. દેવીનાં ભૈરવ મહાકાળ છે. દેવી બગલામુખી ભક્તોનો ભય દૂર કરીને શત્રુ અને અનિષ્ટ શક્તિઓનો નાશ કરે છે.’
(સંદર્ભ : સંકેતસ્થળ)