કાલી

Article also available in :

‘કાળને જાગૃત કરનારાં કાલી’, એવી જેમની વિશિષ્‍ટતા કહેવામાં આવે છે, તે કાલીમાતા વિશેની માહિતી ટૂંકમાં જાણી લઈએ.

શ્રી કાલીમાતા

 

૧. કાલીની વ્‍યાખ્‍યા

અ. ‘કાલીની વ્‍યાખ્‍યા ‘પ્રાણતોષિણી’ ગ્રંથમાં નીચે પ્રમાણે આપી છે.

कालसङ्‍कलनात् काली सर्वेषामादिरूपिणी ।

कालत्‍वादादिभूतत्‍वादाद्या कालीति गीयते ॥

ભાવાર્થ : કાલી કાળને જાગૃત કરનારાં અને સહુની ઉત્‍પત્તિનું મૂળ છે. કાળ, પંચમહાભૂતો અને પ્રાણીમાત્રના સંદર્ભમાં કાલી સૌથી પહેલાં પ્રગટ થનારાં છે. કાળ એ જ જેમનો પગ છે અને ભૂતકાળના પણ પહેલાં તે પ્રગટ થનારાં છે; માટે તેમને ‘કાલી’ કહેવાય છે.

આ. તંત્રલોકમાં કાલીની નીચે પ્રમાણે વ્‍યાખ્‍યા આપી છે.

काली नाम पराशक्‍तिः सैव देवस्‍य गीयते ।

અર્થ : બ્રહ્માની જે નિત્‍ય ક્રિયાશક્તિરૂપ પરાશક્તિ (શ્રેષ્‍ઠ શક્તિ) છે, તેને જ ‘કાલી’ એમ કહેવામાં આવે છે.’

 

૨. કાલીની વિશિષ્‍ટતા અને કાર્ય

કાલી એ મહાકાલ અર્થાત્ શિવના હૃદય પર ઊભાં રહીને નૃત્‍ય કરે છે. તેમને કાલીવિલાસતંત્રમાં ‘શવાસના અથવા શવારૂઢા’ એવું પણ કહ્યું છે. તંત્રમાર્ગમાં શવ (શબ) અને શિવ એ એકજ તત્ત્વનાં નામ છે. નિરાકાર બ્રહ્મનું પ્રથમ સાકાર રૂપ એટલે શવ (શબ) છે. તે નિશ્‍ચલ હોય છે. જ્‍યારે તેમાં શક્તિનાં સ્‍પંદન ચાલુ થઈને તે સૃષ્‍ટિરચનાના કાર્ય માટે સક્રિય થઈ જાય છે, ત્‍યારે તેને ‘શિવ’ કહેવાય છે. આ અલગ ભાષામાં કહીએ, તો શક્તિહીન બ્રહ્મ ‘શવ’ છે અને શક્તિયુક્ત બ્રહ્મ એ ‘શિવ’ છે. શિવમાં રહેલો ઇકાર શક્તિવાચક જ છે. મહાશક્તિની ક્રીડાને આધાર થવાને કારણે તેને જ ‘શવાસન’ કહેવાય છે. ‘હેસૌ:’ આ શવબીજ અથવા પ્રેતબીજ છે. એ જ પ્રેત સૃષ્‍ટિરચનાના સમયમાં પદ્મરૂપ ગ્રહણ કરે છે અને મહામાયા કાલીનું આસન અથવા ક્રીડાસ્‍થળ બને છે. એને જ કાલીનું ‘મહાપ્રેતપદ્માસન’ કહેવાય છે. આવો જ આશય નીચેના શ્‍લોકમાં કહેવામાં આવ્યો છે –

प्रेतस्‍थां च महामायां रक्‍तपद्मासनस्‍थिताम् । – કાલીવિલાસ તંત્ર

અર્થ : લાલ રંગના કમળના આસન પર બેઠેલાં કાલી એ મહામાયાનું રૂપ છે અને તે પ્રેતને, એટલે નિશ્‍ચલ પ્રકૃતિને, ચેતના આપે છે.

 

૩. કાલીમાતાના રૂપની વિશિષ્‍ટતાનો ભાવાર્થ

 

રૂપની વિશિષ્‍ટતા ભાવાર્થ
૧. મહિષાસુરનું કાપેલું માથું અજ્ઞાન અથવા મોહનો નાશ
૨. ગળામાંની મુંડમાળા (કપૂરાદિ સ્‍તોત્ર અનુસાર ૫૨, જ્‍યારે નિરુત્તર તંત્ર અનુસાર ૫૦ માથાં) શબ્‍દબ્રહ્મનું પ્રતીક એવી વર્ણમાળા
૩. શબના હાથ તોડીને તેની કટિ ફરતે કરેલી મેખલા (સાંકળી) સાધકોના તોડેલા હાથ એટલે ક્રિયમાણ-કર્મથી કરેલી તેમની મુક્તતા
૪. સ્‍મશાનમાં નૃત્‍ય વાસનાવિમુક્ત સાધકનું હૃદય એટલે સ્‍મશાન અને નૃત્‍ય એટલે આનંદ

 

૪. કાલીની ઉપાસના

અ. કાલીયંત્ર

‘બંગાળમાં કાલીની ઉપાસના પ્રાચીન કાળથી પ્રચલિત છે. આ પૂજામાં સુરા (દારૂ) અત્‍યંત આવશ્‍યક વસ્‍તુ માનવામાં આવે છે. મંત્રથી શુદ્ધ કરીને તેનું સેવન કરવામાં આવે છે. કાલીપૂજા માટે ઉપયોગમાં લેવાતા કાલીયંત્ર ત્રિકોણ, પંચકોણ અથવા નવકોણ કરવા, એવું કાલિકોપનિષદમાં કહ્યું છે. ક્યારેક તે પંદર કોણનું પણ બનાવે છે. કાલીપૂજા કારતક વદપક્ષમાં, ખાસ કરીને રાત્રે ફળદાયી કહી છે. આ પૂજામાં કાલીસ્‍તોત્ર, કવચ, શતનામ અને સહસ્રનામનો પાઠ કરવામાં આવે છે.’

આ. ધાર્મિક ગ્રંથ

કાલીની ઉપાસનાનો પ્રપંચ કરનારા અનેક ગ્રંથ ઉપલબ્‍ધ છે અને તેમાંના પૂર્ણાનંદનો ‘શ્‍યામારહસ્‍ય’ અને કૃષ્‍ણાનંદનો ‘તંત્રસાર’ આ બે ગ્રંથ વિશેષ પ્રસિદ્ધ છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘શક્તિ’

Leave a Comment