જળગાવ જિલ્લાનો એરંડોલ તાલુકો ! તાલુકામાં નિસર્ગરમ્ય પરિસર રહેલા પદ્માલય પવિત્ર ક્ષેત્રમાં આવેલું શ્રી ગણેશનું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરમાંની મૂર્તિ ૧૦૦ થી વધુ વર્ષો પહેલાં મંદિર પાસે રહેલા તળાવમાં મળી હતી.
શ્રી ગણેશપુરાણના ઉપાસના ખંડમાંના ૭૩, ૭૪, ૯૦ અને ૯૧મા અધ્યાયમાં શ્રીક્ષેત્ર પદ્માલય સંસ્થાનમાંની સ્વયંભૂ શ્રી ગણેશમૂર્તિનો ઉલ્લેખ મળી આવે છે. સાડાત્રણ સિદ્ધિવિનાયકમાંથી (પીઠોમાંથી) શ્રીક્ષેત્ર પદ્માલય પૂર્ણ પીઠ છે. મોરગાંવ, રાજૂર, પદ્માલય આ પૂર્ણ, જ્યારે ચિંચવડ આ અર્ધપીઠ હોવાનો ઉલ્લેખ મળે છે.
શ્રેષ્ઠ સંત સદ્ગુરુ શ્રી ગોવિંદ મહારાજ શાસ્ત્રી બર્વેએ સંવત ૧૮૨૫ (વર્ષ ૧૯૦૩)માં પદ્માલય ખાતેના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. આ મંદિર પહેલાંના કાશી વિશ્વેશ્વર મંદિરની પ્રતિકૃતિ છે. આ મંદિરમાં ડાબી અને જમણી સૂંઢ ધરાવતી એવી બે શ્રી ગણેશની મૂર્તિઓ છે. તે કેવી રીતે અવતીર્ણ થયાં, તે સંદર્ભની માહિતી પુરાણોમાં મળે છે.
આરંભમાં ડાબી સૂંઢના ગણપતિ વિશે જાણી લઈએ. સમુદ્રમંથનમાંથી નીકળેલું હલાહલ વિષ શંકરે પ્રાશન કર્યા પછી તેમના શરીરની બળતરા થવા લાગી. તે સમયે ગળામાં શેષનાગ ધારણ કરવાથી મહાદેવના શરીરની બળતરા શાંત થઈ; પણ શેષનાગને અભિમાન થયું કે, ‘મારા સાન્નિધ્યને કારણે મહાદેવજીને સારું લાગવા માંડ્યું.’ મહાદેવ આ વાત જાણી ગયા. તેમણે શેષને જમીન પર ફેંકી દીધા. તે સમયે શેષ પદ્માલય ક્ષેત્રમાં આવી પડ્યા. શેષનાગ દુઃખથી ફૂંફાડા મારવા લાગ્યા. તેમનો અવાજ સાંભળીને નારદમુનિ તેમની પાસે આવ્યા. તેમણે શેષને પંચાક્ષરી શ્રી ગણેશનો મંત્ર આપ્યો. તેમના તપોબળથી ૧૨ વર્ષો પછી ડાબી સૂંઢના આકારમાં પરવાળાંયુક્ત ગજાનને શેષનાગને દર્શન આપ્યા અને પૃથ્વીનો ભાર સારી રીતે સંભાળી શકે, એવી શક્તિ પ્રદાન કરી. પોતાના પિતાશ્રીને (અર્થાત્ મહાદેવને) ફરીવાર શેષને ગળામાં ધારણ કરવાની વિનંતિ કરી. ‘મારી મનોકામના જેવી રીતે પૂર્ણ કરી, તેવી જ રીતે અહીં આવનારા ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે તમે અહીં રોકાવ’, એવી શેષનાગે શ્રીગણેશને વિનંતિ કરી. તેમની વિનંતિને માન આપીને આજે પણ ડાબી સૂંઢના ગણપતિ પદ્માલય ખાતે વાસ કરી રહ્યા છે.
હવે આપણે જમણી સૂંઢના ગણપતિનો ઇતિહાસ જાણી લઈએ. પરશુરામ અવતારના કાળમાં આ પ્રદેશમાં ‘કૃતવીર્ય’ નામનો રાજા થઈ ગયો. તેમને સંતાન નહોતું. તેઓ દત્તાત્રેયના ભક્ત હતા. શ્રી દત્તે પુત્રપ્રાપ્તિ માટે તેમને સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવા માટે કહ્યું. એક ચતુર્થીએ કૃતવીર્ય પૂજા કરી રહ્યા હતા, ત્યારે તેમને બગાસું આવ્યું. તે સમયે તેમણે આચમન કર્યા વિના પૂજાવિધિ તેમજ ચાલુ રાખી. આ ભૂલને કારણે રાણીને હાથ-પગ વિહોણો દીકરો જન્મ્યો. તેનું નામ ‘કાર્તવીર્ય’ પાડ્યું. તે દીકરાને ૧૨ વર્ષ સંભાળ્યો. આગળ કાર્તવીર્યને દત્તગુરુએ ૧૨ વર્ષ ગણેશના બીજમંત્રનો જપ કરવા કહ્યું. પદ્માલયના આ જ તળાવ સામે કાર્તવીર્યએ તપશ્ચર્યા કરી. આ તળાવમાંથી પરવાળાયુક્ત ગજાનને દર્શન દીધા. ગજાનને કાર્તવીર્યને સ્પર્શ કર્યા પછી તેના સહસ્ર હાથ અને બે પગ તૈયાર થયા. તેનું નામ ‘સહસ્રાર્જુન’ પાડ્યું. તેણે સહસ્ર હાથે શ્રીગણેશને અહીં જ રોકાવાની વિનંતિ કરી. વિનંતિને માન દઈને જમણી સૂંઢ ધરાવતા શ્રી ગણપતિ તે જ સ્થિતિમાં અહીં રોકાયા છે.
આ શ્રી ગજાનને જે રીતે શેષનાગ અને કાર્તવીર્યની મનોકામનાઓ પૂર્ણ કરી, તેવી જ રીતે ભારતના સહસ્રો હિંદુત્વનિષ્ઠોના મનમાંની ‘હિંદુ રાષ્ટ્ર સ્થાપના’ની તાલાવેલીને સાકાર કરે, એવી તેમનાં ચરણોમાં ભાવપૂર્ણ પ્રાર્થના કરીએ.
આ જ તળાવમાં ૧૦૦ થી વધુ વર્ષો પહેલાં શ્રી ગણેશની બન્ને મૂર્તિઓ મળી આવી અને સદ્ગુરુ શ્રી ગોવિંદ મહારાજે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. આ તળાવની વિશિષ્ટતા એમ છે કે, અહીં કમળ આપમેળે જ ખીલે છે.
આ મંદિરમાં ઉંદરની મૂર્તિ પણ છે. આ ઉંદરની વિશિષ્ટતા એમ છે કે, તેના બન્ને હાથને ૭-૭ એટલે કુલ ૧૪ આંગળીઓ છે. આ ૧૪ આંગળાં એટલે ૧૪ સિદ્ધિઓના પ્રતીક છે.