કેવળ મહારાષ્ટ્રનાં જ નહીં, જ્યારે અખિલ ભારતવર્ષનાં આરાધ્યદેવ શ્રી ગણેશ !
નાગપુર શહેરમાં મધ્યવર્તી આવેલી સીતાબર્ડી નામની ટેકડી પર આવેલું આ મંદિર ! મંદિરમાં વૃક્ષના પ્રચંડ મોટા થડ પાસેની ગણેશમૂર્તિ એટલે જ ટેકડીના શ્રીગણેશજી ! આ ગણપતિ નાગપુર લોકોના આરાધ્ય દેવ છે. પહેલાં આ મંદિર હેમાડપંથી હતું. આ ગણેશની પૂજા નાગપુર ખાતેના ભોસલે સંસ્થાનિક કરતા હતા. પરકીય આક્રમણમાં આ મંદિર ધ્વસ્ત થયું. ત્યાર પછી કેટલાક સમયગાળા પછી વર્ષ ૧૮૬૬માં આ મૂર્તિ ફરીવાર મળી અને ત્યાં મંદિર બાંધવામાં આવ્યું. મહા મહિનાની ચતુર્થીના દિવસે અહીં મોટો ઉત્સવ હોય છે. લાખોની સંખ્યામાં ભક્તો આ સમયગાળામાં ગણપતિના દર્શન કરવા આવે છે. આ શ્રી ગણેશમૂર્તિ વિદર્ભમાંના અષ્ટ ગણેશમાંથી એક છે.
સનાતનનાં સદ્ગુરુ (સૌ.) અંજલી ગાડગીળજી ગત ૪ વર્ષથી વધુ સમય સમગ્ર ભારતમાં ભ્રમણ કરીને પ્રાચીન મંદિરો, વાસ્તુ, ગઢ અને સંગ્રહ કરી શકાય તેવી વસ્તુઓનાં છાયાચિત્રોનો સંગ્રહ કરી રહ્યાં છે. તેને કારણે જ આપણને આ પ્રાચીન મંદિરો, વાસ્તુ ઇત્યાદિનું ઘરબેઠાં દર્શન થાય છે. એ માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી અને સદ્ગુરુ (સૌ.) અંજલી ગાડગીળનાં ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરીએ !