પ્રભુ શ્રીરામચંદ્રજીના અસ્‍તિત્‍વથી પાવન થયેલા રામટેક (જિલ્‍લો નાગપુર) ખાતેની પ્રાચીન અષ્‍ટદશભુજ શ્રી ગણેશમૂર્તિ !

Article also available in :

કેવળ મહારાષ્‍ટ્રનાં જ નહીં, જ્‍યારે અખિલ ભારતવર્ષનાં આરાધ્‍યદેવ શ્રી ગણેશ !     ગણેશોત્‍સવના સમયગાળામાં બ્રહ્માંડમાંનું શ્રી ગણેશનું તત્ત્વ હંમેશાં કરતાં ૧ સહસ્ર ગણું વધારે પ્રમાણમાં પૃથ્‍વીતલ પર આવતું હોય છે.

ગણેશોત્‍સવના સંદર્ભમાં એક વિશેષ સૂત્ર એમ છે કે, આ ઉત્‍સવ વૈશ્‍વિક સ્‍તર પર સૌથી મોટા ઉત્‍સવ તરીકે સુવિખ્‍યાત છે. ગણેશભક્તોની શ્રી ગણેશ પ્રત્‍યે ભાવ-ભક્તિ વૃદ્ધિંગત થાય, આ હેતુથી અને શ્રી ગણેશની કૃપાથી રામટેક (જિલ્‍લો નાગપુર) ખાતેની પ્રાચીન અષ્‍ટદશભુજ શ્રી ગણેશમૂર્તિ સાથે સંબંધિત વિશેષ જાણકારી, મંદિરમાંની ગણેશની મૂર્તિનાં છાયાચિત્ર, ઐતિહાસિક જાણકારી ઇત્‍યાદિ વિશે વિશિષ્‍ટતાપૂર્ણ માહિતી જાણી લઈએ છીએ.

રામટેક (જિલ્‍લો નાગપુર) ખાતેના પ્રાચીન અષ્‍ટદશભુજ શ્રી ગણેશને ભાવપૂર્ણ નમસ્‍કાર કરીએ !

વિદર્ભના ભૂષણ । રામટેક એ શ્રદ્ધાસ્‍થાન ।

તે રામક્ષેત્રે સુંદર । અઢારભુજા ધરાવતા ગજાનન ।

પાંચફેણ ધરાવતા નાગરાજ । છાંયો કરે મસ્‍તક પર ।

કંઠમાં આભૂષણ નાગરાજનું । નાગ-કંદોરો કમર પર શોભે ।

પ્રભુ શ્રીરામચંદ્રનાં ચરણોથી પાવન થયેલું નાગપુર જિલ્‍લાનું રામટેક આ પવિત્ર તીર્થક્ષેત્ર ! અહીં ગઢની તળેટીમાં રહેલા શૈવલ્‍ય પર્વત પર અઢારભુજા ધરાવતા ગણેશનું સ્‍થાન છે. શૈવલ્‍ય પર્વત એટલે શમ્‍બૂક ઋષિનું આશ્રયસ્‍થાન ! આ પર્વત પર વિદ્યાધરની સંસ્‍કૃતિ હતી. અઢાર વિષયોનું જ્ઞાન ધરાવતી આ વિદ્યાધરની દૃષ્‍ટિ જ અઢાર ભુજા ગણપતિમાં જોવા મળે છે.

રામટેક ગઢની તળેટીમાં સ્‍થિત આ મંદિરમાં અઢારભુજા ધરાવતી સાડાચાર થી પાંચ ફૂટ ઊંચી, આરસપહાણની વિશિષ્‍ટતાપૂર્ણ અતિપ્રાચીન એવી આ ગણેશમૂર્તિ છે. તેમને અષ્‍ટદશભુજ સંબોધવામાં આવે છે. આ મૂર્તિ વિદર્ભમાંના અષ્‍ટગણેશમાંથી એક છે. મૂર્તિના સોળ હાથમાં અંકૂશ, પાશ, ખટ્વાંગ (ખોપરીના મૂઠાવાળું શિવનું એક શસ્ત્ર), ત્રિશૂળ, પરશૂ ઇત્‍યાદિ વિવિધ શસ્‍ત્રો છે અને એક હાથમાં મોદક જ્‍યારે બીજા હાથમાં મોરપીછાની લેખણી (કલમ) છે. અષ્‍ટદશભુજની સૂંઢ વીંટાળેલી, અર્ધ્‍વઅધર છે. અઢારભુજા ગણેશના માથા પર પાંચ ફેણનો નાગ છે અને ગળામાં પણ નાગ છે, તેમજ કમરમાં નાગપટ્ટો છે.

૫૦૦ વર્ષથી વધુ પ્રાચીન ઇતિહાસ ધરાવતી આ મૂર્તિ કેવળ વિદર્ભની જ નહીં, જ્‍યારે મહારાષ્‍ટ્રની વિશિષ્‍ટતા છે. અઢાર સિદ્ધિઓને કારણે અઢારભુજા ગણપતિનું શાસ્‍ત્રપુરાણોમાં વિઘ્‍નેશ્‍વર તરીકે પૂજન થાય છે.

આ મંદિરના મધ્‍યભાગમાં મહાગણપતિ બિરાજમાન છે અને ડાબી બાજુએ રિદ્ધિ-સિદ્ધિ છે.

રામટેક (જિલ્‍લો નાગપુર) ખાતેની અષ્‍ટદશભુજ શ્રી ગણેશમૂર્તિ ! હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના માટે તેમને મનોમન ભાવપૂર્ણ પ્રાર્થના કરીએ !

Leave a Comment