કેવળ મહારાષ્ટ્રનાં જ નહીં, જ્યારે અખિલ ભારતવર્ષનાં આરાધ્યદેવ શ્રી ગણેશ ! ગણેશોત્સવના સમયગાળામાં બ્રહ્માંડમાંનું શ્રી ગણેશનું તત્ત્વ હંમેશાં કરતાં ૧ સહસ્ર ગણું વધારે પ્રમાણમાં પૃથ્વીતલ પર આવતું હોય છે.
ગણેશોત્સવના સંદર્ભમાં એક વિશેષ સૂત્ર એમ છે કે, આ ઉત્સવ વૈશ્વિક સ્તર પર સૌથી મોટા ઉત્સવ તરીકે સુવિખ્યાત છે. ગણેશભક્તોની શ્રી ગણેશ પ્રત્યે ભાવ-ભક્તિ વૃદ્ધિંગત થાય, આ હેતુથી અને શ્રી ગણેશની કૃપાથી આવ્હાણે બુદ્રૂક (જિલ્લો નગર) ખાતેની નિદ્રાવસ્થામાંની દક્ષિણોત્તર શ્રી ગણેશમૂર્તિ સાથે સંબંધિત વિશેષ જાણકારી, મંદિરમાંની ગણેશની મૂર્તિનાં છાયાચિત્ર, ઐતિહાસિક જાણકારી ઇત્યાદિ વિશે વિશિષ્ટતાપૂર્ણ માહિતી જાણી લઈએ છીએ. નિદ્રાવસ્થામાં બિરાજમાન શ્રી ગણેશને ભાવપૂર્ણ નમસ્કાર કરીએ !
નગર (અહિલ્યાનગર) જિલ્લાના પાથર્ડી ગામથી ૧૭ કિ.મી. અંતર પર ‘આવ્હાણે બુદ્રૂક’ નામનું ગામ છે. અવની નદીના કાંઠે વસેલા આ ગામનું શ્રી ગણેશમંદિર પ્રસિદ્ધ છે. અહીંની શ્રી ગણેશમૂર્તિ નિદ્રાવસ્થામાં બિરાજમાન છે અને તે દક્ષિણોત્તર છે. મહારાષ્ટ્રમાં આવી દુર્લભ મૂર્તિ અન્યત્ર ક્યાંય પણ નથી. અષ્ટવિનાયકમાંથી એક સ્થાન રહેલા મોરગાંવના ગણેશના અંશાત્મક સ્થાન તરીકે આ ગણેશને ઓળખવામાં આવે છે.