અનુક્રમણિકા
- ૧. શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિર, કટીલૂ, દક્ષિણ કન્નડ, કર્ણાટક.
- ૨. શ્રી મંજુનાથેશ્વર મંદિર, ધર્મસ્થળ, દક્ષિણ કન્નડ, કર્ણાટક.
- ૩. શ્રીકૃષ્ણ મંદિર, શ્રીકૃષ્ણ મઠ, ઉડુપી, કર્ણાટક.
- ૪. શ્રી સુબ્રહ્મણ્ય મંદિર, કુક્કે સુબ્રહ્મણ્ય, જિલ્લો દક્ષિણ કન્નડ, કર્ણાટક
- ૫. કુક્કે સુબ્રહ્મણ્ય ખાતેના દૈવી પ્રવાસના સમયપર બનવા પામેલા વિશિષ્ટતાયુક્ત બનાવો !
- ૫ અ. સપ્તર્ષિએ કુક્કે સુબ્રહ્મણ્ય ખાતે પહોંચતા પહેલાં માર્ગમાં આવનારા અરણ્યમાં શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને ડાબા પગ નીચે એક લિંબુ કચડી નાખવા કહેવું અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળએ તેમ કરવું.
- ૫ આ. કુક્કે સુબ્રહ્મણ્ય ખાતેથી પાછા આવતી વેળાએ પ્રવાસમાં એક નોળિયો દેખાવો અને થોડા સમય પછી સાપ નજરે પડવો, ત્યારે ‘સનાતન સંસ્થા અને સાધકો પર આવેલું એક સંકટ ટળ્યું છે’, એવું સપ્તર્ષિએ કહેવું
- ૬. શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે સુબ્રહ્મણ્ય સ્થિત શ્રી નરસિંહ મઠમાં જઈને શ્રી શ્રી વિદ્યાપ્રસન્નતીર્થ સ્વામીજીને મળવું અને તેમણે પ્રસાદ સ્વરૂપે મૂળ રાફડાની મૃત્તિકા આપવી
સપ્તર્ષિના આજ્ઞાથી શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળનો કર્ણાટક રાજ્યના દૈવી પ્રવાસનો વૃતાંત !
‘માર્ચ ૨૦૨૦ થી સંપૂર્ણ ભારતમાં ‘કોરોના’ રોગચાળાને કારણે બધાજ ત્રાહિમામ્ થવા લાગ્યા. ૧ જૂન ૨૦૨૦ના રોજ અરસપરસ વ્યવહારના પ્રતિબંધના નિયમો કેટલાક પ્રમાણમાં શિથિલ થયા. ત્યાર પછી સપ્તર્ષિએ પૂ. ડૉ. ૐ ઉલગનાથનના માધ્યમ દ્વારા કહ્યું કે ‘‘શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળએ તીર્થક્ષેત્રોએ જઈને ત્યાં સર્વ સાધકોના રક્ષણ માટે પ્રાર્થના કરવી.’’ તે અનુસાર ૩.૬.૨૦૨૦ના દિવસે શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના દૈવી પ્રવાસનો આરંભ થયો. ગુરુપૂર્ણિમા, ૫.૭.૨૦૨૦ ના દિવસ પછી સપ્તર્ષિએ શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને કર્ણાટક રાજ્યના કેટલાંક મંદિરોમાં દર્શન કરવા હેતુ જવા માટે કહ્યું. સપ્તર્ષિના કહ્યા અનુસાર આ દૈવી પ્રવાસ કરતી વેળા બનેલી ઘટનાઓ વિશે આપણે જાણી લઈએ.
સપ્તર્ષિની આજ્ઞાથી શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે કર્ણાટક રાજ્યમાંના દક્ષિણ કન્નડ જિલ્લામાં આવેલા કટીલૂ સ્થિત શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિર, ધર્મસ્થળ ખાતેનું શ્રી મંજુનાથેશ્વર મંદિર અને ઉડુપી સ્થિત શ્રીકૃષ્ણ મંદિરમાં જઈને સાધકો માટે પ્રાર્થના કરી.
૧. શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિર, કટીલૂ, દક્ષિણ કન્નડ, કર્ણાટક.
૧ અ. શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિરનો ઇતિહાસ
દક્ષિણ કન્નડ જિલ્લામાં આવેલી નંદિની નદીના કાંઠે ‘કટીલૂ’ નામનું ગામ છે. નંદિની નદીના વચ્ચે એક ખડક પર શ્રી દુર્ગા પરમેશ્વરી દેવીનું મંદિર છે. સપ્તર્ષિએ કરેલી પ્રાર્થના અનુસાર ‘અરુણાસુર’નો વધ કરવા માટે આદિશક્તિ જગદંબાએ ભમરાનું રૂપ ધારણ કર્યું. નંદિની નદીના વચ્ચે આવેલા એક મોટા પથ્થર પર દેવીએ અરુણાસુરનો વધ કર્યો. તે પથ્થર આજે પણ જોવા મળે છે. તેને ‘રક્તેશ્વરી પથ્થર’, એમ કહેવામાં આવે છે.
ભમરાનું રૂપ ધારણ કરેલાં દેવીનું રૂપ રૌદ્ર હતું. સપ્તર્ષિએ તેમને સૌમ્ય રૂપ ધારણ કરવાની પ્રાર્થના કરી. તે અનુસાર દેવીએ ‘દુર્ગા પરમેશ્વરી’ એમ તારક રૂપ ધારણ કર્યું. એક શિવલિંગના રૂપમાં દેવી આ ઠેકાણે અંતર્ધાન થયાં.
૨. શ્રી મંજુનાથેશ્વર મંદિર, ધર્મસ્થળ, દક્ષિણ કન્નડ, કર્ણાટક.
૨ અ. ધર્મસ્થળ સ્થિત શ્રી મંજુનાથેશ્વર મંદિરનો ઇતિહાસ
આશરે ૮૦૦ વર્ષો પહેલાં અણ્ણપ્પા સ્વામી નામના એક શિવભક્તએ ધર્મસ્થળ ખાતે શિવલિંગની સ્થાપના કરી. તેનું ‘મંજુનાથેશ્વર’ એવું નામ પડ્યું. ગત ૩૦૦ વર્ષોથી ધર્મસ્થળ ખાતે જૈન પંથના હેગ્ગડે પરિવાર આ મંદિરના ધર્મકર્તા છે. પ્રસ્તુત હેગ્ગડે પરિવારના પ્રમુખ શ્રી. વીરેંદ્ર હેગ્ગડે એ ધર્મસ્થળના ધર્માધિકારી તરીકે ઓળખાય છે. ગત ૧૦૦ વર્ષોમાં કર્ણાટક અને દક્ષિણ ભારતમાંના અનેક ભક્તોને ધર્મસ્થળ ખાતેના શ્રી મંજુનાથેશ્વર વિશે આવેલી સેંકડો અનુભૂતિઓને કારણે આ ક્ષેત્ર હવે પ્રખ્યાત બન્યું છે.
૩. શ્રીકૃષ્ણ મંદિર, શ્રીકૃષ્ણ મઠ, ઉડુપી, કર્ણાટક.
૩ અ. ઉડુપી સ્થિત શ્રીકૃષ્ણ મંદિરનો ઇતિહાસ
૧૩મી સદીમાં દ્વૈત સિદ્ધાંતના જનક શ્રી મધ્વાચાર્યને ઉડુપી ખાતે ગોપીચંદનના મોટા સંગ્રહમાં શ્રીકૃષ્ણની સુંદર મૂર્તિ પ્રાપ્ત થઈ. ‘આ ઈશ્વરી નિયોજન છે’, એમ જાણીને મધ્વાચાર્યએ તે મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને એક સુંદર મંદિરની સ્થાપના કરી. એ જ હાલનું ઉડુપી ખાતેનું ‘શ્રીકૃષ્ણ મંદિર.’ શ્રીકૃષ્ણની મૂર્તિ પૂર્વાભિમુખ હતી. ૧૬મી સદીમાં કનકદાસ નામના સંત મંદિરમાં દર્શન માટે આવ્યા. તેઓ ધનગર (ભરવાડ) જાતિના હતા. મંદિરના પૂજારીને લાગ્યું કે, ‘આ એક સામાન્ય વ્યક્તિ છે.’ પૂજારીએ કનકદાસને શ્રીકૃષ્ણના મંદિરમાં જવા માટે અનુમતિ આપી નહીં. કનકદાસે મંદિરની પાછળની બાજુએ (પશ્ચિમ દિશામાં) જઈને શ્રીકૃષ્ણને સાદ પાડ્યો અને તેમની સ્તુતિ કરી. કનકદાસની ભક્તિથી પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણ ભગવાને તેમને દર્શન દીધા.
ત્યારે પૂર્વાભિમુખ રહેલી મૂર્તિ પશ્ચિમ ભણી વળી. મંદિરના આંગણામાં નાનો ભૂકંપ થયો અને પશ્ચિમ દિશા ભણીની ભીંતમાં છિદ્ર પડ્યું. તેમાંથી કનકદાસને શ્રીકૃષ્ણના દર્શન કરવાનું શક્ય બન્યું. હવે તે ઠેકાણે બારી મૂકવામાં આવી છે. જેને ‘કનકન કિંડી’ એટલે ‘કનકની બારી’, એવું કહેવાય છે. મંદિરના અંદરના ભાગમાં ગર્ભગૃહ ફરતે એક ભીંત છે. એ ભીંતમાં પણ બારી મૂકવામાં આવી છે, જેને ‘નવગ્રહ કિંડી’ એટલે ‘નવગ્રહ બારી’, એમ કહે છે.
૪. શ્રી સુબ્રહ્મણ્ય મંદિર, કુક્કે સુબ્રહ્મણ્ય, જિલ્લો દક્ષિણ કન્નડ, કર્ણાટક
૪ અ. શ્રી સુબ્રહ્મણ્ય મંદિરનો ઇતિહાસ
દક્ષિણ કન્નડ જિલ્લામાં આવેલી કુમારધારા નદીના કાંઠે ‘કુક્કે’ નામનું ગામ છે. કુક્કે ગામની દક્ષિણ દિશામાં કુમારપર્વત છે. એ કુમારધારા નદીનું ઉગમ સ્થાન છે. તારકાસુરનો વધ કર્યા પછી દેવોના સેનાપતિ કાર્તિકેય કુમારપર્વત પર આવ્યા. આ જ પર્વત પર ઇંદ્રની દીકરી દેવસેનાનો વિવાહ કાર્તિકેય સાથે થયો.
જનમેજય રાજાએ ચાલુ કરેલા સર્પયજ્ઞથી રક્ષણ થાય તે માટે વાસુકી કુક્કે ખાતે આવ્યો અને એક બખોલમાં જઈને બેઠો. વાસુકીને પકડવા માટે ગરુડ આવ્યા પછી વાસુકીએ બખોલમાં રહીને કાર્તિકેયની આરાધના કરી. કાર્તિકેયએ વાસુકીને અભય આપવાથી ગરુડથી કશું કરી શકાયું નહીં. ખરું જોતાં કુક્કે એ વાસુકીનું ક્ષેત્ર છે, જ્યારે કુમારપર્વત એ કાર્તિકેયનું સ્થાન છે; પણ કાર્તિકેયએ વાસુકીનું રક્ષણ કર્યા પછી કાર્તિકેય કુક્કે ખાતે ‘સુબ્રહ્મણ્ય’ના સ્વરૂપમાં સ્થિર થયા. કુક્કે સુબ્રહ્મણ્ય મંદિરની પાછળની બાજુએ ‘આદિ સુબ્રહ્મણ્ય’ નામનું એક સ્થાન છે. આ ઠેકાણે એક રાફડો છે. તેને મૂળ સ્થાન માનવામાં આવે છે. આ રાફડાની મૃત્તિકા પ્રસાદ તરીકે ભક્તોને આપવામાં આવે છે.
૫. કુક્કે સુબ્રહ્મણ્ય ખાતેના દૈવી પ્રવાસના સમયપર બનવા પામેલા વિશિષ્ટતાયુક્ત બનાવો !
૫ અ. સપ્તર્ષિએ કુક્કે સુબ્રહ્મણ્ય ખાતે પહોંચતા પહેલાં માર્ગમાં આવનારા અરણ્યમાં શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને ડાબા પગ નીચે એક લિંબુ કચડી નાખવા કહેવું અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળએ તેમ કરવું.
કુક્કે સુબ્રહ્મણ્ય ખાતે જવા નીકળ્યા પછી સપ્તર્ષિએ પૂ. ડૉ. ૐ ઉલગનાથનના માધ્યમ દ્વારા કહ્યું કે, ‘‘સુબ્રહ્મણ્ય મંદિરના ૪-૫ કિ.મી. પહેલા માર્ગમાં આવનારા અરણ્ય પ્રદેશમાંથી ગાડી જતી વેળા ગાડી રોકીને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે એક ઉપાય કરવો. ગાડીમાંથી ઊતરીને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે તેમના ડાબા પગ નીચે એક લિંબુ કચડવું.’’ શ્રી ચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે સપ્તર્ષિના કહેવા પ્રમાણે કર્યું.
૫ આ. કુક્કે સુબ્રહ્મણ્ય ખાતેથી પાછા આવતી વેળાએ પ્રવાસમાં એક નોળિયો દેખાવો અને થોડા સમય પછી સાપ નજરે પડવો, ત્યારે ‘સનાતન સંસ્થા અને સાધકો પર આવેલું એક સંકટ ટળ્યું છે’, એવું સપ્તર્ષિએ કહેવું
ત્યાર પછી સપ્તર્ષિએ પૂ. ડૉ. ૐ ઉલગનાથનના માધ્યમ દ્વારા કહેવડાવ્યું, ‘‘સુબ્રહ્મણ્યથી પાછાં ફરતી વેળાના પ્રવાસમાં સાપ દેખાશે. તે સાપ ગાડીની તદ્દન નજીક આવશે. તે સમયે ધ્યાન આપશો.’’ પરત આવતી વેળાના પ્રવાસમાં સુબ્રહ્મણ્યથી ૪-૫ કિ.મી દૂર આવ્યા પછી આરંભમાં અમને ડાબી બાજુએથી જમણી દિશા ભણી જનારો એક નોળિયો દેખાયો. થોડું આગળ ગયા પછી જમણી બાજુએથી ડાબી દિશા ભણી જનારો સાપ દેખાયો અને તે સાપ ગાડીની તદ્દન નજીકથી પસાર થયો. આ વિશે સપ્તર્ષિને જાણ કરવામાં આવતા તેમણે કહ્યું, ‘‘સાપ નજરે પડવાના પહેલાં નોળિયો દેખાયો, એટલે સનાતન સંસ્થા અને સાધકો પર આવેલું એક સંકટ દૂર થયું છે.’’
૬. શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે સુબ્રહ્મણ્ય સ્થિત શ્રી નરસિંહ મઠમાં જઈને શ્રી શ્રી વિદ્યાપ્રસન્નતીર્થ સ્વામીજીને મળવું અને તેમણે પ્રસાદ સ્વરૂપે મૂળ રાફડાની મૃત્તિકા આપવી
સુબ્રહ્મણ્ય ખાતે ભગવાનના દર્શન કર્યા પછી શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે કુક્કે સુબ્રહ્મણ્ય સ્થિત શ્રી નરસિંહ મઠમાં જઈને પીઠાધિપતિ શ્રી શ્રી વિદ્યાપ્રસન્નતીર્થ સ્વામીજીને મળ્યા અને હિંદુ રાષ્ટ્ર સ્થાપના માટે તેમના આશીર્વાદ લીધાં. તે વેળા સ્વામીજીએ શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને પ્રસાદ સ્વરૂપે મૂળ રાફડાની મૃત્તિકા આપી.
– શ્રી. વિનાયક શાનભાગ, મુલ્કી, કર્ણાટક.