કેટલાક વિશિષ્‍ટ હેતુઓ માટે શ્રી ગણેશની ઉપાસના કરતી વેળા બોલવાના મંત્રો !

Article also available in :

શ્રી ગણપતિ

 

૧. સંતાન ગણેશ

‘સંતાન પ્રાપ્‍તિ માટે આ ગણપતિની પ્રાર્થના કરવામાં આવે છે.

૧ અ. પ્રાર્થના કરતી વેળાએ જાપ કરવાનો મંત્ર

सन्‍तानगणपतये नमः ।’

 

૨. ઉચ્‍છિષ્‍ટ ગણપતિ

‘આપણા જીવનમાં કાંઈક ઓછપ છે અથવા આપણી ઇચ્‍છાઓ અપૂર્ણ રહી છે’, એમ લાગવું, આને ‘ઉચ્‍છિષ્‍ટ’ કહેવામાં આવે છે. આ ગણપતિની પૂજા કરવાથી સર્વ ઇચ્‍છિત વાતોની પૂર્તિ થાય છે. તેવી જ રીતે કરજમુક્તિ, દારિદ્રનાશ, નિરંતર આર્થિક અને વ્‍યાવસાયિક ઉન્‍નતિ, લક્ષ્મીપ્રાપ્‍તિ, સાથે જ પ્રાપ્‍ત સંપત્તિનો યોગ અને વિનિયોગ, આ બાબતો ઉચ્‍છિષ્‍ટ ગણેશજીની સાધના કરવાથી સાધ્‍ય થાય છે. સર્વસામાન્‍ય રીતે કોઈપણ બુધવારે અથવા ગણેશ ચતુર્થીના દિવસે સાધના કરવી સારી છે.

૨ અ. ગણેશજીની આરાધનાનો મૂળમંત્ર

‘ॐ एकदन्‍ताय विद्महे वक्रतुण्‍डाय धीमहि । तन्‍नोदन्‍ती प्रचोदयात् ॥

 

૩. વિઘ્‍નહર્તા ગણેશ

‘સંકટમાં સપડાયેલા ભક્તને વિઘ્‍નમુક્ત કરવા’, એ આ ગણેશજીની ઉપાસના પાછળનો હેતુ છે. આ ગણપતિની પ્રતિમા ઘરમાં લગાડીને તેમનું આવાહન અને પૂજન કરવાથી તેઓ પોતાના ભક્તોની સહાયતા કરવા માટે દોડી આવે છે.

૩ અ. ગણેશની આરાધનાનો મંત્ર

‘ॐ एकदन्‍ताय विद्महे वक्रतुण्‍डाय धीमहि । तन्‍नोविघ्‍नः प्रचोदयात् ॥

 

૪. ચિંતામણિ ગણેશ

આજે પ્રત્‍યેક વ્‍યક્તિને, પછી ભલે તે ધનવાન હોય, કે ગરીબ, કોઈક તો ચિંતા હોય છે જ. ‘મને કોઈપણ ચિંતા નથી’, એવું કહેનારી વ્‍યક્તિ મળવી અસંભવ ! વ્‍યક્તિને વિવિધ ચિંતાઓ સતાવતી હોય છે. કોઈકને વેપાર, અભ્‍યાસ, સંપત્તિ, આરોગ્‍ય, લગ્‍ન અથવા સંતાનપ્રાપ્‍તિ આ પ્રકારની ચિંતા હોય છે, તો વળી કોઈકને પોતાના બાળકોના ભવિષ્‍યની ચિંતા હોય છે. આવી ચિંતાઓનું નિર્મૂલન કરવા માટે આપણે ‘ચિંતામણિ’ ગણેશની આરાધના કરવી જોઈએ.

૪ અ. આરાધના કરવાનો મંત્ર

આ માટે ‘ॐ नमो विघ्‍नहराय गं गणपतये नमः ।’

આ મંત્ર ૧૧ વાર બોલવો.

 

૫. વિદ્યાપ્રદાયક ગણપતિ

જે ઘરમાં છોકરાઓ ઉદ્ધત હોય છે, જે છોકરાઓનું અભ્‍યાસ કરવામાં ધ્‍યાન લાગતું નથી અને કરેલો અભ્‍યાસ તેમને સ્‍મરણમાં રહેતો નથી, તે ઘરમાંના કુટુંબપ્રમુખે પોતાના ઘરના પ્રવેશદ્વાર પર શુભ મુહૂર્ત જોઈને વિદ્યાપ્રદારક ગણેશની મૂર્તિની સ્‍થાપના કરવી.

૫ અ. મૂર્તિની પ્રાણપ્રતિષ્‍ઠા થયા પછી બોલવાના મંત્રો

‘ॐ ज्ञानरूपाय नमः ।, ‘ॐ विद्यानिर्हाय नमः ।, ‘ॐ विद्याधनाय नमः ।

અને ‘ज्ञानमुद्रावते नमः ।’

(સંદર્ભ : માસિક ‘વિવેક’, ૧૮.૯.૨૦૦૫)
* શ્રી ગણેશના બે સ્‍તોત્રો સર્વપરિચિત છે. તેમાંથી એક એટલે ‘સંકષ્‍ટનાશન સ્‍તોત્ર’. આ સ્‍તોત્રની રચના દેવર્ષિ નારદે કરી છે. આમાં શ્રી ગણેશનાં ૧૨ નામોનું સ્‍મરણ કર્યું છે. આ સ્‍તોત્રનું પઠન સવારે, મધ્‍યાહ્‌ને અને સાંજે કરવાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
* ‘ગણપતિ અથર્વશીર્ષ’ આ શ્રી ગણેશનું બીજું સર્વપરિચિત સ્‍તોત્ર છે. ‘અથર્વશીર્ષ’માં ‘થર્વ’ એટલે ‘ઉષ્‍ણ.’ ‘અથર્વ’ એટલે ‘શાંતિ’ અને ‘શીર્ષ’ એટલે ‘મસ્‍તક’. જેના પુરશ્‍ચરણથી શાંતિ મળે છે, તે એટલે ‘અથર્વશીર્ષ’. આ સ્‍તોત્ર ગણકઋષિએ રચ્‍યું છે. અથર્વશીર્ષમાં પ્રથમ શ્રી ગણેશની સ્‍તુતિ કરી છે અને પછી ધ્‍યાન કર્યું છે. અથર્વશીર્ષનો પાઠ કરવાથી સર્વ વિઘ્‍નો દૂર થાય છે અને સર્વ પાપોથી મુક્તિ મળે છે. તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોની પ્રાપ્‍તિ થાય છે.

Leave a Comment