અનુક્રમણિકા
૧. સંપૂર્ણ મૂર્તિ
ઓંકાર, નિર્ગુણ.
૧ અ. સૂંઢ
૧ અ ૧. જમણી સૂંઢ
જમણી સૂંઢ ધરાવતી ગણેશની મૂર્તિ અર્થાત્ દક્ષિણાભિમુખી મૂર્તિ. દક્ષિણ અર્થાત્ દક્ષિણ દિશા અથવા જમણી બાજુ. દક્ષિણ દિશા યમલોક ભણી લઈ જનારી, જ્યારે જમણી બાજુ સૂર્યનાડીની છે. યમલોકની દિશાનો જે સામનો કરી શકે છે તે શક્તિશાળી હોય છે. તેમજ સૂર્યનાડી ચાલુ રહેલો તેજસ્વી પણ હોય છે. આ બન્નેનો અર્થ જમણી સૂંઢ ધરાવતા ગણપતિ જાગૃત છે, એમ કહેવામાં આવે છે. દક્ષિણાભિમુખી મૂર્તિની પૂજા હંમેશાંની જેમ કરવામાં આવતી નથી; કારણકે દક્ષિણ દિશા ભણીથી તિર્યક (રજ-તમ) લહેરો આવે છે. આવી મૂર્તિની પૂજા કર્મકાંડમાંના પૂજાવિધિના સર્વ નિયમો ચુસ્ત રીતે પાળીને કરવામાં આવે છે. તેને કારણે સાત્ત્વિકતા વધે છે અને દક્ષિણ દિશા ભણીથી આવનારી રજ-તમ લહેરોનો ત્રાસ થતો નથી.
૧ અ ૨. ડાબી સૂંઢ
ડાબી સૂંઢના ગણપતિ અર્થાત્ વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તરદિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતલતા (ઠંડક) આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્યાત્મ માટે પૂરક છે, આનંદદાયી છે; તેથી મોટાભાગે વામમુખી ગણેશજી પૂજામાં મૂકાય છે. તેમની પૂજા હંમેશાંની પદ્ધતિથી કરવમાં આવે છે.
૧ આ. મોદક
૧. ‘મોદ’ એટલે આનંદ અને ‘ક’ એટલે નાનકડો ભાગ. મોદક અર્થાત્ આનંદનો નાનકડો ભાગ. મોદકનો આકાર નારિયેળ જેવો અર્થાત્ ‘ખ’ આ બ્રહ્મરંધ્રના પોલાણ જેવો હોય છે. કુંડલિની ‘ખ’ સુધી પહોંચે કે આનંદની અનુભૂતિ થાય છે. હાથમાં લીધેલો મોદક, અર્થાત્ આનંદ પ્રદાન કરનારી શક્તિ.
૨. ‘મોદક’ એ જ્ઞાનનું પ્રતીક છે; તેથી તેને ‘જ્ઞાનમોદક’ પણ કહેવામાં આવે છે. જ્ઞાન પહેલા થોડું હોય એવું લાગે છે (મોદકની ટોચ એ આનું પ્રતીક છે); પણ અભ્યાસ કરવાનું શરુ કર્યા પછી સમજાય છે કે, જ્ઞાન ઘણું જ વિશાળ છે. (મોદકનો નીચેનો ભાગ એ તેનું પ્રતીક છે.) મોદક મીઠો હોય છે, જ્ઞાનનો આનંદ પણ તેવો જ હોય છે.’
૩. મોદકનો આકાર નારિયેળ જેવો હોય છે. નારિયેળની એક વિશિષ્ટતા એટલે તે ત્રાસદાયક સ્પંદનો પોતાનામાં આકર્ષિત કરી લે છે. મોદક પણ ભક્તોના વિઘ્નો અને તેમને થનારો અનિષ્ટ શક્તિઓનો ત્રાસ પોતાનામાં ખેંચી લે છે. ગણપતિ મોદક ખાય છે, અર્થાત્ વિઘ્નો અને અનિષ્ટ શક્તિઓનો નાશ કરે છે.
૧ ઇ અંકુશ
આનંદ અને વિદ્યાનાં સ્પંદનોમાંના કાર્યમાંની વિઘાતક શક્તિઓનો નાશ કરનારા.
૧ ઈ. પાશ
શ્રી ગણપતિ અનિષ્ટ બાબતો પર પાશ નાખીને તેને દૂર કરનારા છે.
૧ ઉ. કટિ (કમર) પર વીટળાયેલો નાગ
વિશ્વકુંડલિની
૧ ઊ. વીટળાયેલા નાગની ફેણ
જાગૃત કુંડલિની
૧ એ. ઉંદર
ઉંદર, અર્થાત્ રજોગુણ ગણપતિના નિયંત્રણમાં છે.
શ્રી ગણેશજીને કરવાની કેટલીક પ્રાર્થનાઓ
૧. હે બુદ્ધિદાતા શ્રી ગણેશજી, મને સદ્બુદ્ધિ પ્રદાન કરો. હે વિઘ્નહર્તા, મારા જીવનમાં આવનારા સંકટોનું નિવારણ કરો.
૨. હે શ્રી ગણેશજી, તમે પ્રાણશક્તિ પ્રદાન કરનારા છો. સમગ્ર દિવસ ઉત્સાહથી કાર્ય કરી શકાય તે માટે મને આવશ્યક તેટલી શક્તિ પ્રદાન કરો.