નિસર્ગ દ્વારા મળનારા દૈવી સંકેત ઓળખી શકનારા દ્રષ્‍ટા ઋષિઓનું કાર્ય !

Article also available in :

પ્રાચીન કાળમાં નિસર્ગ દ્વારા મળનારા દૈવી સંકેત અને તે ઓળખી શકનારા દ્રષ્‍ટા ઋષિઓનું કાર્ય !

‘પ્રાચીન કાળમાં ઋષિઓ તપશ્‍ચર્યા કરવા માટે જંગલમાં જતા હતા. ત્‍યારે તેમની સાધનાને કારણે નિર્માણ થયેલી પ્રચંડ શક્તિ વાતાવરણમાં ફેલાતી. તેમાંથી કેટલીક ઈશ્‍વરી શક્તિઓનો લાભ નિસર્ગને થતો હતો. તેને કારણે તે (નિસર્ગ) ઋષિ, રાજા અને રાજ્‍યના કાર્યને સહાયતા કરતો અથવા તે વિશે સંવેદનશીલ રહેતો. તેનાં કેટલાંક ઉદાહરણો નીચે જણાવ્‍યા પ્રમાણે છે.

 

૧. નિસર્ગ દ્વારા આપત્‍કાળના સંદર્ભમાં મળતી પૂર્વસૂચનાઓ !

શ્રી. રામ હોનપ

૧ અ. બોર પર પીળો વર્તુળ આકાર સિદ્ધ થવો

કેટલાક પ્રસંગોમાં ઝાડ પરના બોરના ડીટિંયાથી બહારના ભાગ પર પીળો વર્તુળ આકાર સિદ્ધ થતો હતો. આવા બોર રાજ્‍યનું પ્રતીક હતા અને તેમના પર આવેલા પીળા વર્તુળાકારનો અર્થ રાજ્‍ય પર સર્વ દિશાઓમાંથી સંકટ આવવાનું દર્શક છે.

૧ આ. અનૈસર્ગિક રીતે ઝાડના પાનમાંથી ગુંદર સ્રવવો

જ્‍યારે ઝાડના પાંદડામાંથી અનૈસર્ગિક રીતે ગુંદર સ્રવવા લાગે છે, તે પ્રક્રિયાને ‘નિસર્ગનું રોવું ‘ઋદન’ અથવા ‘વૃક્ષઋદન’, પણ કહે છે. તે સમયે રાજ્‍ય પર સંકટ આવવાનું આ દર્શક માનવામાં આવતું.

 

૨. નિસર્ગ દ્વારા સંપત્‍કાળના સંદર્ભમાં મળતી પૂર્વસૂચના

૨ અ. ઝાડનાં પાંદડાં પર મોરનો આકાર ઉમટવો

ક્યારેક ઝાડનાં પાંદડાં પર મોરનો આકાર આવતો હતો. આ પાંદડાં ઋષિ તેમના રાજાને મોકલતા હતા. તે સમયે તેઓ રાજાને તેમાંથી સંદેશ મોકલતા, ‘વર્તમાનકાળ રાજ્‍યની દૃષ્‍ટિએ સુરક્ષિત અને સારો કાળ છે. ચિંતા કરવાનું કારણ નથી.’

 

૩. જ્ઞાની ઋષિઓનું રાજ્‍ય સુરક્ષિત અને સર્વાધિક સામર્થ્‍યશાળી માનવામાં આવતું હોવું

રાજ્‍યના સંદર્ભમાં થનારી વિશિષ્‍ટતાપૂર્ણ ઘટનાઓનું જ્ઞાન તે કાળના ઋષિઓને વિવિધ પ્રકારે થતું હતું અને તેવો સંદેશ તેઓ રાજાને આપતા હતા.

સંકટ સમયે ઋષિઓ ધ્‍યાન દ્વારા રાજ્‍યનું ધ્‍યાન રાખતા હતા. જ્ઞાની ઋષિ જે રાજ્‍યમાં વસે છે, તે રાજ્‍ય સુરક્ષિત અને સર્વાધિક સામર્થ્‍યશાળી ગણવામાં આવતું હતું.’

– શ્રી. રામ હોનપ (સૂક્ષ્મ દ્વારા પ્રાપ્‍ત થયેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment