ભૃગુસંહિતા અને સપ્‍તર્ષિ જીવનાડી

Article also available in :

ભૃગુ મહર્ષિ

 

૧. સપ્‍તર્ષિના જૂથમાં ભૃગુ ઋષિ ન હોવા, ભૃગુ એટલે મહર્ષિઓના મહર્ષિ તરીકે હું જ છું, એવું શ્રીકૃષ્‍ણએ ગીતાના ૧૦મા અધ્‍યાયમાં કહેવું

નાડીપટ્ટી

સપ્‍તર્ષિઓના જૂથમાં ભૃગુ આવતા નથી. તેઓ સપ્‍તર્ષિઓથી પણ શ્રેષ્‍ઠ છે. સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્‍ણએ ગીતાના ૧૦મા અધ્‍યાયમાં કહ્યું છે, મહર્ષિઓમાંના મહર્ષિ જે છે, તેમાં ભૃગુ અર્થાત્ હું જ છું.

 

૨. ભૃગુસંહિતામાંનું વિવરણ સંક્ષિપ્‍ત હોવું, જ્‍યારે સપ્‍તર્ષિ જીવનાડીમાંનું વિવરણ મહર્ષિએ વિસ્‍તારપૂર્વક કર્યું હોવું

સપ્‍તર્ષિએ નાડીપટ્ટીમાં કરેલું વિષયનું વિવરણ એ ભૃગુપત્ર કરતાં વધારે, અર્થાત્ સવિસ્‍તાર રૂપમાં હોય છે. ભૃગુ મહર્ષિના બોલ મોટેભાગે સંક્ષિપ્‍ત રૂપમાં હોય છે.

 

૩. સ્‍થળના સંદર્ભમાં નાડીપટ્ટી અને સંહિતા વિશેનું વસતીસ્‍થાન

ભૃગુસંહિતા મોટાભાગે હોશિયારપુર, પંજાબ ખાતે છે. ત્‍યાં અનેક ભૃગુ વચકો છે; પરંતુ નાડીઓ મોટાભાગે તામિલનાડુ રાજ્‍યના વૈદીશ્‍વરન્ નામક ગામના પરિસરમાં વધુ છે.

 

૪. નાડીપટ્ટી અને ભૃગુસંહિતામાંના સંવાદમાંના પાત્રો

સપ્‍તર્ષિ જીવનાડીપટ્ટીમાંનો સંવાદ વસિષ્‍ઠ અને વિશ્‍વામિત્ર ઋષિઓમાં છે, જ્‍યારે ભૃગુસંહિતામાંનો સંવાદ એ ભૃગુમહર્ષિ અને તેમના પુત્ર શુક્ર વચ્‍ચે છે. તેમાં શુક્રએ પૂછેલા પ્રશ્‍નોના ઉત્તર ભૃગુમહર્ષિ આપે છે.

 

૫. હસ્‍તલિખિતમાંની ભાષા મોટાભાગે ભૃગુસંહિતા સંસ્‍કૃતમાં હોવી, જ્‍યારે નાડીપટ્ટી જૂની તામિલ ભાષામાં હોવી

મોટાભાગની ભૃગુસંહિતા સંસ્‍કૃતમાં છે; પરંતુ આ ભૃગુપત્રોનું પહેલાં કેટલાક સંતોએ હિંદીમાં પણ ભાષાંતર કર્યું છે; પરંતુ નાડીપટ્ટીઓ જૂની તામિલ ભાષામાં જ છે. અનેક સિદ્ધોએ લખાણ તાડપત્રો પર જાળવી રાખ્‍યું છે. વર્તમાનમાં આ જાળવી રાખેલું લખાણ ૪૦૦ – ૫૦૦ વર્ષ પહેલાંનું છે. તેમની પ્રતિઓ પહેલાં પ્રત્‍યેક કેટલાંક વર્ષો પછી પાછી લખવામાં આવતી હતી. તે સમયે તાડપત્રી પર લખનારા પણ હતા; પરંતુ હવે તે પણ દુર્લભ થયું છે. ઘણી તાડપત્રીઓ સંસ્‍કાર વિના આમ જ પડી રહી છે. તામિલનાડુ ખાતે તંજાવર જિલ્‍લાના પ્રસિદ્ધ સરસ્‍વતી મહેલ નામના ગ્રંથાલયમાં સહસ્રોની સંખ્‍યામાં તાડપત્રીઓ છે અને તેમાં અનેક પ્રકારનું જ્ઞાન છુપાયેલું છે; પરંતુ વર્તમાનમાં આ જ્ઞાન વાંચનારા નાડીવાચકો ઉપલબ્‍ધ નથી, તેમજ તેમનો અભ્‍યાસ કરવા માટે પણ કોઈ તૈયાર નથી. તાડપત્ર પર લખવું ઘણું અઘરું હોય છે. અમે પૂછપરછ કરી ત્‍યારે જોવા મળ્યું કે, વર્તમાનમાં તંજાવરમાં પણ આ લખાણ લખનારા એક-બે જ શેષ છે.

– (પૂ.) સૌ. અંજલી ગાડગીળ (કોળ્ળિમલય પર્વતક્ષેત્ર, તામિલનાડુ, ૩૦.૬.૨૦૧૬, બપોરે ૫)

Leave a Comment