શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે પુરસ્કાર સ્વીકાર્યો
પેરિસ (ફ્રાન્સ) – અખિલ માનવજાતિના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેનારા, સાધના વિશે યોગ્ય માર્ગદર્શન કરીને સમગ્ર વિશ્વના સાધકોનું જીવન આનંદમય કરનારા, વિજ્ઞાન યુગમાં સહેલી અને સરળ ભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરીને સમાજને યોગ્ય માર્ગદર્શન કરનારા સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીને ૫ જૂન ૨૦૨૪ના દિવસે ફ્રાંસના સેનેટમાં (સંસદમાં) ‘ભારત ગૌરવ પુરસ્કાર’ થી સન્માનિત કરવામાં આવ્યા. ફ્રેન્ચ સંસદના ઉપાધ્યક્ષ ડૉમિનિક થિઓફિલ, મેહેંદીપુર બાલાજી ટ્રસ્ટના શ્રી નરેશ પુરી મહારાજ, ‘સંસ્કૃતિ યુવા સંસ્થા’ના અધ્યક્ષ પં. સુરેશ મિશ્રા અને ફ્રેન્ચ સંસદના સભાસદ ફ્રેડરિક બુવેલના હસ્તે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો વૈશ્વિક પ્રસાર કરવા માટે આપેલા અનન્ય યોગદાન માટે આ પુરસ્કાર તેમને પ્રદાન કરવામાં આવ્યો.
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના વતી તેમના આધ્યાત્મિક ઉત્તરાધિકારીઓ શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે આ પુરસ્કાર સ્વીકાર્યો. ‘સંસ્કૃતિ યુવા સંસ્થા’એ આ પુરસ્કાર માટે સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીની પસંદગી કરી હતી.
આ પ્રસંગે ‘સંસ્કૃતિ યુવા સંસ્થા’ના અધ્યક્ષ પંડિત સુરેશ મિશ્રાએ કહ્યું કે, સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ ભારતીય સંસ્કૃતિ માટે આપેલું યોગદાન અજોડ છે. તેમના નેતૃત્વ હેઠળ સનાતન સંસ્થાએ અનેક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ તથા હકારાત્મક પરિવર્તનનું સર્જન કર્યું છે.
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ અખિલ માનવ જાતિના કલ્યાણ હેતુ કરેલા દિવ્ય કાર્યનું સન્માન ! – શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ
આ પુરસ્કારનો સ્વીકાર કર્યા પછી શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળે કહ્યું, ‘સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીને ફ્રાંસના સેનેટમાં ‘ભારત ગૌરવ પુરસ્કાર’ થી સન્માનિત કરવામાં આવ્યા એ વિશે સનાતન સંસ્થા ‘સંસ્કૃતિ યુવા સંસ્થા’ અને સંસ્થાના અધ્યક્ષ પં. સુરેશ મિશ્રા પ્રત્યે કૃતજ્ઞ છે. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી જેવા ઉચ્ચ સ્તર ધરાવતા સંત આ પુરસ્કાર અને માનસન્માનની પેલે પાર ભલે ગયા હોય, તેમ છતાં પણ તેમનું થયેલું આ સન્માન એટલે તેમણે અખિલ માનવ જાતિના કલ્યાણ હેતુ કરેલા દિવ્ય અધ્યાત્મકાર્યનું સન્માન છે. આ સન્માન એટલે સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ અધ્યાત્મશાસ્ત્ર વિશે કરેલું અલૌકિક સંશોધનકાર્ય અને ગ્રંથલેખન, તેમ જ અખિલ માનવજાતિને શીઘ્ર આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે આપેલા ’ગુરુકૃપાયોગ’ નામના સાધનામાર્ગનું જ આજે એક રીતે ગૌરવ કરવામાં આવ્યું છે, એમ અમે માનીએ છીએ.’
– શ્રી. ચેતન રાજહંસ, પ્રવક્તા, સનાતન સંસ્થા
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીને મળેલો “ભારત ગૌરવ પુરસ્કાર” એ તેમણે માનવજાતિના કલ્યાણ માટે કરેલા અજોડ કાર્યનું સન્માન ! – સદ્ગુરુ નંદકુમાર જાધવ, ધર્મ પ્રચારક, સનાતન સંસ્થા
સનાતન સંસ્થાનો રજતજયંતી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. સનાતન સંસ્થા એ ધર્મકાર્યનો પ્રચાર અને પ્રસાર કરનારી સંસ્થા છે. સનાતન સંસ્થા જિજ્ઞાસુઓને આધ્યાત્મિક ઉન્નતિ માટે સાધના શીખવે છે. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ ૨૨ માર્ચ ૧૯૯૯ના દિવસે સનાતન સંસ્થાની સ્થાપના કરી. આજે આ સંસ્થા મોટા વટવૃક્ષમાં રૂપાંતરિત થઈ છે. સનાતન સંસ્થાએ સમગ્ર દેશમાં ગામેગામ સાધના સત્સંગ ચાલુ કરીને લોકોને સાધનાનું મહત્ત્વ જણાવ્યું. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના માર્ગદર્શન હેઠળ સનાતન સંસ્થાએ વિવિધ વિષયો પર ગ્રંથોનું નિર્માણ કર્યું છે.
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ વર્ષ ૧૯૯૮ માં ‘ઈશ્વરી રાજ્યની સ્થાપના’ નામનો ગ્રંથ પ્રકાશિત કરીને ‘હિંદુ રાષ્ટ્ર’નો વિચાર સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યો. સનાતન સંસ્થાના દિવ્ય કાર્યની ખ્યાતિ હવે વિદેશમાં પણ ફેલાઈ ચૂકી છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વૈશ્વિક કાર્યમાં સનાતન સંસ્થાના અનન્ય યોગદાનને કારણે ૫ જૂન ૨૦૨૪ ના દિવસે સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ.જયંત આઠવલેજીને ફ્રાન્સના સેનેટમાં ‘ભારત ગૌરવ’ પુરસ્કાર પ્રદાન કરીને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે માનવ જાતિના કલ્યાણ માટે કરેલા અજોડ કાર્યનું આ સન્માન છે.
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીને “ભારત ગૌરવ પુરસ્કાર” પ્રદાન કરીને અમો સ્વયં ગૌરવાન્વિત થયા ! – પંડિત સુરેશ મિશ્રા, સંસ્થાપક અને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, સર્વ બ્રાહ્મણ મહાસભા, જયપુર
વિદેશમાં રહેનારા હિંદુઓને જોડવા માટે અને ભારતીયોને વિદેશમાં વસાવવા માટે અમે ‘ભારત ગૌરવ પુરસ્કાર’નો આરંભ કર્યો છે. તે માધ્યમ દ્વારા હજારો ભારતીયોને વિદેશમાં વસાવવામાં સફળતા મળી છે. આ પુરસ્કાર પ્રદાન કરવા માટે કેટલીક વેળા ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવાઓના નામ પણ સૂચવ્યા છે. ઇંગ્લેંડની સંસદમાં ૮ વાર આ પુરસ્કારનું વિતરણ થયું છે. આ વર્ષે ફ્રાંસની સંસદમાં થયું અને હવે પછી ન્યૂયોર્કમાં કરવાનું નિશ્ચિત કર્યું છે.
આ વર્ષે ‘ભારત ગૌરવ’ પુરસ્કાર ફ્રાન્સની સંસદમાં સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીને પ્રદાન કર્યો. તે પુરસ્કાર તેમના ઉત્તરાધિકારી સનાતનનાં શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે સ્વીકાર્યો. તેથી અમે સ્વયં ગૌરવાન્વિત થયા. આ અધિવેશનનું ( વૈશ્વિક હિંદુ રાષ્ટ્ર મહોત્સવનું) નિમંત્રણ આપવા માટે હિંદુ જનજાગૃતિ સમિતિના પદાધિકારીઓ મારી પાસે આવ્યા હતા. તેમણે મને સમિતિની માહિતી પુસ્તિકા બતાવી. તેના પરનું પ.પૂ. ડૉ. આઠવલેજીનું છાયાચિત્ર જોયું અને તેમનું છાયાચિત્ર જોઈને તેમના દેવત્વ ભણી હું એટલો તો આકર્ષિત થયો હતો કે, મને લાગ્યું કે, ‘આ ‘ભારત ગૌરવ’ છે.’ તે જ ક્ષણે મેં તેમને આ પુરસ્કાર પ્રદાન કરવાનો નિર્ણય લીધો.