દેવર્ષિ નારદ

Article also available in :

દેવર્ષિ નારદ ભગવાન શ્રીવિષ્‍ણુના મોટા ભક્ત છે. હિંદુ ધર્મમાં તેમને બ્રહ્માના પુત્ર માનવામાં આવ્‍યા છે. નારદ મુનિ બ્રહ્મદેવના સાત માનસપુત્રોમાંથી એક છે. બ્રહ્મદેવ દ્વારા પ્રાપ્‍ત વરદાન અનુસાર, આકાશ, પાતાળ તેમજ પૃથ્‍વી આ ત્રણેય લોકોમાં ભ્રમણ કરીને નારદમુનિ દેવ, સંત-મહાત્‍માઓ, ઇંદ્ર ઇત્‍યાદિ રાજાઓ અને જનમાનસ સાથે સીધો સંવાદ સાધ્‍ય કરતા હોય છે.

નારદમુનિના એક હાથમાં વીણા હોય છે જ્‍યારે એક હાથમાં કરતાલ. તેઓ સમગ્ર દિવસ નારાયણ-નારાયણ જપ કરતા હોય છે અને નિરંતર ભ્રમણ કરતા ફરે છે. તેમના ‘નારાયણ-નારાયણ…’ જયઘોષથી જ તેમના આગમનની સૂચના સહુકોઈને પ્રાપ્‍ત થતી. તેના દ્વારા તેઓ મૂળમાં ભક્તિનો પ્રસાર કરતા હતા. કીર્તનભક્તિનું શ્રેય નારદમુનિને આપવામાં આવે છે. નારદમુનિ વિશ્‍વને ભક્તિનો સહેલો માર્ગ બતાવનારા, ભક્તિરસનો સુગંધ પ્રદાન કરનારા મુનિ છે. ભક્ત પ્રહ્‌લાદ, ધ્રુવ, રાજા અંબરિષ, મહર્ષિ વાલ્‍મીકિ ઇત્‍યાદિ મહાન વ્‍યક્તિત્‍વને ભક્તિમાર્ગ ભણી વાળવાનું શ્રેય નારદમુનિના ફાળે જ જાય છે. ભક્તિ એટલે શું, એ વિશ્‍વના ગળે ઉતારનારા દેવર્ષિ નારદ ધર્મશાસ્‍ત્રમાં પારંગત છે. તેમણે નારદપુરાણની રચના કરી છે.

अहो देवर्षिर्धन्योऽयं यत्कीर्ति शार्ङ्गधन्वनः ।

गायन्माद्यन्निदं तन्त्र्या रमयत्यातुरं जगत् ॥

‘હે બંધુઓ ! આ દેવર્ષિ નારદ ધન્‍ય છે. જે પોતાની વીણા વગાડતા વગાડતા ભગવદ્-ગુણગાયનમાં તલ્‍લીન થાય છે અને સાંસારિક દુઃખોથી તપેલા જીવોને સદા આનંદિત કરતા હોય છે – શ્રીમદ્‌ભાગવત, સ્‍કંધ ૧-૬-૩૯

 

૧. વાલ્‍યા કોળીનું વાલ્‍મીકિમાં રૂપાંતર થવા માટે નારદમુનિનો સત્‍સંગ જ કારણ બન્‍યો !

વાલ્‍યાકોળીના વાલ્‍મીકિ ઋષિ બની ગયા, તે નારદમુનિના કેટલીક મિનિટોના સંત્‍સંગને કારણે જ ! લૂટેરો વાલ્‍યાકોળી વટેમાર્ગુઓને મારતો, લૂટી લેતો. એકવાર વાલ્‍યાકોળીને નારદમુનિ મળે છે અને તેને પૂછે છે, ‘તુ આ પાપ જેમના માટે કરી રહ્યો છે, તે તારા કુટુંબીજનો અર્થાત્ તારી પત્ની અને બાળકો આ પાપમાં સહભાગી થવા તૈયાર છે ખરાં ?’ આ પ્રશ્‍ન તેણે ઘેર ગયા પછી પૂછ્ યો અને તેની પત્ની તેમજ બાળકોએ પાપમાં સહભાગી થવાનો નકાર આપ્‍યો. તે પછી જે કાંઈ બન્‍યું, એ આપણે સહુ જાણીએ છીએ. નારદમુનિએ પૂછેલા પ્રશ્‍ન પછી વાલ્‍યાકોળીનું જીવન બદલાઈ ગયું. તેણે અહોરાત્ર સાધના કરી અને ત્‍યાર પછી વાલ્‍યાકોળીનું રૂપાંતર સંપૂર્ણ વિશ્‍વને વંદનીય એવા વાલ્‍મીકિ ઋષિમાં થયું. એટલું સત્‍સંગનું મહત્ત્વ છે.

 

૨. દેવર્ષિ નારદની અસીમ ભક્તિ

એકવાર નારદ ઋષિને ‘અહં’ નહીં, પણ કોણ જાણે કેમ લાગ્‍યું કે, ‘હું જ સાચો નારાયણભક્ત છું ! કારણકે હું દિવસરાત્ર ‘નારાયણ નારાયણ’ જપ કરતો રહું છું. મહર્ષિ સાચા ભક્ત તો હતા જ, પરંતુ તેમને ‘અહંકાર’ ન થાય તે માટે ભગવાને પરાણે અર્જુનનું નામ લીધું. શા માટે ? પ્રશ્‍ન થયો જ. અંતે મુનિ પોતે અર્જુન પાસે ગયા, અર્જુન સુતેલો અર્થાત્ ઉંઘમાં સપનું જોનારો, ક્યાં ભગવાનનું નામ લે !! પણ આશ્ચર્ય કે તેમને ‘કૃષ્‍ણ કૃષ્‍ણ’ નામ સંભળાવા લાગ્‍યું. પાસે જઈને જુએ છે તો અર્જુનની જટામાંથી તે નામ સંભળાતું હતું. પરંતુ નારદના ઠામે પણ તેટલી જ અસીમ ભક્તિ હતી.

દેવર્ષિ નારદ ભક્તિમાર્ગમાં અધિકારી પુરુષ તરીકે જાણીતા હતા. તેમણે લખેલા ભક્તિસૂત્રો ‘નારદ ભક્તિસ્‍તોત્રો’ તરીકે ઓળખાય છે. ભક્તિમાર્ગનું મહત્ત્વ, સ્‍વરૂપ અને ભક્તિમાર્ગની આવશ્‍યકતા આ સૂત્રો દ્વારા નારદમુનિએ ટૂંકમાં પણ વ્‍યવસ્‍થિત રીતે ‘નવવિધા ભક્તિના રહસ્‍યો’ વિશદ કર્યા છે.

સંદર્ભ : સંકેતસ્‍થળ

Leave a Comment