જીવજંતુ અથવા પ્રાણીઓએ દંશ કરવો/કરડવું આના પર હોમિયોપથી ઔષધિઓની જાણકારી

Article also available in :

વર્તમાનના ધાંધલધમાલના જીવનમાં ગમે તેને અને ગમે ત્યારે ચેપી રોગોનો અથવા કોઈપણ વિકારોનો સામનો કરવો પડી શકે છે. આવા સમયે તરત જ ક્યારેય તજ્જ્ઞ વૈદ્યકીય સલાહ ઉપલબ્ધ થઈ શકશે જ, એમ કાંઈ કહેવાય નહીં. શરદી, ઉધરસ, તાવ, ઊલટીઓ, અતિસાર (ઝાડા), બદ્ધકોષ્ઠતા, અમ્લપિત્ત જેવી વિવિધ બીમારીઓ પર ઘરગથ્થુ ઉપચાર કરી શકાય, આ દૃષ્ટિએ  હોમિયોપથી ચિકિત્સા પદ્ધતિ સર્વસામાન્ય લોકો માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપચારપદ્ધતિ ઘરમાંને ઘરમાં જ કેવી રીતે કરી શકાય ?  હોમિયોપૅથીની ઔષધિઓ કેવી રીતે સિદ્ધ (તૈયાર) કરવી ? તેમનો સંગ્રહ કેવી રીતે કરવો ? આવી અનેક બાબતો વિશેની જાણકારી આ લેખમાળા દ્વારા આપી રહ્યા છીએ.

પ્રત્યક્ષ બીમારી પર સ્વઉપચાર ચાલુ કરવા પહેલાં ‘હોમિયોપથી સ્વઉપચાર વિશેનાં માર્ગદર્શક સૂત્રો અને પ્રત્યક્ષ ઔષધ કેવી રીતે ચૂંટવું ?’, આ વિશેની જાણકારી વાચકોએ પહેલા સમજી લેવી અને તે અનુસાર પ્રત્યક્ષ ઔષધિઓ ચૂંટવી, એ વિનંતિ !

સંકલક : ડૉ. પ્રવીણ મેહતા, ડૉ. અજિત ભરમગુડે અને ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે

પોષણ મળવાના હેતુથી એકાદ જીવજંતુ અથવા પ્રાણી પોતાના મોઢેથી વ્‍યક્તિની  ચામડીને બટકું ભરે તેને ‘કરડવું’, એમ કહે છે. ઝેરનું રોપણ કરવાના હેતુથી એકાદ જીવજંતુ કે પ્રાણી મોઢા અતિરિક્ત પોતાના શરીરના અન્‍ય ભાગનો ઉપયોગ કરીને કરેલી કૃતિને ‘દંશ’, એમ કહે છે. જીવજંતુ અથવા પ્રાણી કરડ્યા પછી અથવા દંશ માર્યા પછી ‘સંબંધિત ભાગ સૂજી જવો, ત્‍યાંની ત્‍વચાલાલાશ પડતી થઈ જવી અથવા ત્‍યાં ફોલ્‍લીઓ આવવી, વેદના થવી, ખંજવાળ આવવી, તે ભાગમાં ઉષ્‍ણતા જણાવવી, બધિરતા જણાવવી અથવા ખાલી ચડવા જેવું લાગવું’, આવાં લક્ષણો દેખાય છે.

હોમિયોપથી વૈદ્ય (ડૉ.) પ્રવીણ મેહતા

જીવજંતુ કરડે અથવા દંશ કરે તો રુગ્ણને જીવજંતુ પાસેથી સુરક્ષિત ઠેકાણે લઈ જવો. વ્‍યક્તિની ત્‍વચામાં આંકડો જોવા મળે તો તે કાઢી નાખવો. ત્‍યાંની ત્‍વચા મૃદુતાથી સાબુ અને પાણીથી ધોઈ નાખવી. ત્‍યાંની ત્‍વચા પર ૧૦-૧૨ મિનિટ બરફ અથવા ઠંડું પાણી લગાડવું.

સર્પદંશ થયેલા અથવા વીંછી કરડેલા રુગ્‍ણને બેસાડવો અથવા સૂવડાવવો. તેને શાંત કરવો. દંશ કરેલો ભાગ પેનથી આંકી લેવો, તેમજ દંશ કરવાનો બરાબર સમય નોંધી રાખવો. દંશ કરનાર સાપ અથવા વીંછીનું છાયાચિત્ર સુરક્ષિત અંતર રાખીને કાઢવું. તેના પરથી તેના જાતિની બરાબર ઓળખાણ થઈને તે અનુસાર યોગ્‍ય વૈદ્યકીય ઉપાય કરવા સંભવ બને છે. દંશ કરેલા ભાગને જખમ કરીને ત્‍યાંનુ લોહી વહેવા દેવું, તે ભાગની પહેલા ઘટ્ટ બાંધી દેવું, તે ભાગમાંનું ઝેર મોઢાથી શોષી લેવું અથવા દંશ થયેલા ભાગ પર બરફ લગાડવો. જો સાપની જાતિ ન સમજાઈ હોય, તો પ્રત્‍યેક સર્પદંશ ઝેરી છે, એમ માનીને તે અનુસાર વૈદ્યકીય સહાયતા લેવી.

સ્‍વઉપચાર કરવાનો સમય આવે, તો કયા વિશિષ્‍ટતાપૂર્ણ લક્ષણો હોય, ત્‍યારે કઈ ઔષધી લેવી, એ ઔષધીના નામની આગળ આપ્‍યું છે.

 

૧. મચ્‍છર કરડવા

ડૉ. અજિત ભરમગુડે

૧ અ. સ્‍ટાફીસાગ્રિયા (Staphysagria)

 

૨. માંકડ કરડવા

૨ અ. હાયપેરિકમ્ પર્ફોરેટમ્ (Hypericum Perforatum)

 

૩. મધમાખી અથવા કાંડર કરડવી

૩ અ. અર્ટિકા યુરેન્‍સ (Urtica Urens) : કરડ્યા પછી તરત જ આ ઔષધી આપવી.

૩ આ. આર્નિકા મોન્‍ટાના (Arnica Montana) : કરડેલા ઠેકાણે આ ઔષધીનો મૂળ અર્ક લગાડવો, તેથી સોજો અને વેદના ૨ કલાકમાં ઓછા થાય છે.

૩ ઇ. એપિસ મેલિફિકા (Apis Mellifica) : દંશને કારણે સોજો ચડીને બળતરા થતી હોય, તેમજ સોય ભોંક્યા પ્રમાણે વેદના થતી હોય અને સોજો આવેલા ઠેકાણે બરફ લગાડવાથી સારું લાગતું હોય, તો આ ઔષધ આપવું.

૩ ઈ. અર્સેનિકમ્ આલ્‍બમ્ (Arsenicum Album) : આગથી દાઝ્યા પ્રમાણે વેદના થતી હોય, અતિશય અસ્‍વસ્‍થતા હોય, પુષ્‍કળ તરસ લાગતી હોય અને રુગ્‍ણ ભયભીત હોય, તો આ ઔષધ આપવું.

૩ ઉ. ઍસેટિકમ્ ઍસિડમ્ (Aceticum Acidum) : દંશને કારણે આવનારો તાવ, દમ, ઇત્‍યાદિ દુષ્‍પરિણામો ટાળવા માટે આ ઔષધી ઉપયુક્ત છે.

 

૪. જળો કરડવો

ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે

૪ અ. લૅચેસિસ મ્‍યુટસ (Lachesis Mutus)

 

૫. વીંછી કરડવો

૫ અ. લેડમ પાલુસ્‍ત્રે (Ledum Palustre) : વીંછી કરડે કે તરત જ આ ઔષધ આપવું

૫ આ. હાયપેરિકમ્ પર્ફોરેટમ્ (Hypericum Perforatum) : વીંછી કરડ્યા પછી તીવ્ર વેદના થતી હોય તો આ ઔષધ આપવું.

 

૬. સર્પદંશ

૬ અ. આર્નિકા મોન્‍ટાના (Arnica Montana) : સર્પ કરડેલા ઠેકાણે સોજો ચડીને તે ભાગ કાળો-ભુરો પડે છે અને વેદના થાય છે. આવા સમયે આ ઔષધ પ્રત્‍યેક ૨ કલાકે આપવું, તેમજ ૨ ચમચી ઔષધ એક કપ પાણીમાં નાખીને તે દંશ કરેલા સ્‍થાને સતત લગાડતા રહેવું.

૬ આ. અર્સેનિકમ્ આલ્‍બમ્ (Arsenicum Album) : હૃદય ભણી જનારી અસહ્ય વેદના થઈને પુષ્‍કળ થાક લાગવો, દંશ કરેલી જગ્‍યા સૂજીને ઊલટી થવી, આવા લક્ષણો હોય, તો આ ઔષધ પ્રત્‍યેક અડધી કલાકે આપવું.

૬ ઇ. અમોનિયમ કાર્બોનિકમ્ (Ammonium Carbonicum) : સર્પદંશ પછી જો જખમમાંથી સતત કાળા રંગનું રક્ત વહેતું હોય, તો આ ઔષધ ઉપયુક્ત પુરવાર થાય છે.

૬ ઈ. એકિનેશિયા એંગસ્‍ટિફોલિયા (Echinacea Angustifolia) : સર્પદંશને કારણે નબળાઈ આવવી, શરીરમાં કળતર, બોલવું મંદ થવું, આવા લક્ષણો દેખાય તો આ ઔષધિના મૂળ અર્કના ૧૦ ટીપાં પ્રત્‍યેક ૫ મિનિટે પાણીમાંથી આપવા.

(નોંધ : કોઈપણ ઝેરી જંતુ કરડ્યું હોય તો આ ઔષધ ગુણકારી છે.)

૬ ઉ. નાજા ટ્રિપુડિયન્‍સ (Naja Tripudians) : પ્રત્‍યેક ૧૦ મિનિટે આ ઔષધિના મૂળ અર્કના ૫ ટીપાં જીભ પર મૂકવા

 

૭. ઉંદર, કૂતરું, બિલાડી કરડવી

૭ અ.  લેડમ્ પાલુસ્‍ત્રે (Ledum Palustre) : ઉપરોક્તમાંથી કોઈપણ પ્રાણી કરડે તો આ ઔષધી લેવી. આ ધનુર્વાત પ્રતિબંધક છે અને તેને કારણે જખમ દૂષિત (septic) થતી નથી અને વેદના પણ તરત જ ન્‍યૂન થાય છે. આ ઔષધી પેટમાં આપવા સાથે જ કરડેલી જગ્‍યા પર પણ લગાડવી.

૭ આ.  કૅલંડુલા (Calendula) : કૂતરું અને બિલાડી કરડ્યા હોય, ત્‍યારે આ ઔષધનો મૂળ અર્ક કરડેલી જગ્‍યા પર લગાડવો.

૭ ઇ. હાયડ્રોફોબિનમ (Hydrophobinum) : હડકાયું કૂતરું કરડવું

આ ઔષધ લિસ્‍સીનમ (Lyssinum) આ નામથી પણ ઓળખાય છે.

Leave a Comment