ઓછો આધ્‍યાત્‍મિક સ્‍તર હોય, ત્‍યારે જ્ઞાનમાર્ગની તુલનામાં ભક્તિમાર્ગથી સાધના કરવાથી વહેલી આધ્‍યાત્‍મિક પ્રગતિ થવા પાછળનું શાસ્‍ત્ર

Article also available in :

અનુક્રમણિકા

શ્રી. રામ હોનપ

  સંકલક : એવું કહેવામાં આવે છે કે, પ્રત્‍યેક સાધનામાર્ગ ભગવાને જ નિર્માણ કરેલો છે, તો પણ ‘ભક્તિયોગીની તુલનામાં જ્ઞાનયોગીમાં અહં વધારે હોય છે’. ભક્તિમાર્ગમાં પણ અહં નિર્માણ થઈ શકે છે. તેને કારણે દોષ સાધનામાર્ગનો હોવાને બદલે વ્‍યક્તિનો છે.

ઉત્તર :

 

૧. સાધકની પ્રગતિ યોગ્‍ય સાધનામાર્ગ અને તેના માટે આવશ્‍યક આધ્‍યાત્‍મિક સ્‍તર, આ ઘટકો પર આધારિત હોવી

‘કોઈપણ સાધનામાર્ગમાં દોષ હોવાને બદલે પ્રત્‍યેક માર્ગ પરિપૂર્ણ જ છે. સંબંધિત માર્ગથી ક્રમણ કરનારા વ્‍યક્તિની પ્રગતિ થવી, એ યોગ્‍ય સાધનામાર્ગ અને તે માટે આવશ્‍યક આધ્‍યાત્‍મિક સ્‍તર, આ ઘટકો પર આધારિત હોય છે.

 

૨. વિશિષ્‍ટ સાધનામાર્ગ અનુસાર સાધના કરવા માટે આવશ્‍યક આધ્‍યાત્‍મિક સ્‍તર

૨ અ. જ્ઞાનયોગની મર્યાદા અને ભક્તિયોગ અથવા ગુરુકૃપાયોગ આ સાધનામાર્ગોની સુલભતા

 

સાધનામાર્ગ આવશ્‍યક આધ્‍યાત્‍મિક સ્‍તર (ટકા)
૧. જ્ઞાનયોગ ૭૦
૨. ધ્‍યાનયોગ ૬૦
૩. કર્મયોગ ૫૦
૪. ભક્તિયોગ ૪૦
૫. ગુરુકૃપાયોગ ૩૫

કળિયુગમાં ઓછો આધ્‍યાત્‍મિક સ્‍તર હોય ત્‍યારે જ્ઞાનયોગ અનુસાર સાધના કરવાથી સંબંધિતોની આધ્‍યાત્‍મિક પ્રગતિ થવામાં ઘણો સમય લાગે છે; કારણકે આ માર્ગ તેમનાથી વેઠી શકાતો નથી. તેથી સંબંધિત જ્ઞાનયોગીઓના જ્ઞાનમાં નીરસતા આવીને તેમને જ્ઞાનનો અહંકાર થવાની શક્યતા વધુ હોય છે; પણ એ જ વ્‍યક્તિઓ જો ભક્તિયોગ અથવા ગુરુકૃપાયોગ આ સાધનામાર્ગ અનુસાર સાધના કરવા લાગે, તો તેમનામાં ધીમે ધીમે ભાવ નિર્માણ થઈને તેમનો પરમેશ્‍વરપ્રાપ્‍તિનો માર્ગ સુલભ થાય છે.

 

૩. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ગુરુકૃપાયોગ આ સાધનામાર્ગોથી આધ્‍યાત્‍મિક પ્રગતિ થવાનું સરેરાશ પ્રમાણ

 

સાધનામાર્ગ સાધના કરનારાઓની સંખ્‍યા સાધના કરનારાઓની સંખ્‍યામાંથી આધ્‍યાત્‍મિક પ્રગતિ થનારાઓનું પ્રમાણ
૧. જ્ઞાનયોગ ૧૦૦૦૦
૨. ભક્તિયોગ ૧૦૦૦ ૧૦૦
૩. ગુરુકૃપાયોગ ૧૦૦

 

૪. ભક્તિયોગીને ભાવ ને કારણે ભગવાનનો અનુભવ થવો એ જ્ઞાનયોગીની તુલનામાં વહેલું સાધ્‍ય થવું

જ્ઞાનયોગીને જ્ઞાનના માધ્‍યમ દ્વારા ઈશ્‍વર સાથે અનુસંધાન રાખવું ભક્તિયોગીની તુલનામાં અઘરું હોય છે; કારણકે જ્ઞાન દ્વારા ભગવાનની મીઠાસ અથવા અનુભવ થવા માટે ઉચ્‍ચ આધ્‍યાત્‍મિક સ્‍તરની આવશ્‍યકતા હોય છે. એ જ અવસ્‍થા ભક્તિયોગીને ભાવને કારણે વહેલી સાધ્‍ય થાય છે.’

– શ્રી. રામ હોનપ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧.૧૦.૨૦૧૬)

 

૫. જ્ઞાનયોગીઓની તુલનામાં ભક્તિયોગીઓને ભગવાને સાધનાના આરંભથી જ સહાયતા કરવા પાછળનું શાસ્‍ત્ર

ડૉ. આઠવલે : જ્ઞાનયોગીઓને ઘણી પ્રગતિ થયા વિના ભગવાન સહાયતા કરતા નથી; પણ ભક્તિયોગીઓને ભગવાન આરંભથી જ સહાયતા કરે છે. એમ છે શું ?

ઉત્તર : હા.

૫ અ. સાધનાથી પરમેશ્‍વર સાથે એકરૂપ થવાના તબક્‍કા

અ. ‘જાણવું

આ. અનુભવવું

ઇ. એકરૂપ થવું

૫ આ. જ્ઞાનયોગીએ જ્ઞાનના માધ્‍યમ દ્વારા પરમેશ્‍વરને દીર્ઘકાળ જાણવાનો પ્રયત્ન કરવો અને ભક્તિયોગીએ ભાવના માધ્‍યમ દ્વારા પરમેશ્‍વરને વહેલા અનુભવવા

જ્ઞાનયોગી પરમેશ્‍વરને સાધનાના આરંભથી જ્ઞાનના માધ્‍યમ દ્વારા જાણી લેવાનો પ્રયત્ન કરતા હોય છે, જ્‍યારે ભક્તિયોગી પરમેશ્‍વર વિશે આવશ્‍યક તે જ્ઞાન મળ્યા પછી તરત જ ભાવનો આધાર લે છે. ભક્તિયોગી ભાવના માધ્‍યમ દ્વારા ધીમે ધીમે પ્રત્‍યક્ષ પરમેશ્‍વરને અનુભવે છે. આવા સમયે પરમેશ્‍વર ભક્તના ભાવને કારણે તેના માટે જે કાંઈ કરવું આવશ્‍યક છે, તે કરવા લાગે છે.

૫ ઇ. જ્ઞાનયોગીમાં દીર્ઘકાળ ભાવની ભીનાશ નિર્માણ ન થઈ હોવાથી તે પરમેશ્‍વરના અનુભવ વિના કોરો જ રહેવો

જ્ઞાનમાર્ગમાં પરમેશ્‍વરને દીર્ઘકાળ જાણી લેવાની પ્રક્રિયા ચાલુ હોય છે. પરમેશ્‍વર અનંત હોવાથી તેમને જાણવામાં ઘણો સમયગાળો પસાર થઈ જાય છે; પરંતુ આ પ્રક્રિયામાં સંબંધિત જ્ઞાનયોગીમાં ભાવ ની ભીનાશ નિર્માણ ન થઈ હોવાથી તેઓ ભગવાનના અનુભવ વિના કોરા જ રહી જાય છે. અનેક વર્ષો વીતી ગયા પછી જ્ઞાનયોગીને જ્ઞાન દ્વારા ભગવાનનો અનુભવ થવા લાગે છે, ત્‍યારે તેને ભગવાનની સહાયતા મળે છે.

૫ ઈ. ભક્તિયોગી પરમેશ્‍વરને નિરંતર પોકારીને પોતાનામાં રહેલા અહંકારનો લય કરતો જવો અને તેને કારણે ભગવાનની કૃપા ભક્તિયોગી પર અન્‍ય સાધનામાર્ગીઓની તુલનામાં વહેલી થવી

ભગવાનને જેટલા અનુભવવાની ક્રિયા સંબંધિત સાધક દ્વારા થાય છે, તે અનુસાર અનુભૂતિ થતા થતા તે ભગવાનની સમીપ જાય છે. ભક્તિયોગી પરમેશ્‍વરને નિરંતર પોકારીને (વિનવણી કરીને), શરણ જઈને અથવા કૃતજ્ઞ રહીને પોતાનામાં રહેલા અહંકારનો લય કરતો જાય છે. આમાંથી અન્‍ય સાધનામાર્ગોની તુલનામાં ભગવાનની કૃપા સંબંધિત ભક્તિયોગી પર વહેલી થાય છે. જ્ઞાનમાર્ગથી સાધના કરતી વેળાએ સંબંધિત યોગીનું ચિત્ત ભાવમય થવામાં વિલંબ થાય છે. તેને કારણે જ્ઞાનયોગીઓનો અહંકાર ઓછો થવામાં ભક્તિમાર્ગીઓની તુલનામાં વધારે સમય લાગે છે.

૫ ઉ. ભક્તિયોગીઓ પરમેશ્‍વર સાથે વહેલા એકરૂપ થઈ શકવા

ભક્તિયોગીઓ ભગવાનને નિરંતર અનુભવતા હોવાથી ભગવાનના ગુણ ભક્તિયોગીને જ્ઞાનયોગીની તુલનામાં વહેલા આત્‍મસાત થાય છે. તેને કારણે ભક્તિયોગીઓની તુલનામાં વહેલી પ્રગતિ થઈને તેઓ પરમેશ્‍વર સાથે વહેલા એકરૂપ થઈ શકે છે.’

– શ્રી. રામ હોનપ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment