ચોમાસું અને દૂધ

Article also available in :

 

૧. દૂધ પૌષ્‍ટિક હોવા છતાં પણ જો તેનું પાચન ન થાય, તો તે ત્રાસદાયક પુરવાર થવું

‘દૂધ’ એ પૃથ્‍વી અને આપ આ મહાભૂતોનું વિશેષત્‍વ ધરાવતો એક પૌષ્‍ટિક ખોરાક છે. આ બન્‍ને મહાભૂતો અગ્‍નિ વિરોધી એવા ગુણધર્મ ધરાવતા, એટલે કે અગ્‍નિ મંદ કરનારા છે. ચોમાસામાં શરીરમાંનો અગ્‍નિ (પાચનશક્તિ) મંદ હોય છે. એવો અગ્‍નિ કેટલીક વાર દૂધનું પાચન કરાવવામાં અસમર્થ નીવડે છે. દૂધ ભલે ગમે તેટલું સારું હોય, પણ જો તેનું પાચન ન થાય, તો તે શરીર માટે ત્રાસદાયક જ બને છે. તેથી ચોમાસાના દિવસોમાં સવારે ઉઠતાવેંત દૂધ અથવા દૂધયુક્ત ચા અથવા કશાય પીવાનું ટાળવું રહ્યું. વાલીઓ પોતાના બાળકોને સવારે નિશાળમાં જતી વેળા દૂધ આપે છે. તે પણ ટાળવું જોઈએ. કેટલાક લોકો દાક્તરે દૂધની સાથે ઔષધ લેવાનું કહ્યું છે, તેથી સવારે ઉઠતાવેંત દૂધ લેતા હોય છે. એવા લોકોએ ‘ચોમાસાના દિવસોમાં તે ચાલુ રાખવું કે નહીં’, એ પોતાના દાક્તરોને પૂછીને પછી લેવું જોઈએ.

 

૨. દૂધ ક્યારે પીવું જોઈએ ?

વૈદ્ય મેઘરાજ પરાડકર

‘સવારે વહેલાં ઊઠ્યા પછી શૌચ સાફ થયું છે. વ્‍યાયામ થયો છે. સ્‍નાન કર્યા પછી શરીર હળવું થયેલું જણાય છે. આકાશ સ્‍વચ્‍છ છે અને સારી એવી ભૂખ લાગી છે’, એવી સ્‍થિતિ નિર્માણ થયા પછી દૂધ પીવું. ત્યારે ૧-૨ કપ દૂધમાં ૨ ચમચી ઘી નાખીને પીવાથી તે શરીર માટે અમૃત પ્રમાણે લાભદાયક નીવડે છે. વૃદ્ધો માટે તો આ સર્વશ્રેષ્‍ઠ ઔષધ છે; પરંતુ ચોમાસામાં શરીરની આવી સ્‍થિતિ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. તેથી ચોમાસામાં આવી સ્‍થિતિ ન હોય તો દૂધ પીવાનું ટાળવું જોઈએ. શિયાળામાં અગ્‍નિ (પાચનશક્તિ) પ્રબળ હોવાથી આવી શરીર સ્‍થિતિ સહજતાથી નિર્માણ થાય છે. તેવા સમયે દૂધ પીવું જોઈએ. દૂધની સાથે મીઠું નાખેલા પદાર્થો આરોગવા નહીં. મોટેભાગે સર્વ પદાર્થોમાં મીઠું હોય જ છે. તેથી દૂધ પીધા પછી ઓછામાં ઓછું એક કલાક કશુંજ ખાવું -પીવું નહીં.

 

૩. ચોમાસામાં દૂધ માટે પર્યાય

ચોમાસામાં પૌષ્‍ટિક ખોરાક તરીકે દૂધના બદલે સૂકોમેવો, મગફળી અથવા દાળિયા આરોગવા. એ ભોજન પછી તરત જ અલ્‍પ પ્રમાણમાં ખાવા. ઘી, દહીં અને છાસ આ દૂધમાંથી બનેલા પદાર્થો જમતી વેળા ભૂખના પ્રમાણ અનુસાર આરોગવા જોઈએ.

– વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૭.૨૦૨૨)

Leave a Comment