અનુક્રમણિકા
- ૧. ‘બાટીક’ આ શબ્દનો અર્થ અને કપડાં પર તે કોતરકામ કરવાની પદ્ધતિ
- ૨. વિવિધ પ્રસંગોમાં પહેરવાના વિવિધ પ્રકારના બાટીક કોતરકામ ધરાવતા કપડાં
- ૩. ‘પૂર્વાપાર ચાલતી આવેલી બાટીક કોતરકામની પરંપરા જળવાઈ રહે’, તે માટે ઇંડોનેશિયા સરકારે ૨ ઑક્ટોબર આ દિવસ ‘રાષ્ટ્રીય બાટીક ડે’ તરીકે ઘોષિત કરવો
- ૪. ભારતીય જનતાની ઉદાસીનતા
૧. ‘બાટીક’ આ શબ્દનો અર્થ અને કપડાં પર તે કોતરકામ કરવાની પદ્ધતિ
‘ભારતમાં જે રીતે ખાદીનું કપડું પ્રસિદ્ધ છે, તેવી રીતે ઇંડોનેશિયામાં ‘સુતરાઉ બાટીક’ પ્રકારનું કોતરકામ ધરાવતું રાષ્ટ્રીય કપડું પ્રસિદ્ધ છે. બાટીક આ ‘જાવાનીસ’ ભાષાનો શબ્દ છે. તેનો અર્થ ‘લખવું અથવા બિંદુ અથવા કોતરકામ કરવું’, એવો છે. મીણમાં નૈસર્ગિક રંગ ભેળવીને વિવિધ રંગો બનાવવામાં આવે છે અને તેનાથી સુતરાઉ કપડા પર હાથથી વિશિષ્ટ પદ્ધતિથી કોતરકામ કરવામાં આવે છે. તાંબું (કોપર) આ ધાતુથી બનાવેલા સિક્કા દ્વારા પણ કપડા પર કોતરકામ કરવામાં આવે છે. ભારતના રાજસ્થાનમાં કપડાં પર જે રીતે કોતરકામ હોય છે, તેવું જ આ છે. ઇંડોનેશિયામાં બાટીક કોતરકામનો ઘણો મોટો વ્યવસાય છે.
૨. વિવિધ પ્રસંગોમાં પહેરવાના વિવિધ પ્રકારના બાટીક કોતરકામ ધરાવતા કપડાં
કપડાં પર કરવામાં આવતી કોતરકામની પણ પારંપારિક વિશિષ્ટતા છે. કુમારિકા, તેનાં બા અને બીમાર વ્યક્તિ માટે, તેમજ દુઃખ અને આનંદની પળોમાં પરિધાન કરવા માટે, આવા અનેક વિવિધ કોતરકામ અને તેનું ચોક્કસ મહત્ત્વ ધરાવતાં કપડાં હોય છે. ખાસ રાજકીય પોશાક અંતર્ગત કેવળ રાજા અને રાણી, તેમજ રાજઘરાણાની વ્યક્તિ જ પહેરી શકે, એવા સ્વતંત્ર કોતરકામનાં કપડાં પણ હોય છે. દેશના વિવિધ પ્રાંતોનું પણ ચોક્કસ ‘બાટીક કોતરકામ’ છે.
૩. ‘પૂર્વાપાર ચાલતી આવેલી બાટીક કોતરકામની પરંપરા જળવાઈ રહે’, તે માટે ઇંડોનેશિયા સરકારે ૨ ઑક્ટોબર આ દિવસ ‘રાષ્ટ્રીય બાટીક ડે’ તરીકે ઘોષિત કરવો
ઇંડોનેશિયામાં ૨ ઑક્ટોબર આ દિવસ ‘રાષ્ટ્રીય બાટીક ડે’ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે ત્યાંના બધા નાગરિકો અગત્યતાપૂર્વક બાટીક વસ્ત્રો પરિધાન કરે છે. અહીંના માજી રાષ્ટ્રપતિ અને સરકારે જ ‘આ વ્યવસાયને ઉત્તેજન મળે અને રાષ્ટ્રીય પરંપરાનો ભાગ રહેલા બાટીક વસ્ત્રોનો વારસો આગળ પણ ટકી રહે’, એ માટે ‘નાગરિકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ એટલે શુક્રવારે, તેમજ રાષ્ટ્રીય રજાના દિવસે બાટીક વસ્ત્રો પરિધાન કરવા’, એવું આવાહન કર્યું હતું. ત્યાંના નાગરિકો સ્વયંસ્ફૂર્તિથી કેવળ શુક્રવાર જ નહીં, જ્યારે ગુરુવાર અને શુક્રવાર આ બન્ને દિવસે બાટીક વસ્ત્રો પરિધાન કરે છે. તે માટે કોઈને આગ્રહ કરવો પડતો નથી. ‘દેશની રૂઢિ-પરંપરા અહીંના રાજા અને પ્રજા આ બન્નેએ જાળવી છે’, એ શીખવા જેવું છે.
૪. ભારતીય જનતાની ઉદાસીનતા
ભારતમાં ખાદીનું કપડું છે; પણ ભારતીય લોકો આ કપડું મોટા પ્રમાણમાં ઉપયોગમાં લાવતા હોવાનું દેખાતું નથી.’
– શ્રી. દિવાકર આગાવણે, નોમ ફેન, કંબોડિયા. (૨૪.૩.૨૦૧૮)