પ્રકાશ પ્રક્ષેપિત કરનારી ‘જ્‍યોતિફૂલ’ નામની તેમજ દેવદારૂ, જાવધુ આ દૈવી વનસ્‍પતિઓની માહિતી

Article also available in :

અનુક્રમણિકા

‘જ્‍યોતિફૂલ’ નામની દૈવી વનસ્‍પતિ

 

૧. મહર્ષિ વશિષ્‍ઠએ નાડીવાચન દ્વારા કોળ્‍ળીમલઈ પર્વત પર ૩ દિવસ રહેવા માટે જવાનું કહેવું

‘૧૧.૧.૨૦૨૧ના દિવસે થયેલા નાડીવાચનમાં પૂ. ડૉ. ૐ ઉલગનાથન્‌ના માધ્‍યમ દ્વારા વશિષ્‍ઠ મહર્ષિએ કહ્યું, ‘હવે આગળના ત્રણ દિવસ તમારે કોળ્‍ળીમલઈ પર્વત પર જઈને રહેવાનું છે; કારણકે તે સિદ્ધોએ તપ કરેલો પર્વત છે અને ત્‍યાં અનેક દૈવી વનસ્‍પતિઓ છે.’

 

૨. પ્રકાશ પ્રદાન કરનારી દૈવી વનસ્‍પતિ ‘જ્‍યોતિફૂલ’ !

૨ અ. દૈવી વનસ્‍પતિઓના એક અભ્‍યાસકે ‘કોળ્‍ળીમલઈ પર્વત પર ‘જ્‍યોતિફૂલ’ નામની પ્રકાશ પ્રક્ષેપિત કરનારી દૈવી વનસ્‍પતિ છે અને તેના મૂળ તેમજ અગ્રભાગમાં પ્રકાશ છુપાયેલો હોય છે’, એમ કહેવું

અમે કોળ્‍ળીમલઈ પર્વત પર ગયા. ત્‍યારે ત્‍યાં અમને એક વ્‍યક્તિ મળી. આ વ્‍યક્તિને દૈવી વનસ્‍પતિઓનો અભ્‍યાસ છે. તેને આ જ્ઞાન પરંપરાથી પ્રાપ્‍ત થયું છે. તેના પિતાજી અને દાદાજી દ્વારા આ દૈવી વારસો પ્રાપ્‍ત થયો છે. તેણે અમને કહ્યું, ‘‘આ સિદ્ધોના તપોક્ષેત્રમાં ‘જ્‍યોતિફૂલ’ નામની એક દૈવી વનસ્‍પતિ છે. તેમાંથી પ્રકાશ બહાર પડે છે. આ એક પ્રકારનું ઘાસ છે. આ ઘાસના મૂળ અને અગ્રભાગમાં પ્રકાશ છુપાયેલો હોય છે.’’

૨ આ. ‘જ્‍યોતિફૂલ’ આ સૂકાયેલી વનસ્‍પતિ પર પાણી છાંટ્યા પછી તેમાંથી પ્રકાશ બહાર પડતો હોવો અને પહેલાં પ્રકાશની આવશ્‍યકતા જણાય, તો ઋષિ-મુનિઓ આ વનસ્‍પતિની સહાયતાથી અંધારામાંથી માર્ગ કાઢતા

પહેલાં એક નાડીવાચકે અમને કહ્યું હતું, ‘પહેલાંના કાળમાં બેટરીઓ (ટોર્ચ) નહોતી. તે સમયે ઋષિ-મુનિઓ જંગલમાંથી અંધારામાં માર્ગ કાઢવા માટે આ ઘાસનો ઉપયોગ કરતા. પાણીના કમંડલુ અને આ ‘જ્‍યોતિફૂલ’નું સૂકાયેલું ઘાસ લઈને તેઓ જંગલમાંથી માઈલો સુધી પ્રવાસ ખેડતા. તેમને જ્‍યારે પ્રકાશની આવશ્‍યકતા લાગતી, ત્‍યારે તેઓ કમંડલુમાંનું પાણી આ ‘જ્‍યોતિફૂલ’ના સૂકાયેલા ઘાસ પર છાંટતા. તે સમયે તેમાંથી પ્રકાશ બહાર પડવાનો આરંભ થતો.’’ પહેલાંના ઋષિ-મુનિઓને વનસ્‍પતિનું કેટલું જ્ઞાન હતું !’, એ આમાંથી ધ્‍યાનમાં આવે છે.

૨ ઇ. અનુભૂતિ

૨ ઇ ૧. ‘જ્‍યોતિફૂલ’ આ દૈવી વનસ્‍પતિના દર્શન થવા, તે જ સમયે ૨ દિવસથી વાદળામાં છૂપાયેલો સૂર્ય બહાર નીકળીને તેનો પ્રકાશ વનસ્‍પતિ પર પડવો : અમે જે ઠેકાણે રહ્યા હતા, તે ઠેકાણે વરસાદ, પવન અને ધુમ્‍મસને કારણે અમને ૨ દિવસ સુધી સૂર્યદર્શન થયું નહોતું. તે અભ્‍યાસકે અમને જંગલમાં રહેલા પ્રત્‍યક્ષ ‘જ્‍યોતિફૂલ’નું ઘાસ બતાવ્‍યું. તે સમયે અકસ્‍માત રીતે વાદળામાંથી સૂર્ય બહાર આવ્‍યો અને તેનો તડકો આ વનસ્‍પતિ પર પડ્યો. અમને આ મોટો દૈવી ચમત્‍કાર લાગ્‍યો. ભૂતલ પરના પ્રકાશને આકાશમાંના પ્રકાશે સ્‍પર્શ કર્યો, એ જોઈને અમારી આંખો ભીંજાણી અને અમે આ દૈવી ઘાસને કૃતજ્ઞતાપૂર્વક નમસ્‍કાર કર્યા.

 

૩. આધ્‍યાત્‍મિક શક્તિને કારણે ભારતમાં અનેક દૈવી વનસ્‍પતિઓ હોવી; પરંતુ કાળના પ્રવાહમાં તે નષ્‍ટ થતી જઈ રહી હોવી અને તેમનું જતન તેમજ સંવર્ધન કરવું આવશ્‍યક હોવું

ભારતને આધ્‍યાત્‍મિક ભૂમિ કહેવામાં આવે છે. ભારતમાં આવી અનેક દૈવી વનસ્‍પતિઓ છે; પરંતુ કાળના પ્રવાહમાં હવે તે નષ્‍ટ થઈ રહી છે. ‘તેમનું સંવર્ધન કરવું અને તેમની જાણકારી માનવજાતને આપવી’ અત્‍યંત આવશ્‍યક છે. આવી વનસ્‍પતિઓની માહિતી ધરાવતા માણસો દ્વારા આપણે આ જ્ઞાન લઈને ઓછામાં ઓછું શબ્‍દરૂપમાં તોયે સહુકોઈને આપવું જોઈએ.

 

૪. પ્રાર્થના

આ કાર્ય સનાતન સંસ્‍થાના સાધકો એક સેવા તરીકે કરી રહ્યા છે. ‘સૃષ્‍ટિમાં છુપાયેલું અનંત પ્રકારનું જ્ઞાન ભેગું કરવા માટે ભગવાન અમને શક્તિ અને બુદ્ધિ આપે’, એ જ ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના.

– શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ, કોળ્‍ળીમલઈ, તામિલનાડુ. (૧૫.૧.૨૦૨૧)

આ વિષયનું ટંકલેખન કરતી સમયે થયેલા ત્રાસ

‘આ વિષયનું ટંકલેખન કરતી સમયે બરાબર વિષય પૂર્ણ થવા આવ્‍યો અને તે જ સમયે મારી આંખોની સામે જ તે વિગતો અકસ્‍માત ભૂંસાઈ ગઈ. આના પરથી ‘પાતાળમાંની મોટી અનિષ્‍ટ શક્તિઓને આવું દૈવી શબ્‍દજ્ઞાન લોકો સામે ન આવે; તે માટે નડતરરૂપ બની છે’, એવું મારા ધ્‍યાનમાં આવ્‍યું. ત્‍યાર પછી મેં નવેસરથી ટંકલેખન કર્યું.’

 – શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ, કોળ્‍ળીમલઈ, તામિલનાડુ. (૧૫.૧.૨૦૨૧)

 

દેવતાનાં તત્ત્વો આકર્ષિત કરી શકનારી કેટલીક દૈવી સુગંધી વનસ્‍પતિઓ !

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ
દૈવી સુગંધી વનસ્‍પતિ દેવદારૂ

 

૬. ભારતની કેટલીક સુગંધી ગુંદર સ્રવનારી વનસ્‍પતિઓ દ્વારા કપૂર, ગૂગળ, અગરુ (અગર), ધૂપ મળે છે; પરંતુ પુષ્‍કળ વૃક્ષતોડ થવાને કારણે આ વનસ્‍પતિઓ નષ્‍ટ થવાના માર્ગ પર હોવી

‘આપણા ભારત દેશમાં અનેક પ્રકારની સુગંધી વનસ્‍પતિઓ છે’, એની આપણને જાણ છે. આ સુગંધી વનસ્‍પતિઓથી જ આપણને કપૂર, ગૂગળ, અગરુ (અગર) અને ધૂપ જેવી દૈવી સુગંધ પ્રાપ્‍ત થાય છે. આ વનસ્‍પતિઓનો ગુંદર, એટલે એક સુગંધી દ્રવ્‍ય છે. સુમાત્રા દ્વીપ (બેટ) પર કપૂરના વૃક્ષો છે. દક્ષિણ ભારતના પર્વતો પર ગૂગળ, સાંબરાણી (એક પ્રકારનો ધૂપ), અગરુ (અગર) આ પ્રકારના સુગંધી દ્રવ્‍યોનાં વૃક્ષો છે. હવે મોટા પ્રમાણમાં વૃક્ષતોડ થઈ હોવાથી આ વનસ્‍પતિઓ નષ્‍ટ થવાના માર્ગ પર છે.

 

૭. સુગંધી દ્રવ્‍યો આપનારી અન્‍ય વનસ્‍પતિઓ !

૭ અ. ‘દેવદારૂ’ (દેવદાર વૃક્ષ)

‘દેવદારૂ’ આ વૃક્ષ વિશે માહિતી મેળવતી વેળાએ જાણ્‍યું, ‘કોળ્‍ળીમલઈ પર્વત પર દેવદાર નામના સુગંધી વૃક્ષો છે અને તેના લાકડા પહેલાં ભગવાનની આરતી કરતી વેળાએ પ્રજ્‍વલિત કરવાના ઉપયોગમાં લાવવામાં આવતા હતા. આ લાકડાનો ટુકડો પ્રજ્‍વલિત કર્યા પછી તેમાંથી એક પ્રકારનો સુગંધી ધુમાડો બહાર નીકળે છે.’ અમે આ લાકડું આ પર્વત પરની વ્‍યક્તિ પાસે જોયું.

૭ અ ૧. આ લાકડું બાળ્યા પછી આવનારા ધુમાડાની સુગંધમાં દેવતાઓને આકર્ષિત કરવાની ક્ષમતા હોવી; તેથી યજ્ઞયાગ માટે આ વૃક્ષની સમિધાનો ઉપયોગ થવો : આ લાકડામાંથી બહાર નીકળનારા ધુમાડાનો વાસ સામાન્‍ય રીતે મસાલાના પદાર્થો બાળીએ, તેની વાસ પ્રમાણે હોય છે. મને આ ધુમાડો મારક જણાયો. તે વ્‍યક્તિએ ‘દેવદારૂ’ આ વૃક્ષની માહિતી આપતી વેળાએ અમને જણાવ્‍યું, ‘આ વૃક્ષના લાકડાના ધુમાડામાં દેવતાઓને આકર્ષિત કરવાની ક્ષમતા છે; તેથી આ વૃક્ષની સમિધાઓ યજ્ઞમાં ઉપયોગમાં લેવાય છે. આ ધુમાડાને કારણે અનેક દેવતાઓ યજ્ઞસ્‍થળે આકર્ષિત થવાથી દેવતાઓના ચૈતન્‍યનો લાભ યજ્ઞસ્‍થળે ઉપસ્‍થિત રહેલા લોકોને મળવામાં સહાયતા થાય છે.’

૭ આ. જાવધુ

હજી આવી એક સુગંધી વનસ્‍પતિ છે ‘જાવધુ !’ ‘જાવધુ’ વૃક્ષના થડની ભૂકીમાંથી જ આનો સુગંધ આવે છે. ‘જાવધુ’નું અત્તર બજારમાં મળે છે. આ સુગંધ બધાનું મન પ્રફુલ્‍લિત કરનારો છે. ‘આના વૃક્ષો તામલિનાડુમાંના વેલ્‍લુર ગામ નજીક રહેલા પર્વતો પર છે’, એવી જાણકારી અમને મળી.

૧. ઘણીવાર દક્ષિણ ભારતના દેવીના મંદિરમાં અથવા શંકરાચાર્યના મઠમાં આ સુગંધી ભૂકીનો ઉપયોગ દેવતાઓની મૂર્તિને લગાડવા માટે કરવામાં આવે છે.

૨. આ સુગંધી ભૂકી અથવા અત્તરનો ઉપયોગ હવનમાં પણ કરે છે. તેને કારણે વાતાવરણ સુગંધી બને છે અને તેને કારણે તે ઠેકાણે દેવતાઓનું તત્ત્વ પણ આકર્ષિત થાય છે.

૩. ઘણીવાર મહર્ષિ આપણને રામનાથી ખાતેના આશ્રમમાં ચાલુ રહેલા યજ્ઞમાં ‘જાવધુ’ નામક અત્તરનો ઉપયોગ કરવાનું કહે છે.

 

૮. કૃતજ્ઞતા

ભગવાને આપણને દૈવી વૃક્ષો દ્વારા અનેક સુગંધ પ્રદાન કર્યા છે. ‘તેમનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો ?’, એ પણ ઋષિ-મુનિઓએ આપણને કહ્યું છે. ઋષિ-મુનિઓએ આપેલા સર્વ જ ક્ષેત્રોમાંના આ જ્ઞાન વિશે આપણે તેમના પ્રત્‍યે ગમે તેટલી કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ, તો પણ તે અપૂર્તિ જ છે.’

 – શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ, કોળ્‍ળીમલઈ, તામિલનાડુ. (૧૪.૧.૨૦૨૧, સવારે ૮.૩૦)

Leave a Comment