અનુક્રમણિકા
- ૧. યોગ્ય આદર્શ ન ધરાવતા હોવાથી વધારેમાં વધારે આળસુ અને વ્યસનાધીન
- ૨. મુંબઈની એક સામાજિક સંસ્થાએ કરેલું યુવકોનું નિરીક્ષણ અને તેના અતિ ભયાનક નિષ્કર્ષ !
- ૩. ભ્રમિત બનેલા અને સ્નાતક હોવા છતાં પણ વ્યવહારી અને વાસ્તવિકતાવાદી જગત્માં નકામાં !
- ૪. કોઈપણ પ્રકારના સંસ્કાર ન હોવાથી રાજકારણી લોકોના હાથમાંની ‘કઠપુતલી’ બનેલો !
- ૫. વાલીઓના પૈસે મોજમજા કરનારો અને અશ્લીલ ચલચિત્રોની લત લાગેલો !
૧. યોગ્ય આદર્શ ન ધરાવતા હોવાથી વધારેમાં વધારે આળસુ અને વ્યસનાધીન
આજના મોટાભાગના યુવકો સામે કરિયર છોડીએ તો વિશિષ્ટ એવું કોઈપણ ધ્યેય અને આદર્શ હોતા નથી. સઢ (સુકાન) વિહોણું જહાજ જેવી રીતે પવન સાથે સાગરમાં ગમે ત્યાં ઢસડાતું જાય છે, તેવો આજનો યુવક છે. ચારિત્ર્યહીન અને ધ્યેયશૂન્ય આવા લાચાર વ્યક્તિત્ત્વો, તેમજ ભ્રષ્ટ રાજકારણમાં ગળાડૂબ, આળસમાં આળોટતા રાજકારણીઓ આજના યુવકો સામે આદર્શ હોવાથી આજનો યુવક ભ્રમિત થયો છે. તે હિંદી ચલચિત્રોના ગલીચ અને અશ્લીલ ગીતો મોટે-મોટેથી ગાતો વધારેમાં વધારે વ્યસનાધીન બની રહ્યો છે. તેને માદક વ્યસનોની લત લાગી છે. ‘આપ’ કમાઈ કરતાં ‘બાપ’ કમાઈ અને પરસેવાના પૈસા કરતાં મહેનત વિનાના પૈસા’, એ યુવકો માટે ‘ભૂષણ’ પુરવાર થઈ રહ્યું છે.
૨. મુંબઈની એક સામાજિક સંસ્થાએ કરેલું યુવકોનું નિરીક્ષણ અને તેના અતિ ભયાનક નિષ્કર્ષ !
મુંબઈની એક સામાજિક સંસ્થાએ મહાવિદ્યાલયીન યુવકોનું આરોગ્યની દૃષ્ટિએ નિરીક્ષણ કર્યું. તેનો નિષ્કર્ષ ભયાનક છે અને સરકાર, વિચારવંતો તેમજ સમાજશાસ્ત્રજ્ઞોને અંતર્મુખ કરનારો છે. આ અહેવાલ કહે છે કે, ૯૨ ટકા યુવકો વ્યસનાધીન છે અને તેમાં ૮૦ ટકા પ્રમાણ છોકરીઓનું છે. જો આજના યુવકોમાંની વ્યસનાધીનતા આ પ્રમાણે જ વધતી રહેશે, તો એક ના એક દિવસ દેશમાં શસ્ત્રો તો હશે; પણ શસ્ત્રો ઉપાડનારા કાંડાં નહીં હોય ! ભારેખમ યંત્રસામગ્રી તો હશે; પણ કામગાર મળશે નહીં !
૩. ભ્રમિત બનેલા અને સ્નાતક હોવા છતાં પણ વ્યવહારી અને વાસ્તવિકતાવાદી જગત્માં નકામાં !
અત્યંત હીન અભિરુચિના વાઙ્મય, ગલીચ અને ગંદી રુચિ-અરુચિઓ, ચલચિત્રોમાંના અભિનેતા-અભિનેત્રીઓની ઉત્તાન તેમજ ઉન્માદક માલિકાઓ, વધતી ગુનેગારી, ભસ્માસુર જેવો કાળોબજાર ઇત્યાદિ બાબતોમાં આજનો યુવક ગોથા ખાઈ રહ્યો છે. વિદ્યાપીઠોમાંથી સ્નાતકોના પ્રમાણપત્રો લઈને બહાર પડનારો યુવક નોકરી માટે ભટકતો ફરે છે. ગહન જ્ઞાન મેળવવા કરતાં છીછરા પાયા પર સ્નાતક થયેલો યુવક વ્યવહારી અને વાસ્તવિકતાવાદી જગત્માં નકામો પુરવાર થઈ રહ્યો છે.
૪. કોઈપણ પ્રકારના સંસ્કાર ન હોવાથી રાજકારણી લોકોના હાથમાંની ‘કઠપુતલી’ બનેલો !
આજના યુવકો પર કોઈપણ પ્રકારના સંસ્કાર કેળવાયા નથી. આવો સંસ્કાર વિહોણો યુવક એટલે સમાજને થયેલો કર્કરોગ છે. મહેનત કર્યા વિના કેવળ પૈસો મેળવવો, એશ-આરામ કરવો, આવી સુખાસીન વૃત્તિને કારણે આજનો યુવક એટલે પોતાના સ્વતંત્ર વિચાર, તેમજ પોતાનું અસ્તિત્વ ન રહેલો અને રાજકારણી લોકોના હાથમાંની ‘કઠપુતલી’ બની ગયો છે.
૫. વાલીઓના પૈસે મોજમજા કરનારો અને અશ્લીલ ચલચિત્રોની લત લાગેલો !
આજનો યુવક માતા-પિતાના પૈસા અને કષ્ટ પર ‘પૅરાસાઇટ’ની જેમ વધનારો છે. લૈંગિકતા અને વ્યસનાધીનતા એ તેના આભુષણ પુરવાર થવા લાગ્યા છે. તેને ચલચિત્ર અને રમતો વિશે કેવળ મોટમોટેથી ચર્ચા કરવામાં શેઠાઈ લાગવા માંડી છે. મર્દાની રમતોમાં ભાગ લઈને શરીરસંપદા પ્રાપ્ત કરવાને બદલે આખી રાત ગલીચ ચલચિત્રો જોવા, આ રોગ થઈને તે વ્યસનોનો ભંડાર પુરવાર થઈ રહ્યો છે.
– પ્ર.દિ. કુલકર્ણી, પંઢરપુર.
જીવલેણ સ્પર્ધાઓ, ઝટપટ પૈસા કમાવવા, મોંઘીદાટ ગાડીઓ, અસાત્ત્વિક કેશભૂષા અને પહેરવેશ, ‘ડે’ઝ ઊજવવા, ‘પાર્ટીઓ’, ‘વીકએંડ’ ઊજવવો, ભ્રમણભાષનો દુરુપયોગ, સેલ્ફી, અશ્લીલ સંકેતસ્થળો, પશ્ચિમી સંગીત અને તેના કાર્યક્રમો, ચલચિત્ર અને ચલચિત્રસંગીત, પબ, સિગારેટ, તમાકુ, મદ્યપાન, માદક પદાર્થોનું સેવન અને આત્મહત્યા આ રીતે અંધ:કારની ઊંડી ખીણમાં ધકેલી દેતી બધી બાબતોમાં આજનો યુવક અને યુવતી બલિ ચઢી ગયા છે ! તેનાં કેટલાંક પ્રાતિનિધિક ઉદાહરણો અત્રે આપી રહ્યા છીએ.
૫ અ. માદક પદાર્થો
‘આયઆયટી કાનપુર’ના સેંકડો વિદ્યાર્થીઓ માદક પદાર્થોની લતમાં !
‘કાનપુર ખાતે ‘આયઆયટી કાનપુર’ શિક્ષણ સંસ્થામાં ભણી રહેલા સેંકડો વિદ્યાર્થીઓ માદક પદાર્થોની લતમાં હોવાની જાણકારી પ્રશાસને કરેલી અંતર્ગત ચકાસણી દ્વારા સામે આવી છે. આ વિશે આયઆયટીના કાર્યકારી સંચાલક પ્રા. મણિંદ્ર અગ્રવાલે કહ્યું, ‘‘આ અમારા માટે જોખમી ઘંટારવ છે. આ વિશે જિલ્લા ન્યાયદંડાધિકારી સુરેંદ્ર સિંહને જાણ કરી છે. તેમણે પણ આ પ્રકરણ અંગે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.’’ મહાવિદ્યાલયમાંના એક તૃતીયાંશ વિદ્યાર્થીઓ મદ્યસેવન કરે છે !
૫ આ. મદ્યસેવન
‘મેડિકલ એંડ અપ્લાઇડ સાયન્સ’ અહેવાલમાંની જાણકારી !
‘ગોવામાં મહાવિદ્યાલયમાંના ૩૪.૧૦ ટકા (એક તૃતીયાંશ) મહાવિદ્યાલયીન વિદ્યાર્થીઓ મદ્યસેવન કરે છે. તેમાં વિદ્યાર્થિનીઓનું પ્રમાણ ૩૧.૮ ટકા છે અને વિદ્યાર્થીઓનું પ્રમાણ ૩૯.૧૮ ટકા છે. મહાવિદ્યાલયમાંની અડધાથી વધુ વિદ્યાર્થિનીઓએ તેમને મદ્યનાં દુષ્પરિણામો વિશે કોઈએ કાંઈ કહ્યું નથી, એમ કહ્યું છે. ‘ગોવાના મહાવિદ્યાલયીન વિદ્યાર્થીઓનું મદ્યસેવન અને તેનાં પરિણામો વિશે તેમની જાણ’ આ સંબંધમા ‘મેડિકલ એંડ અપ્લાઇડ સાયન્સ’ નામક અંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા અહવાલમાં જાણકારી આપવામાં આવી છે, આવા સમાચાર ‘ધ ગોવન વાર્તા’ આ છાપામાં પ્રકાશિત થયા છે.’
૫ ઇ. આત્મહત્યા
ત્રણ માસમાં ગોવા ખાતે ૨૨ યુવકોની આત્મહત્યા !
‘સૌથી વધારે આત્મહત્યા થનારા રાજ્યોમાં ગોવા (નાનું રાજ્ય) ૫મા ક્રમ પર છે. અહીં ફેબ્રુઆરી થી મે ૨૦૧૬ ના સમયગાળામાં ૧૬ થી ૧૮ વયજૂથના ૨૨ બાળકોએ આત્મહત્યા કરી છે. તેમાં છોકરાઓની સંખ્યા વધારે છે.’ (૨૩.૯.૨૦૧૬)
‘આયપીએલ’ની રમત જોતી વેળાએ બા ખીજાયા તેથી ગળે ફાંસો વીંટીને દીકરાની આત્મહત્યા !
‘‘ઇંડિયન પ્રિમિયર લીગ’ આ ટી-૨૦ ક્રિકેટ-મેચ જોતી વેળાએ બા ખીજાયા તેથી મુંબઈના નીલેશ ગુપ્તા (વય ૧૮ વર્ષ) એ ગળે ફાંસો વીંટીને આત્મહત્યા કરી. ૯ એપ્રિલ ૨૦૧૮ની રાત્રે તે ક્રિકેટની મેચ જોતો હતો. બા એ તેને ઘરબહારની પાણીની ટાંકી ભરી છે ?, તે જોવા માટે કહ્યું. ત્યાર પછી બન્નેમાં ઝગડો થયો અને તેણે આત્મહત્યા કરી.’ (૧૩.૪.૨૦૧૮)
યુવકો, આ સ્થિતિ પર માત કરવા માટે સાધના કર્યા વિના છૂટકો નથી.