અનુક્રમણિકા [hide]
વર્તમાનના ધાંધલધમાલના જીવનમાં ગમે તેને અને ગમે ત્યારે ચેપી રોગોના અથવા કોઈપણ વિકારોનો સામનો કરવો પડી શકે છે. આવા સમયે તરત જ ક્યારેય તજ્જ્ઞ વૈદ્યકીય સલાહ ઉપલબ્ધ થઈ શકશે જ, એમ કાંઈ કહેવાય નહીં. શરદી, ઉધરસ, તાવ, ઊલટીઓ, અતિસાર (ઝાડા), બદ્ધકોષ્ઠતા, આમ્લપિત્ત જેવી વિવિધ બીમારીઓ માટે ઘરગથ્થુ ઉપચાર કરી શકાય, આ દૃષ્ટિએ હોમિયોપથી ચિકિત્સા પદ્ધતિ સર્વસામાન્ય લોકો માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપચાર પદ્ધતિ ઘરે કેવી રીતે કરી શકાય ? હોમિયોપથીની ઔષધિઓ કેવી રીતે તૈયાર કરવી ? તેને કેવી રીતે સાચવવી ? આવી અનેક બાબતો વિશેની જાણકારી આ લેખમાળા દ્વારા આપી રહ્યા છીએ.
પ્રત્યક્ષ બીમારી પર સ્વઉપચાર ચાલુ કરવા પહેલાં ‘હોમિયોપથી સ્વઉપચાર વિશેનાં માર્ગદર્શક સૂત્રો અને પ્રત્યક્ષ ઔષધ કેવી રીતે ચૂંટવું ?’, વાચકોએ આ વિશેની જાણકારી પહેલા સમજી લેવી અને તે અનુસાર પ્રત્યક્ષ ઔષધિઓ ચૂંટવી, એ વિનંતિ !
સંકલક : હોમિયોપથી ડૉ. પ્રવીણ મહેતા, ડૉ. અજિત ભરમગુડે અને ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે
‘ઘરમાં જ રહીને કરી શકાય એવા ‘હોમિયોપથી’ ઉપચાર !’ આ આગામી ગ્રંથમાંનો ચુનંદો ભાગ લેખના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. તેથી સ્વઉપચાર કરવાની દૃષ્ટિએ સાધકો, વાચકો, રાષ્ટ્ર-ધર્મપ્રેમીઓ, હિતચિંતકો, અર્પણદાતાઓએ આ લેખ આપત્કાળની દૃષ્ટિએ સંગ્રહિત રાખવો. આપત્કાળમાં ડૉક્ટર, વૈદ્ય કોઈ ઉપલબ્ધ ન હોય, ત્યારે આ લેખમાળા વાંચીને પોતે પોતાના પર ઉપચાર કરી શકાય છે.
ઘણીવાર કોઈપણ બીમારી ન હોવા છતાં પણ ભૂખ મંદ થવી અથવા ન લાગવી, ઉદા. વયને કારણે, શોક, સૂગ (ચીતરી) ચડનારા દૃશ્યો અથવા દુર્ગંધ સામે હોવી, તણાવ ઇત્યાદિ. પ્રતિજૈવિક (એંટિબાયોટિક્સ), રાસાયણિક સંયોજનો વાપરીને કરેલા કૅન્સર વિરોધી ઉપચાર (કિમોથેરપી) ઇત્યાદિને કારણે પણ ભૂખ મંદ થઈ શકે છે. આવા સમયે કેવળ ૨-૩ વાર અન્નગ્રહણ કરવાને બદલે ભાવે તે અને પચે તેટલું નાના પ્રમાણમાં અનેક વાર આહાર લેવો ઉપયુક્ત હોય છે. ૨ અઠવાડિયા કરતાં વધારે કાલાવધિ માટે ભૂખ જો મંદ રહે, તો ઉપચાર કરવા આવશ્યક બને છે. ભૂખ મંદ થવી અથવા ન લાગવી આ લક્ષણો સિવાય કયા વિશિષ્ટતાપૂર્ણ લક્ષણો હોય તો તે ઔષધી લેવી, આ ઔષધિઓનાં નામની આગળ આપ્યું છે.
૧. અલ્ફાલ્ફા (Alfalfa)
૧ અ. આ ઔષધ પોષણ પર સકારાત્મક પ્રભાવ કરે છે – આ ઔષધીને કારણે ભૂખ વધે છે, તેમજ પચનક્રિયા સુધરે છે, તેને કારણે રુગ્ણનું શારીરિક અને માનસિક બળ, તેમજ વજન વધે છે.
૧ આ. આ ઔષધી કુપોષણ સાથે સંબંધિત મજ્જાતંતુ-ક્ષીણતા (Neurasthenia), નિદ્રારોગ, માનસિક કારણોથી થનારું અપચન, આ બીમારી માટે ઉપયુક્ત હોય છે.
૨. ચાયના ઑફિસિનૅલિસ (China Officinalis)
૨ અ. પેટમાં ઘટ્ટ લાગીને ખાવા-પીવાનું મન ન થવું
૨ આ. અન્નનો સ્વાદ પુષ્કળ ખારો લાગવો
૨ ઇ. કાંઈપણ ખાવાની અથવા પીવાની ઇચ્છા ન હોવી, સર્વ પ્રકારના આહાર વિશે ઉદાસીનતા હોવી
૨ ઈ. પુષ્કળ પ્રમાણમાં ચા પીવાથી ભૂખ ન લાગવી, ફળો ખાવાથી વ્યાધિ વધવી
૩. હ્રસ ટૉક્સિકોડેંડ્રૉન (Rhus Toxicodendron)
૩ અ. પુષ્કળ તરસ લાગવી; પરંતુ કાંઈપણ ખાવાની ઇચ્છા ન હોવી
૩ આ. મોઢામાં કડવો સ્વાદ આવીને ઊલટી જેવું લાગવું
૩ ઇ. ખાધા પછી પેટ ઘટ્ટ થઈને ચક્કર આવવા
૩ ઈ. દૂધ પીવાની ઇચ્છા થવી
૩ ઉ. ખાધા પછી ઘેન ચડવું
૪. કોલ્ચિકમ્ ઑટમ્નાલે (Colchicum Autumnale)
અન્ન સામે જોયા પછી ભૂખ મરી જવી
૫. સોરિનમ્ (Psorinum)
ગંભીર બીમારી પછી ભૂખ ન લાગવી