અનુક્રમણિકા
- ૧. ભારતીય વાસ્તુશાસ્ત્રએ કરેલો વિચાર અન્ય દેશોમાં પ્રગત થયેલા વાસ્તુશાસ્ત્રમાં નથી !
- ૨. પશ્ચિમી પદ્ધતિ અનુસાર બાંધેલી વાસ્તુઓ ૧૦ વર્ષમાં પડીભાંગે છે અને ભારતમાંનાં સહસ્રો વર્ષો પહેલાંનાં મંદિરો આજે પણ જેવા હતાં, એવી જ સ્થિતિમાં છે !
- ૩. વાસ્તુકળાનો ઇતિહાસ !
- ૪. વેદકાળથી વિકસિત થયેલું વાસ્તુશાસ્ત્ર અને વિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે ‘હિંદુઓનાં દેવાલયો’ !
- ૫. ચુંબકશક્તિનો ઉપયોગ કરીને મંદિરમાંની મૂર્તિની પ્રતિષ્ઠાપના કરવી !
- ૬. પ્રાચીન શિવ-દેવાલયોની વિશિષ્ટતા !
- ૬ અ. સૂર્યકિરણો અનુસાર રચના – સમયનો અંદાજ દેનારાં સૂર્ય મંદિરનાં પૈડાં !
- ૬ આ. વેરૂળ
- ૬ ઇ. નાદશાસ્ત્ર પર આધારિત દેવાલયનાં સ્તંભ
- ૬ ઈ. હેમાડપંથી દેવાલય
- ૬ ઉ. વિશિષ્ટતાપૂર્ણ સુરક્ષાવ્યવસ્થા ધરાવતો ગોવળકોંડા ખાતેનો કિલ્લો !
- ૬ ઊ. ઉપગ્રહની ‘રેંજ’માં ન આવી શકનારું સ્થળ – શિવથરઘળ !
- ૬ એ. કિરણોત્સવ થઈ શકે તેવી શ્રી મહાલક્ષ્મી મંદિરની રચના !
- ૬ ઐ. આધ્યાત્મિક દૃષ્ટિએ લાભદાયક રહેલું અને સહસ્ર વર્ષો કરતાં જૂની પરંપરા ધરાવતું ‘આયુરગૃહ’, અર્થાત્ આયુર્વેદિક ઘર !
‘વાસ્તુરચના કરવી અતિશય ગૂંચવણિયું અને આંટીઘૂંટી ભર્યું કાર્ય છે. અનેક બાબતોનો સૂક્ષ્મ અભ્યાસ, નૈસર્ગિક વાતાવરણ, ભૂપ્રદેશ, તેમજ વાસ્તુના ધણીની આવશ્યકતાઓનો પૂર્ણ અભ્યાસ કર્યા પછી જ એકાદ વાસ્તુનો ઢાંચો, નિશ્ચિત જગ્યાએ વિશિષ્ટ પદ્ધતિથી બાંધવાનો વિચાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં એક મૂળ સંકલ્પના હોય છે; તેમજ અન્ય ઝીણવટો વિશે વિગતવાર સંકલ્પનાઓ હોય છે. સર્વસામાન્ય જ્ઞાન, અનુભવ, રુચિ અને આવશ્યક ત્યારે યોગ્ય કાર્ય કરીને જ વાસ્તુનું નિર્માણ થતું હોય છે; પરંતુ તેટલું પૂરતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્ય ઇત્યાદિ ગ્રહો, નક્ષત્રો, પૃથ્વી તેમજ અનેક ઊર્જાસ્રોતોનું વાસ્તુ પર અને વાસ્તુનો ઉપભોગ લીધા પછી થનારાં ઇષ્ટ અને અનિષ્ટ પરિણામોનો સંપૂર્ણ વિચાર કરીને જ ભવન બાંધવું શ્રેયસ્કર અને અંતિમતઃ સમાજહિતમાં હોય છે.’
સહસ્રો વર્ષો પહેલાં નિસર્ગ, વાસ્તુ અને શરીરમાંનું ઊર્જાસંતુલન વાસ્તુશાસ્ત્રના માધ્યમ દ્વારા સાધ્ય કરવાની કલા મહાન દ્રષ્ટાઓને અવગત હતી. ઘરમાંની પ્રત્યેક વસ્તુ કેવી હોવી અને તે ક્યાં મૂકવી, તેનો ઝીણવટથી વિચાર કરનારું શ્રેષ્ઠ એવું વિવેચન હિંદુ વાસ્તુશાસ્ત્રમાં કર્યું છે. ‘ઘરમાં પૂજાઘર ક્યાં હોવું, ઘરેણાંનો કબાટ ક્યાં મૂકવો, આ અને આવા અનેક બાબતો પર નિશ્ચિત માર્ગદર્શન કરવામાં આવ્યું છે.’
૧. ભારતીય વાસ્તુશાસ્ત્રએ કરેલો વિચાર અન્ય દેશોમાં પ્રગત થયેલા વાસ્તુશાસ્ત્રમાં નથી !
‘વિદેશમાં પ્રગત થયેલા વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુની દૃઢતા (સજ્જડતા) પર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે ભારતીય વાસ્તુશાસ્ત્રમાં દૃઢતાની સાથે જ તે ઘરમાં રહેનારી વ્યક્તિ, તેમની માનસિક અવસ્થા અને તે વ્યક્તિઓનો ભગવાન સાથે રહેલો સંબંધ આ બાબતોનો પણ વિચાર કર્યો છે. બન્ને વાસ્તુશાસ્ત્રોમાં મૂળમાં આ ફેર હોવાનું કહીને ધારાશાસ્ત્રી વઝેએ કહ્યું, ‘‘આપણા વાસ્તુશાસ્ત્રને સૂર્યમાંથી નિકળનારાં કિરણ, ચુંબકીય આકર્ષણ અને પ્રમુખ દિશા-ઉપદિશા આ ત્રણેય બાબતોનો આધાર છે.’’
– દિશાચક્ર, પૃ. ૮૩, પ.પૂ. પરશરામ માધવ પાંડે મહારાજ, મહારાષ્ટ્ર
૨. પશ્ચિમી પદ્ધતિ અનુસાર બાંધેલી વાસ્તુઓ ૧૦ વર્ષમાં પડીભાંગે છે અને ભારતમાંનાં સહસ્રો વર્ષો પહેલાંનાં મંદિરો આજે પણ જેવા હતાં, એવી જ સ્થિતિમાં છે !
ક્યાં સહસ્રો વર્ષો પછી પણ સમુદ્રમાં ટકી રહેલો ‘રામસેતુ’ બાંધનારા સ્થાપત્યવિશારદ વાનરયંત્રજ્ઞ નલ, જ્યારે ક્યાં બાંધકામ થવા પહેલાં જ ભાંગી જનારા પુલ અને અન્ય મકાનો બાંધનારા આજના ભ્રષ્ટ સ્થાપત્યવિશારદ !
૩. વાસ્તુકળાનો ઇતિહાસ !
ભારતમાં વાસ્તુશાસ્ત્ર વેદકાળથી અસ્તિત્વમાં હોવાના અનેક પુરાવા મળે છે. ગૃહ્યસૂત્રમાં વાસ્તુશાસ્ત્રના અનેક સિદ્ધાંતો મળે છે. શુલ્બસૂત્રમાં યજ્ઞવેદીની રચના કરતી વેળાએ કઈ ઇંટો વાપરવી, તે કહ્યું છે. વાલ્મીકિ રામાયણમાં નગરો (શહેરો), તટ, (રક્ષણ માટે બાંધેલી ભીંત) કિલ્લાઓના વર્ણનો પ્રત્યેક ઠેકાણે જોવા મળે છે.
વેદકાળથી જ વાસ્તુશાસ્ત્ર વિકસિત થયું હોવાના પુરાવા તરીકે ભારતનાં દેવાલયો જોઈ શકાશે. આ દેવાલયોનો ઇતિહાસ અભ્યાસપૂર્ણ રીતે ચકાસવાથી જોવામાં આવે છે કે, આ દેવાલયોની નિર્મિતિમાં વેદાંત, યોગશાસ્ત્ર આ સિવાય ભૂગોળ, ભૌતિક, ગણિત, ભૂમિતિ આદિ શાસ્ત્રોનો, તેમજ ગુરુત્વાકર્ષણ ઇત્યાદિ નિયમોનો ઉપયોગ કરેલો છે. વૈજ્ઞાનિક તત્ત્વોનો કલાપૂર્ણ ઉપયોગ કરનારાં આ દેવાલયો બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ સાથે જ સમાજધારણા પણ કરતાં હતાં, એટલું જ નહીં પણ ‘દેવાલયો’ એ તે સમયમાં સમાજજીવનનાં કેંદ્રસ્થાને હતાં, એવું જોવા મળે છે.
– શ્રી. સંજય મુળ્યે, રત્નાગિરી
૪. વેદકાળથી વિકસિત થયેલું વાસ્તુશાસ્ત્ર અને વિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે ‘હિંદુઓનાં દેવાલયો’ !
વેદકાળથી જ વાસ્તુશાસ્ત્ર વિકસિત થયું હોવાના પુરાવા તરીકે ભારતમાંના દેવાલયો જોઈ શકાશે. આ દેવાલયોની નિર્મિતિમાં વિજ્ઞાન અને અધ્યાત્મનો સરસ સંબંધ જોડેલો જોવા મળે છે. દેવાલયોના વાસ્તુશાસ્ત્રનો અભ્યાસ કરીને તેનું અવતરણ સમાજમાં કરવું, એ જ આજના વિજ્ઞાનયુગમાંના વાસ્તુશાસ્ત્રજ્ઞો માટે મોટું આવાહન છે.
૫. ચુંબકશક્તિનો ઉપયોગ કરીને મંદિરમાંની મૂર્તિની પ્રતિષ્ઠાપના કરવી !
દેશના પશ્ચિમ કિનારે આવેલા સોમનાથ મંદિરમાં પણ ચુંબકશક્તિનો ઉપયોગ કરીને શિવલિંગ લટકતું મૂકવામાં આવ્યું હતું, એમ કહેવાય છે. કોણાર્ક ખાતેનું સૂર્યમંદિર ઘણું ભવ્ય હતું. આ મંદિરમાં ચુંબકશક્તિનો ઉપયોગ કરીને સૂર્યની મૂર્તિની પ્રતિષ્ઠાપના કરવામાં આવી હતી. મંદિરમાંની ચુંબકશક્તિનું સમુદ્રમાંના જહાજો પર પરિણામ દેખાઈ આવતું હતું.
૬. પ્રાચીન શિવ-દેવાલયોની વિશિષ્ટતા !
શિવ-દેવાલયોની રચના નૈસર્ગિક રીતે વાયુ-નિબદ્ધ (એર-કંડિશનિંગ) કરેલી જોવા મળે છે. દેવાલયમાંનું ગર્ભગૃહ ઊંડે ભૂમિમાં નિર્માણ કરેલું જોવા મળે છે.
૬ અ. સૂર્યકિરણો અનુસાર રચના – સમયનો અંદાજ દેનારાં સૂર્ય મંદિરનાં પૈડાં !
વેદાંત, યોગશાસ્ત્ર આ સિવાય ભૌતિકશાસ્ત્રનો પણ દેવાલયની વાસ્તુનિર્મિતિમાં વિચાર કરેલો જોવા મળે છે. કેટલાંક દેવાલયોમાં ઉત્કૃષ્ટ દિક-બંધન (દેવાલયની મૂર્તિ પર એક ચોક્કસ દિવસે જ સૂર્યોદયના પહેલા કિરણો પડે, તેવી વાસ્તુરચના કરવી) કર્યું હોવાનું દેખાય છે. કેટલાંક દેવાલયોની સામે નાના નાના ઝરોખા એવા છે કે, કોઈપણ ઋતુમાં સૂર્યના પહેલા કિરણો મૂર્તિ પર પડે છે. પુણે નજીક યવતમાળની ટેકડી પર આવું શિવમંદિર છે.
કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશાનો મધ્યયુગ કાળનો વાસ્તુકળાનો એક સર્વોત્કૃષ્ટ નમુનો છે. એક વિશાળ રથ જેવું લાગનારું કોણાર્કના સૂર્યમંદિરને પૈડાંની ૧૨ જોડીઓ લાગેલી છે. આ ભવ્ય રથને ૭ હૃષ્ટપુષ્ટ ઘોડાઓ ખેંચતા હોવાનું જોવા મળે છે. રથને લગાડેલા આ પૈડાં ઘડિયાળનું પણ કામ કરે છે. આ પૈડાં સામાન્ય નથી, પરંતુ યોગ્ય સમય બતાવનારા ઘડિયાળો છે. આ પૈડાંની ધરીનો પડછાયો એ રીતે પડે છે કે, માસ, તિથિ અને સમય બરાબર સમજી શકાય છે.
૬ આ. વેરૂળ
વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ વેરૂળનું કૈલાસ લેણે (ગુફામાંનું કોતરકામ) જોઈએ, તો આપણા ધ્યાનમાં આવશે કે, કેવી રીતે તેનું બાંધકામ કર્યું છે. શિખરથી માંડીને નીચે સુધી એક પત્થરમાં તે કંડારાયેલું છે, અર્થાત્ તે વાસ્તુશિલ્પીઓને કયા સ્તર સુધી તે વાસ્તુરચનાનો વિચાર કરવો પડ્યો હશે ? તેમને માપવાની કઈ પદ્ધતિઓ વાપરવી પડી હશે અને તેમણે તે કેવી રીતે કર્યું હશે, તેનો આપણે વિચાર પણ કરી શકતા નથી, એટલું તો તે ભવ્ય છે.
૬ ઇ. નાદશાસ્ત્ર પર આધારિત દેવાલયનાં સ્તંભ
કન્યાકુમારીના દેવાલયમાં એક બાજુએ સપ્તસ્વરોનો પત્થરનો સ્તંભ છે, જ્યારે બીજી બાજુએ મૃદુંગના ધ્વનિ સ્તંભમાં બેસાડ્યા છે. પત્થરનો નાદ વિશિષ્ટ સ્વરમાં જ આવે, તે માટે તેનો પરિઘ (વર્તુળનો ઘેરાવો) કેટલો લેવો પડશે, પત્થરને અંદરથી કેટલો કોતરવો, તેનું અચૂક ગણિત અને શાસ્ત્ર તેની પાછળ છે.
૬ ઈ. હેમાડપંથી દેવાલય
પત્થરોને એકબીજામાં બંધબેસતા બેસાડીને કરેલો આ વાસ્તુરચના-કૌશલ્યનો સજ્જડ (નજરે ચડે તેવો) પ્રકાર છે.
મયસભા અર્થાત્ ભ્રમ ઉત્પન્ન કરીને જળ દેખાવાને બદલે ‘ભૂમિ છે’, એમ લાગતું હોય છે. ‘અગસ્તિ સંહિતામાં સોનાનો ઢોળ ચડાવવાની વિદ્યા (ગોલ્ડ પ્લેટિંગ) કહી છે.’ મહાભારતમાં તેનો ઉલ્લેખ છે.
– ડૉ. પદ્માકર વિષ્ણુ વર્તક, માસિક ભાગ્યનિર્ણય
૬ ઉ. વિશિષ્ટતાપૂર્ણ સુરક્ષાવ્યવસ્થા ધરાવતો ગોવળકોંડા ખાતેનો કિલ્લો !
‘એક કિલ્લામાંની વિશિષ્ટતાપૂર્ણ વાસ્તુશાસ્ત્રના સંદર્ભમાં આવેલો એક અનુભવ હું કહું છું. હૈદરાબાદ ખાતે ગોવળકોંડા ભાગમાં એક કિલ્લો છે. ત્યાં પહેલાં એક રાજા રહેતો હતો. કિલ્લા ફરતે ૪ – ૫ સંરક્ષક ભીંતો છે. તે ઘણી ઊંચી છે. શત્રુએ આક્રમણ કર્યા પછી તેમાંની જો ૨ – ૩ ભીંતો તોડે, તો પણ કિલ્લો સુરક્ષિત જ રહેતો હતો. અંતમાં જો ચોથી ભીંતની અંદર શત્રુ જો ધીમેથી પણ પગ મૂકે, તો પણ તે ભીંતની સૌથી ઉપરની બાજુએ ધડધડ એવો નાદ આવતો. તેને કારણે શત્રુ કેટલો નજીક આવ્યો છે, રાજાને તેનો અંદાજ આવીને અન્ય સુરક્ષિત સ્થાન પર જવું અથવા આક્રમણ કરવા વિશે નિર્ણય લઈ શકાતો હતો.’ – શ્રી. વિનોદ યાદવ, વૈશાલી, બિહાર
૬ ઊ. ઉપગ્રહની ‘રેંજ’માં ન આવી શકનારું સ્થળ – શિવથરઘળ !
‘નેટવર્ક’ હોવા છતાં પણ શિવથરઘળથી ભ્રમણભાષ કરી શકાતો નથી. ‘સિગ્નલ’ મળવા છતાં પણ ભ્રમણભાષ શા માટે કરી શકાતો નથી ?’, આ વિશે અમેરિકામાં સ્થાયિક થયેલા ભારતીય શાસ્ત્રજ્ઞએ એક અઠવાડિયું શિવથરઘળમાં રહીને સંશોધન કરીને લેખ લખ્યો છે, તે આગળ ટૂંકમાં આપ્યો છે.
‘શિવથરઘળમાં ખુલ્લા આકાશ નીચે જર્મન, ચીની, જાપાની, અમેરિકન, બ્રિટિશ, કોરિયન આ રીતે સર્વ બનાવટના એક પણ યંત્રમાં એકપણ ઉપગ્રહની ‘રેંજ’ આવતી નહોતી. આ ચમત્કાર જ હતો. ઉપગ્રહ દેખાતો હતો; પણ યંત્રો તે શોધી શકતા નહોતા, અર્થાત્ પત્થરમાંની બખોલ ફરતે એવું કાંઈક ક્ષેત્ર હતું, જે ઉપગ્રહોની ‘ફ્રિક્વેન્સિઝ’ નીચે પહોંચવા દેતું નહોતું. આ યંત્ર વાપરનારી એક વ્યક્તિએ કહ્યું, ‘‘હું આખું જગત્ ફર્યો, પરંતુ જરાપણ ‘ફ્રિક્વેન્સી’ ન રહેલી કેવળ આ જ એક જગ્યા જોઈ.’’ ‘સમર્થ રામદાસસ્વામીએ કેટલા સૂક્ષ્મ સ્તર પર અભ્યાસ કરીને આ જગ્યા ચૂંટી છે !’, તેની પ્રતીતિ આવે છે.
સૌજન્ય : સોશીયલ મીડિયા
૬ એ. કિરણોત્સવ થઈ શકે તેવી શ્રી મહાલક્ષ્મી મંદિરની રચના !
કોલ્હાપુર ખાતેના મહાલક્ષ્મી મંદિરમાં પ્રતિવર્ષ ૨ વાર કિરણોત્સવ થાય છે. મંદિરનું બાંધકામ કરતી વેળાએ પૃથ્વીના વેગનો ઝીણવટથી અભ્યાસ કરવામાં આવ્યો છે. સૂર્યના દક્ષિણાયન અને ઉત્તરાયણનો અચૂક અભ્યાસ કરેલો છે. સૂર્યના દક્ષિણાયન અને ઉત્તરાયણ પ્રારંભના સમયે થનારો કિરણોત્સવ એ પુરાતન કાળમાંના પ્રગત સ્થાપત્ય અને ખગોળ શાસ્ત્રનો એક અભૂતપૂર્વ એવો સુરેખ સંગમ જ છે. શ્રી મહાલક્ષ્મી મંદિરના મુખ્ય ગરૂડ મંડપથી ગર્ભગૃહમાં ૧૮૫ મીટર અંદર રહેલી મહાલક્ષ્મીદેવીની મૂર્તિ પર સૂર્યાસ્તનાં કિરણો પડે છે. આ કિરણોત્સવના પહેલા દિવસે સૂર્યાસ્તનાં કિરણો દેવીના પગ સુધી, બીજા દિવસે મધ્ય સુધી અને ત્રીજા દિવસે પૂર્ણ મૂર્તિ પર બિરાજમાન થાય છે.
૬ ઐ. આધ્યાત્મિક દૃષ્ટિએ લાભદાયક રહેલું અને સહસ્ર વર્ષો કરતાં જૂની પરંપરા ધરાવતું ‘આયુરગૃહ’, અર્થાત્ આયુર્વેદિક ઘર !
માનવીનું આયુષ્ય કેટલાંક વર્ષોનું હોય છે, જ્યારે દેવતા ચિરંતન છે. તેને કારણે ભારતમાં પ્રાચીન કાળથી માનવી માટે કેટલાંક દસકા અથવા શતક ટકી શકે તેવા માટીના ઘર બનાવવામાં આવતા હતાં, જ્યારે દેવતાઓની મૂર્તિઓની સ્થાપના સહસ્રો વર્ષો ટકી શકે તેવા પત્થરનાં મંદિરોમાં કરવામાં આવતી હતી. માટીના ઘરો બનાવતી વેળાએ પણ આયુર્વેદ, વાસ્તુશાસ્ત્ર ઇત્યાદિ શાસ્ત્રોમાં આપેલા નિર્દેંશોનું પાલન કરવામાં આવતું હતું. આવા ઘરોને કેરળમાં ‘આયુરગૃહ’ કહે છે. ઘર બનાવવા માટે વાપરવામાં આવતી માટીમાં કેટલીક વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઘરો આરોગ્ય માટે પૂરક હોવાથી તેમને ‘આયુરગૃહ’ કહે છે.
વધુ માહિતી વાંચો..https://www.sanatan.org/gujarati/8670.html
આધ્યાત્મિક દૃષ્ટિએ લાભદાયક રહેલું અને સહસ્ર વર્ષો કરતાં જૂની પરંપરા ધરાવતું ‘આયુરગૃહ’, અર્થાત્ આયુર્વેદિક ઘર !