વિષમ આહાર યોગ્‍ય કે અયોગ્‍ય ?

Article also available in :

માનવી શરીરનું ભરણ-પોષણ ‘અન્‍ન’ને કારણે થાય છે. આપણો આહાર સાત્ત્વિક હોવો જોઈએ. શાસ્‍ત્રમાં આહારનાં બે પાસાં કહ્યા છે. ચાલો, તે આપણે સમજી લઈએ.

 

૧. આહારનાં બે પાસાં

૧. સમ આહાર : હંમેશાં સારો

ઉદા. પુરણપોળી + ઘી અથવા કેરીનો રસ + ઘી

સારો આહાર : પુરણપોળી + ઘી

૨. વિષમ આહાર : હંમેશાં ખરાબ

ઉદા. ફ્રૂટ સલાડ (દૂધ + ફળો)


વિષમ આહાર : ફ્રૂટ સલાડ

 

૨. વિરુદ્ધ (વિષમ) આહારના પ્રકાર

કેટલાક અન્‍નપદાર્થો કેટલીક વ્‍યક્તિઓને દેશ, કાળ, અગ્‍નિ, પ્રકૃતિ, દોષ, વય ઇત્‍યાદિનો વિચાર કરીએ તો હાનિકારક પુરવાર થાય છે. આવા અન્‍નપદાર્થોનો તે વ્‍યક્તિ માટે વિરુદ્ધ આહારમાં સમાવેશ થાય છે. વિરુદ્ધ આહારના પ્રકાર આગળ જણાવ્‍યા છે.

૧. નિસર્ગતઃ વિરુદ્ધ : ઘેટાનું દૂધ અને રાઈના પાનનું શાક પચવામાં ભારે હોય છે અને પચ્‍યા પછી શરીરમાં દોષ વધારે છે.

૨. દેશવિરુદ્ધ : ભેજવાળી આબોહવા રહેલા સમુદ્રકિનારા પરના અથવા કળણ ભરેલા પ્રદેશમાં સ્‍નિગ્‍ધ અથવા શીત પદાર્થો વધારે પ્રમાણમાં ખાવા; તેનાથી શરીરમાં કફ દોષ વધે છે. શુષ્‍ક (કોરા) હવામાનમાં લૂખા અને તીખા પદાર્થો ખાવા.

૩. કાળવિરુદ્ધ : વસંત ઋતુમાં અથવા રાતના સમયે દહીં આરોગવાથી કફદોષ વધે છે. ઠંડીમાં ઠંડાં  અને ઉનાળામાં ઉષ્‍ણ (ગરમ) પદાર્થો ખાવા.

૪. અગ્‍નિવિરુદ્ધ : શરીરમાંનો અગ્‍નિ અર્થાત્ પચનશક્તિ. પચનશક્તિ અલ્‍પ (ઓછી) હોય તો પચવામાં ભારે અથવા ઠંડા પદાર્થ ખાવાથી અપચો થાય છે.

૫. પ્રકૃતિવિરુદ્ધ : પિત્ત પ્રકૃતિ ધરાવતી વ્‍યક્તિને તીખા, ખાટા અથવા ખારા અને ઉષ્‍ણ (ગરમ) પદાર્થો આપવાથી તેના શરીરમાંનું પિત્ત વધે છે.

૬. સાત્‍મ્‍યવિરુદ્ધ (ઍલર્જી) : એકાદ વ્‍યક્તિને જો એકાદ પદાર્થની ઍલર્જી હોય તો રેચ (ઝાડા) થવા, પેટમાં દુખવું, પિત્ત ચડવું ઇત્‍યાદિ લક્ષણો જોવા મળે છે.

૭. દોષવૃદ્ધિને કારણે વિરુદ્ધ : દૂધ અને માછલાં બન્‍ને કફ વર્ધક હોવાથી શરીરમાં કફ વધે છે.

૮. અન્‍ન રાંધવાના વાસણના ગુણના વિરુદ્ધ : તાંબા અથવા પિત્તળના વાસણમાં ખાટાં પદાર્થ મૂકવાથી ભૂરો રંગ આવે છે.

૯. વીર્યવિરુદ્ધ : શીત અને ઉષ્‍ણ અન્‍નપદાર્થોનું એકત્ર સેવન કરવું, ઉદા. માછલાં અને દૂધ. માછલાં ઉષ્‍ણ છે, જ્‍યારે દૂધ ઠંડું છે. તેથી લોહીવિકાર અને અપચન થાય છે.

૧૦. દિનચર્યાવિરુદ્ધ : વધારે ઊંઘ લેનારી વ્‍યક્તિને કફવર્ધક અન્‍ન આપવાથી કફ વધે છે.

૧૧. ક્રમવિરુદ્ધ : શૌચ કે પેશાબ લાગી હોય ત્‍યારે મલમૂત્ર વિસર્જન કર્યા વિના પહેલા જમવું.

૧૨. પાકવિરુદ્ધ : કાચા અથવા બળેલા અન્‍નપદાર્થો ખાવા. બે વાર તપાવેલા અથવા રાંધેલા અન્‍નપદાર્થો ઠંડા થયા પછી અથવા વાસી થયા પછી પાછા ઉષ્‍ણ (ગરમ) કરીને ખાવા નહીં.

૧૩. પ્રમાણવિરુદ્ધ : મધ, ઘી, તેલ, પ્રાણીની ચરબી સમપ્રમાણમાં ન ખાવી. ઘી અને મધ સમપ્રમાણમાં ન લેવું.

૧૪. મનવિરુદ્ધ : ન ભાવતા અન્‍નપદાર્થો ખાવા.

૧૫. સંયોગવિરુદ્ધ : બે અથવા અનેક અન્‍નપદાર્થો એકત્ર ખાવાથી શરીરને હાનિકારક થઈ શકે છે.

અ. દૂધની સાથે ફળો ખાવા નહીં; અર્થાત્ મિલ્‍કશેક, ફ્રૂટ સલાડ ખાવું નહીં.

આ. દૂધ સાથે કળથી, સામો, વાલ, મઠ, ગોળ, દહીં, આમલી, જાંબુડા અને કોઈપણ ખાટા પદાર્થો ખાવા નહીં.

ઇ. દૂધ સાથે લસણ, લીલા શાકભાજી અથવા મૂળા ખાવા નહીં. ઘણાં દિવસ આરોગવાથી ત્‍વચાના રોગ થાય છે.

ઈ. લીલા શાકભાજી અથવા મસાલાના પદાર્થો ખાધા પછી દૂધ પીવું નહીં.

ઉ. મગ-દાળની ખીચડીમાં દૂધ નાખવું નહીં.

ઊ. દહીંની સાથે ઉષ્‍ણ પદાર્થ, ફણસ, તાડગોળા, દૂધ, તેલ, કેળાં, માછલાં, માંસ, ચિકન અથવા ગોળ ખાવો નહીં.

એ. દૂધ, છાસ અથવા દહીં સાથે કેળું ખાવું નહીં.

ઐ. ચિકન અથવા હરણનું માંસ દહીં સાથે ખાવું નહીં.

ઓ. જુદા જુદા પ્રાણીઓનું માંસ એકત્રિત રાંધીને ખાવું નહીં.

ઔ. અડદની દાળ સાથે મૂળો ખાવો નહીં.

અં. મધ સાથે ઘી, ચરબી, તેલ અને પાણી, આમાંના બે, ત્રણ અથવા ચાર પદાર્થો એકત્ર, સમપ્રમાણમાં લેવા નહીં.

ક. મધ સાથે કમળબી ખાવા નહીં.

ખ. માછલાં અથવા કરચલાં, બતક જેવા જળચર પ્રાણીઓનું માંસ, મધ, ગોળ, દૂધ, મૂળા, ભાત, ફણગાવેલા કઠોળ, અડદ અથવા તલ સાથે ખાવા નહીં. ઘણાં દિવસ ખાધા પછી દૃષ્‍ટિ પર પરિણામ થાય છે. તેમજ શરીરમાં કંપારી (ધ્રૂજારી) છૂટવી, ન સંભળાવું, અસ્‍પષ્‍ટ ઉચ્‍ચાર થવા, માનસિક અસ્‍વસ્‍થતા અને મૃત્‍યુ આ લક્ષણો થાય છે.

ગ. પાલકને તલના તેલમાં તળીને ખાવો નહીં; તેને કારણે રેચ (ઝાડા) થાય છે.

ઘ. ફણસ ખાધા પછી પાનબીડું ન ખાવું.

 

૩. વિષમ આહારનાં દુષ્‍પરિણામ

વિષમ આહાર લીધા પછી તેનાં દુષ્‍પરિણામ તરત જ દેખાતાં નથી. ઘણાં દિવસ અથવા મહિના થયા પછી આગળ જણાવેલાં પરિણામ અને રોગ થવાની સંભાવના છે.

ત્‍વચાના રોગ, કોઢ, ફોલ્‍લીઓ થવી, રક્તક્ષય (ઍનેમિયા) અને લોહીના રોગ, રક્તસ્રાવ થવાની પ્રવૃત્તિ, મોઢાના રોગ, અપચન, પેટના વિકાર, રેચ, પેટ ફૂલવું, આમ્‍લપિત્ત, ગ્રહણી (ઘણા સમય સુધી ચાલનારા રેચ), સોજો, નબળાઈ, વજન ઘટવું, આળસ, ક્રોધ અને માનસિક વિકાર.

એકાદ માણસની પચનશક્તિ જો સારી હોય, તો ઝેર પણ પચાવી જાણે છે; પણ આંતરડાની અથવા ધાતુની પચનશક્તિ જો ઓછી હોય, તો તેને રોગ થવાનો સંભવ રહે છે.

આજકાલ આધુનિક વૈદ્યકશાસ્‍ત્રમાં ઘણાં રોગોનું મૂળ જડતું નથી. આવા રોગોમાં ‘ખાસ કરીને જૂના, ઘર કરી ગયેલા રોગોમાં ઉપર જણાવેલાં કારણોનો વિચાર કરવાથી ઉપચારની યોગ્‍ય દિશા મળી શકશે’.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘અન્‍નં બ્રહ્મ । ખંડ ૧’ અને ‘સાત્ત્વિક આહારનું મહત્ત્વ’

Leave a Comment