અનુક્રમણિકા
- ૧. વાસ્તુના પ્રકાર
- ૨. આધ્યાત્મિક લાભ થવા માટે આવશ્યક વાસ્તુની રચના
- ૩. વાસ્તુ સજાવતી વેળાએ આ બાબતો ટાળો !
- ૪. સ્નાનગૃહ અને શૌચાલયોનાં બારણાં હંમેશાં બંધ રાખવા આવશ્યક !
- ૫. વાસ્તુ વિશે કેટલાંક સૂત્રો
- ૬. ચૈતન્ય, સુંદરતા અને ઉત્સાહવર્ધક વાતાવરણથી યુક્ત સનાતનની વાસ્તુઓ !
- ૭. વાસ્તુની સ્વચ્છતા વ્યવસ્થિત કરો !
- ૮. જો દેવત્વનું અપમાન ન થવાનું હોય, તો જ ઘરને દેવતાનું નામ આપો !
- ૯. ઘર અથવા સદનિકા (ફ્લેટ) વેચાતો લેતી વેળાએ તેનામાંનાં સ્પંદનો સારા હોય, તો જ લેશો !
૧. વાસ્તુના પ્રકાર
ઉત્તમ
જે વાસ્તુના વચ્ચેના ભાગમાં સૂર્યકિરણો પડે છે, તેને ‘ઉત્તમ વાસ્તુ’ કહે છે. આવી વાસ્તુમાં આરોગ્ય અને સાધના માટેની ઊર્જા નિર્માણ થવામાં સહાયતા થાય છે.
મધ્યમ
જે વાસ્તુના મધ્યભાગ સિવાયના ભાગોમાં સૂર્યકિરણો આવે છે, આવી વાસ્તુને ‘મધ્યમ વાસ્તુ’ કહે છે.
કનિષ્ઠ
જે વાસ્તુમાં સૂર્યપ્રકાશ સીધો આવવાને બદલે પરાવર્તિત થઈને આવે છે, તે વાસ્તુને ‘કનિષ્ઠ વાસ્તુ’ કહે છે.
૨. આધ્યાત્મિક લાભ થવા માટે આવશ્યક વાસ્તુની રચના
સાધકને સાધના કરવા માટે કક્ષના છાપરાનો આકાર શિખા ભણીના નારિયેળના અડધા ભાગ જેવો હોવો જોઈએ. તેને કારણે સાધકનું મન સાધનામાં વહેલું એકાગ્ર થાય છે. પ્રાચીન ઋષિઓની કુટીરનો આકાર આ પ્રમાણે જ હતો.
સાધના કરવા માટે આવશ્યક ઓરડીની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અન્ય ઓરડીઓની તુલનામાં ઓછી હોવી.
૩. વાસ્તુ સજાવતી વેળાએ આ બાબતો ટાળો !
વર્તમાનમાં વાસ્તુમાં સભાગૃહ (મુખ્ય ઓરડો)ની અંતર્ગત સજાવટને મહત્ત્વ આપવામાં આવે છે. ઘર લીધા પછી ‘અંદરનો ભાગ એકદમ ચળકતો, આરામદાયી, આકર્ષક હોવો’, એવું લાગે છે. તેને કારણે સામગ્રી મૂકતી વેળાએ વિવિધ પ્રકારની મૂર્તિઓ, તેમાં પણ શ્રી ગણેશજીની મૂર્તિઓ મૂકવામાં આવે છે. દેવતાની મૂર્તિ હંમેશાં પૂજાઘરમાં જ હોવી જોઈએ, અન્યત્ર મૂર્તિ રાખવાથી તેની પૂજા-અર્ચના થતી નથી, તેના પર ધૂળ બેસે છે. તેથી એક રીતે દેવતાનું અપમાન જ થાય છે. તેથી તેમ કરવું ટાળવું.
૪. સ્નાનગૃહ અને શૌચાલયોનાં બારણાં હંમેશાં બંધ રાખવા આવશ્યક !
સ્નાનગૃહ અને શૌચાલયોનાં બારણાં હંમેશાં બંધ રાખવા જોઈએ. આ ઠેકાણે આપણે મળ-મૂત્ર વિસર્જન કરીએ છીએ. શરીરમાંના ત્યજવા યોગ્ય પદાર્થો નાખી દેતા હોઈએ છીએ. તેને કારણે ત્યાં ત્રાસદાયક સ્પંદનોનું પ્રમાણ વધારે હોય છે. તેનાં બારણાં ખુલ્લા રાખવાથી આ સ્પંદનો બાજુની ઓરડીમાં ફેલાય છે અને તેનું પરિણામ તે ઓરડીમાં રહેનારાઓ પર થાય છે.
૫. વાસ્તુ વિશે કેટલાંક સૂત્રો
અ. ‘જેવી રીતે આગગાડીના ડબ્બા એક-પાછળ-એક હોય છે, તે પ્રમાણે વાસ્તુની રચના ન હોવી.
આ. વાસ્તુની દક્ષિણ બાજુ પૂર્ણ રીતે બંધ હોવી જોઈએ. ત્યાં બારણાં અથવા બારી ન હોવી જોઈએ. દક્ષિણ દિશામાં ભંગાર વસ્તુઓ ન હોવી જોઈએ. અન્ય દિશાઓની તુલનામાં ત્યાં વધુ સ્વચ્છતા હોવી જોઈએ.
ઇ. વાસ્તુની મુખ્ય બારણાની ચોકટ અને ઉંબરામાંથી વિશિષ્ટ ઘનીભૂત દૈવી સ્પંદનોની નિર્મિતિ થવામાં સહાયતા થાય છે. તેથી વાસ્તુમાં અનિષ્ટ શક્તિઓનો પ્રવેશ કરવા માટે પ્રતિરોધ થાય છે. તે માટે મુખ્ય બારણાને ઉંબરો હોવો આવશ્યક છે.
ઈ. પૂર્વ અને પશ્ચિમ દિશાઓની બારીઓ સાવ સામસામી ન હોવી જોઈએ. તેમાં ફેર હોવો જોઈએ; કારણકે બન્ને બારીઓમાંથી એકજ સમયે પવન આવવાથી વાસ્તુમાં દબાણ નિર્માણ થાય છે. તેથી મનમાં અસ્વસ્થતા નિર્માણ થાય છે.
ઉ. વાસ્તુનું ચણતર કરતી વેળાએ ઓછામાં ઓછું ૨૦ ટકા લાકડાનો ઉપયોગ કરવો.
ઊ. વાસ્તુ ભૂમિને સાવ સમાંતર રહેવા કરતાં થોડી ઊંચાઈ પર હોવી. તેને કારણે ત્રાસદાયક ભૂગર્ભલહેરો અને પાતાળમાંથી આવનારી અનિષ્ટ લહેરો સામે વાસ્તુમાંની વ્યક્તિઓનું રક્ષણ થાય છે.’
– શ્રી. રામ હોનપ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૭.૩.૨૦૧૭)
૬. ચૈતન્ય, સુંદરતા અને ઉત્સાહવર્ધક વાતાવરણથી યુક્ત સનાતનની વાસ્તુઓ !
સનાતનના આશ્રમ અને સેવાકેંદ્રો આ વાસ્તુઓ વિશ્વમાં સર્વાધિક ચૈતન્યમય છે. ત્યાં સંતો, તેમજ નિયમિત સાધના કરનારા, ધર્માચરણી સાધકો રહે છે. નિયમિત સ્વચ્છતાનું નિયોજન કરીને, સેવાની વિભાગણી કરીને કરવામાં આવે છે. સાધકોમાં કોઈપણ પ્રકારના વિવાદ થતા નથી. યજ્ઞ, ધાર્મિક વિધિ નિત્ય ચાલુ જ હોય છે. તેને કારણે ત્યાં પ્રચંડ સાત્ત્વિકતા, ચૈતન્ય અને ઉત્સાહવર્ધક વાતાવરણ નિર્માણ થયું છે. એટલું જ નહીં, જ્યારે આજુબાજુનો નિસર્ગ પણ અનુકૂળ છે. જેમાં કેરીના ઝાડની આશ્રમ પાસેની બાજુ આશ્રમ ભણી ઝૂકી હોય, તેમ દેખાય છે. ફૂલઝાડને ઘણાં ફૂલો આવે છે અને તે આશ્રમ ભણી વળેલાં હોય છે, જ્યારે ફળઝાડને ઘણાં ફળો આવે છે.
આશ્રમની લાદીઓ લીસી બની ગઈ છે અને કેટલીક લાદી પર પાણીમાં દેખાય તે પ્રમાણે પ્રતિબિંબ દેખાય છે. આશ્રમમાંની લાદીઓ પર ‘ૐ’ અને દૈવી ચિહ્નો ઉમટ્યાં છે.
વધુ જાણકારી વાંચવા માટે ભેટ આપો . . . . .સનાતન આશ્રમ
૭. વાસ્તુની સ્વચ્છતા વ્યવસ્થિત કરો !
સ્વચ્છતાનું નિયોજન મહિનામાં એકવાર કરવું. ત્યારે વાસ્તુમાંની અનાવશ્યક સામગ્રી કાઢી નાખવી. નિયમિત સ્વચ્છતામાં જે કૃતિઓ કરી શકાતી નથી, તે સામૂહિક સ્વચ્છતા સમયે કરવી. મોટાભાગના ઘરોમાં કામવાળી બાઈ કચરા-પોતા કરતી હોય છે. વાસ્તુદેવતાની કૃપાદૃષ્ટિ રહેવા માટે સ્વચ્છતા પ્રતિદિન સારી રીતે કરવી જ; પરંતુ મહિનામાં એકવાર વ્યવસ્થિત કરવી.
૮. જો દેવત્વનું અપમાન ન થવાનું હોય, તો જ ઘરને દેવતાનું નામ આપો !
‘કેટલાક લોકો ‘નવા ઘરનું નામ પાડવા વિશે કાંઈ શાસ્ત્ર છે ખરું’, એવું સાધકોને પૂછે છે. દેવતાનાં નામો સર્વાધિક સાત્ત્વિક અને ચૈતન્યયુક્ત હોવાથી ઘરને દેવતાનું નામ આપવું સૌથી યોગ્ય પુરવાર થાય છે. ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને તેની સાથે સંબંધિત શક્તિ એકત્રિત હોય છે’, આ અધ્યાત્મશાસ્ત્રીય સિદ્ધાંત હોવાથી ઘરને દેવતાનું નામ આપ્યા પછી દેવતાના નામ સાથે તેનો સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને સંબંધિત શક્તિ એકત્રિત આવે છે. આવા ઘરમાં અસ્વચ્છતા હોવી, વાસણો પછાડવા, ઝગડા થવા, રજ-તમપ્રધાન સંગીત સાંભળવું, માંસાહાર કરવો ઇત્યાદિ કૃતિઓને કારણે ઘરના દેવત્વનું અપમાન થાય છે. જે લોકો ઘરને દેવતાઓનું નામ આપે છે તેઓ ઘરની પવિત્રતા દેવાલય જેવી જાળવે, તો જ તેમની સાધના થાય છે.’
– (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે
૯. ઘર અથવા સદનિકા (ફ્લેટ) વેચાતો લેતી વેળાએ તેનામાંનાં સ્પંદનો સારા હોય, તો જ લેશો !
‘એકાદ ઘર અથવા સદનિકા વેચાતી લેતી વેળાએ કેવળ તે કયા ભાગમાં ઘર/સદનિકા છે ? મકાન કેટલું જૂનું છે ? બાંધકામ કેવું છે ? કિંમત કેટલી છે ? ઇત્યાદિ સૂત્રો સાથે જ ‘વાસ્તુમાં ત્રાસદાયક સ્પંદનો નથી ને ? સારાં સ્પંદનો છે ને ?’, આ સૂત્રોનો પ્રધાનતાથી વિચાર કરો. સ્પંદનો સારાં ન હોય અને ‘અન્ય સર્વ ઘટકો પૂરક છે’, એમ ભલે હોય, તો પણ તે વાસ્તુ લેશો નહીં. તેને કારણે ત્રાસ થશે. મનઃસ્વાસ્થ્ય સારું રહેશે નહીં. આરોગ્ય સારું રહેશે નહીં. વાસ્તુમાં સારાં સ્પંદનો જો ન હોય, તો શારીરિક, માનસિક, કૌટુંબિક, આર્થિક, આધ્યાત્મિક ઇત્યાદિ બધા જ અંગે ત્રાસ થવાની સંભાવના હોય છે. તે ત્રાસ દૂર કરવા માટે અનેક વિધિ કરવા પડે છે, તેમજ ઘણી સાધના પણ વેડફાય છે. તેમાં અનેક વર્ષો જાય છે.
રહેતા હોઈએ એ વાસ્તુમાં થોડાં અથવા મધ્યમ ત્રાસદાયક સ્પંદનો હોય તો તે માટે ઉપાય કરવા. ત્રાસ જો તીવ્ર હોય તો તે વાસ્તુ છોડીને અન્યત્ર રહેવા જવું.’
– (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે