અનુક્રમણિકા
૧. સંત વેણાબાઈનો જન્મ
સંત વેણાબાઈનો જન્મ વર્ષ ૧૬૨૭માં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો. તેઓ રાધિકાબાઈ અને ગોપજીપંત ગોસાવીનાં દીકરી. વિવાહ પછી તેઓ મિરજના દેશપાંડેના ઘેર ગયાં અને થોડા સમયમાં જ, કેવળ દસ વર્ષની વયે વિધવા બન્યાં. ત્યાં જ તેમણે સમર્થ રામદાસનું શિષ્યત્વ સ્વીકાર્યું. સમર્થએ તેમને કીર્તન કરવાની અનુમતિ આપી હતી. તે મધ્યયુગીન સમયમાં વિધવા સ્ત્રીએ કીર્તન કરવું એ એક ક્રાંતિ જ હતી. વેણાબાઈને તો ઘણો ત્રાસ સહન કરવો પડ્યો. તેમનું સમર્પણ એટલે એક કસોટી જ હતી. સમર્થ મિરજ અને કોલ્હાપુર ઘણીવાર જતા. ત્યાં હંમેશાં તેમના કીર્તન થતાં. વેણાબાઈ તેમના કીર્તનમાં અગત્યતાપૂર્વક જતાં. સાસુ-સસરા એકનાથ મહારાજના અનુગૃહીત હતા. તેથી ઘરમાંથી કોઈપણ વિરોધ નહોતો.
૨. આર્તતાથી શ્રીરામ ભગવાનને વિનવણી કરતી વેણાબાઈ
કાન્હોપાત્રાએ વિઠ્ઠલના શ્રીચરણોમાં પ્રાણત્યાગ કર્યો. પણ તેઓ તો ભગવાન જ હતા. તેમ છતાં સમાજ દ્વારા તેમને શું શું સહન કરવું પડ્યું. તેવી જ રીતે વેણાબાઈ રામનામનો જાપ તો કરતા જ હતા. તે સાથેજ યુવાન, તેજસ્વી, વિવાહવેદી પરથી સાવધાન થઈને નીકળી ગયેલા બ્રહ્મચારીનો તેઓ આદર કરતા હતા. પ્રત્યેક કીર્તન માટે જતા હતાં. અનુગ્રહ માગતા હતાં. એકાદ બાલવિધવાએ સમર્થદર્શન માટે ઉત્સુક હોવું, કીર્તન, પ્રવચન માટે જવું આનાથી ટીખળિયા લોકોનું સારું ફાવી ગયું. માતા-પિતાને લોકનિંદાનો સામનો કરવો પડ્યો. તે જોઈને વેણાબાઈ આર્તતાથી ગાય છે,
અભંગ
અર્થ : હું તમારી જ છું. મારા પર કૃપા કરજો પ્રભુ રામ, ભાવથી, અભાવથી, કુભાવથી, પણ તમારી જ છું.
મારા પર કૃપા કરજો પ્રભુ રામ !
સારાં-નરસાં નષ્ટ થાય, પણ હું તમારી જ છું, મારા પર કૃપા કરજો પ્રભુ રામ !
હીન, દીન અપરાધી વેણાબાઈ કહે છે, હું તમારી જ છું, મારા પર કૃપા કરજો પ્રભુ રામ !!
આર્તતાથી શ્રીરામ ભગવાનને વિનવણી કરતી વેળાએ વેણાબાઈએ શ્રીસમર્થ પાસે પણ અનુગ્રહ માટે હઠ કરી. પરંતુ ‘હજી સમય આવ્યો નથી’ એમ કહીને સમર્થ દેશાટન માટે નીકળી ગયા.
૩. વેણાબાઈને ઝેર પાયું
કહેવાય છે કે, વેણાબાઈ વિશેની જનનિંદા અસહ્ય થઈને ઘરવાળાઓએ તેમને ઝેર પાયું. તેમાંથી પણ સમર્થએ વેણાબાઈને તારી લીધાં, એવી પણ આખ્યાયિકા છે. પરંતુ પછી સમર્થએ વેણાબાઈને એમનાં ભાગ્ય ઉપર છોડી દીધા નહીં. ઘરવાળાઓએ પણ વેણાબાઈને મઠમાં જવાની અનુમતિ આપી. મઠના નિત્યકર્મો પતાવીને વેણાબાઈ વાચન, મનન અને પોતાની (આધ્યાત્મિક) પ્રગતિ સાધ્ય કરતા ગયાં.
સમર્થ પ્રત્યેક રામનવમી ઉત્સવ પહેલાં ચૂંટેલા શિષ્યોને લઈને ભિક્ષા માટે જતા હતા. તે સમયમાં એકાદ મહત્ત્વની વ્યક્તિને ચાફળ ખાતે રાખીને ઉત્સવનું સર્વ દાયિત્વ તેના પર સોંપવામાં આવતું હતું. એક વર્ષ આ દાયિત્વ વેણાસ્વામીને સોંપવામાં આવ્યું. રામભગવાનની આ સેવા વેણાબાઈ મનઃપૂર્વક કરતા હતાં. તેમને તેમની સેવાની પહોંચ-પાવતી આપવી જોઈએ, એવું રામભગવાનના મનમાં આવ્યું. ઉત્સવના બરાબર ૧૫ દિવસ પહેલાં વેણાબાઈ બીમાર થયાં. તેમને એટલો તો તાવ આવ્યો કે, તેઓ ચાલી પણ શકતા ન હતા. જે રીતે વિવિધ રૂપો ધારણ કરીને સંત જનાબાઈ, સંત એકનાથ આ સંતોની સેવા કરી, તે પ્રમાણે રામભગવાને રામાબાઈનું રૂપ લીધું અને ઉત્સવની સર્વ તૈયારી કરી. હું બત્તીસ શિરાળા ગામની છું અને રામદાસ સ્વામીએ મને તમારી સહાયતા માટે મોકલી છે, એવું રામાબાઈએ વેણાબાઈને જૂઠું જ કહ્યું. સમર્થ ભિક્ષાટનથી પાછા ફર્યા પછી સર્વ બાબતોનો ખુલાસો થયો અને રામાબાઈ ગુપ્ત થયાં.
વેણાબાઈની સમાધિ સજ્જનગઢ ખાતે છે. રામદાસસ્વામીએ વર્ષ ૧૬૫૬ માં બાંધેલો વેણાબાઈનો મઠ મિરજ ખાતે છે. વેણાબાઈને આદરથી વેણાસ્વામી કહેવામાં આવે છે.