કંબોડિયા ખાતે ‘નોમ દેઈ’ ગામમાં ભગવાન શિવજીનું બાંધેલું ‘બંતે સરાઈ’ મંદિર !

Article also available in :

અનુક્રમણિકા

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના નેતૃત્‍વ હેઠળ મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયના જૂથનો ‘દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોનો અભ્‍યાસ કરવા માટે પ્રવાસ’

‘મહાભારતમાં જે ભૂભાગને ‘કંભોજ દેશ’ તરીકે સંબોધવામાં આવ્‍યો છે, તે ભૂભાગ એટલે વર્તમાનનો કંબોડિયા દેશ ! અહીં ૧૫મા શતક સુધી હિંદુઓ રહેતા હતા. ‘વર્ષ ૮૦૨ થી ૧૪૨૧ના સમયગાળામાં અહીં ‘ખમેર’ નામનું હિંદુ સામ્રાજ્‍ય હતું’, એવું કહેવામાં આવે છે. ખરુંજોતાં કંભોજ પ્રદેશ કૌંડિણ્‍ય ઋષિનું ક્ષેત્ર હતું, તેમજ કંભોજ દેશ ‘નાગલોક’ પણ હતો. ‘કંભોજ રાજા મહાભારતના યુદ્ધમાં સહભાગી થયા હતા’, એવો ઉલ્‍લેખ પણ કેટલાક ઠેકાણે જોવા મળે છે. ‘નાગલોક’ હોવાથી આ ‘શિવક્ષેત્ર’ પણ છે. અહીં મહેંદ્ર પર્વત પર શ્રીવિષ્‍ણુનું વાહન ગરુડ હોવાનું કહેવામાં આવે છે. તેને કારણે આ ‘શ્રીવિષ્‍ણુક્ષેત્ર’ પણ છે.

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

 

૧. રાજા રાજેંદ્રવર્મન (દ્વિતીય)એ તેના ૨ મંત્રીઓને ભૂમિ આપવી, ત્‍યાર પછી તે મંત્રીઓએ એક નાનું નગર નિર્માણ કરીને તેના વચ્‍ચેના ભાગમાં શિવ-પાર્વતી મંદિર બાંધીને તેનું ‘ત્રિભુવન મહેશ્‍વર’, એવું નામ રાખવું અને આ જ તે ‘બંતે સરાઈ’ મંદિર હોવું

‘દસમા શતકનો રાજા રાજેંદ્રવર્મન (દ્વિતીય) યશોધરપુરમાં રાજ્‍ય કરતો હતો ત્‍યારે તેણે તેના રાજદરબારમાંના વિષ્‍ણુકુમાર અને યજ્ઞવરાહ આ ૨ મંત્રીઓને એક મોટી ભૂમિ આપી. આ બન્‍નેએ તે ઠેકાણે ‘ઈશ્‍વરપુર’ નામનું નાનું નગર નિર્માણ કર્યું. આ નગર એટલે જ વર્તમાનનું ‘નોમ દેઈ’ ગામ. વિષ્‍ણુકુમાર અને યજ્ઞવરાહે ઈશ્‍વરપુરના વચ્‍ચેના ભાગમાં ભગવાન શિવ અને પાર્વતીદેવીનું એક મંદિર બાંધ્‍યું અને તે મંદિરનું નામ ‘ત્રિભુવન મહેશ્‍વર’ એમ પાડ્યું. આ મંદિર એટલે જ વર્તમાનનું ‘બંતે સરાઈ’ મંદિર ! (છાયાચિત્ર ક્રમાંક ૧ જુઓ.) કાપેલા પત્‍થરથી ચણેલું આ મંદિર અતિશય સુંદર છે; પણ હવે તે જીર્ણ થઈ ગયું છે. ત્‍યાંના શિલાલેખ પર ‘આ મંદિરનો કલશારોહણ ૨૨ એપ્રિલ ૯૬૭ના દિવસે થયો’, એવો ઉલ્‍લેખ જોવા મળે છે.

અંકોર વાટ થી મહેંદ્ર પર્વત આ અંતર ૭૦ કિ.મી. જેટલું છે. મહેંદ્ર પર્વતના માર્ગ પર રહેલા ‘નોમ દેઈ’ ગામમાં એક સમયે અનેક ક્ષત્રિય મહિલાઓ રહેતી હતી. ‘બંતે સરાઈ’ મંદિર એટલે તેમનો કિલ્‍લો હોવો જોઈએ’, એવું સ્‍થાનિક લોકો માને છે. ‘બંતે’ એટલે કિલ્‍લો અને ‘સરાઈ’ આ શબ્‍દ ‘સ્‍ત્રી’ શબ્‍દનો અપભ્રંશ છે. અંકોર પરિસરમાંના સેંકડો મંદિરોમાંથી આ સૌથી નાનું મંદિર છે અને તેમાંની શિલ્‍પકળા અને કોતરકામ અન્‍ય કોઈપણ મંદિરમાં જોવા મળતી નથી.

અંકોર વાટથી મહેંદ્ર પર્વત ભણી જનારા માર્ગ પર રહેલા ‘નોમ દેઈ’ ગામમાંના ૧ સહસ્ર વર્ષથી પ્રાચીન રહેલું ‘ત્રિભુવન મહેશ્‍વર’ મંદિર એટલે જ આજનું ‘બંતે સરાઈ’ મંદિર !

 

શિવ-પાર્વતી મંદિરના તોરણદ્વાર પર અતિશય સુંદર પદ્ધતિથી કંડારેલું કોતરકામ

 

મંદિરના દ્વાર પર રહેલા શિલ્‍પમાં ‘નૃસિંહ અવતાર હિરણ્‍યકશિપુનો વધ કરતી વેળાનો’ કંડારેલો પ્રસંગ (વર્તુળમાં મોટો કરી બતાવ્‍યો છે.)

 

૨. શિવ-પાર્વતી મંદિરના પરિસરમાં શ્રીવિષ્‍ણુ-મહાલક્ષ્મી મંદિર હોવાના પુરાવા હોવા, તેમજ આ મંદિરની ભીંતો અને બારણાં પર રામાયણમાંના અને દેવતાઓનાં અનેક શિલ્‍પ કંડારેલાં હોવાં

શિવ-પાર્વતી મંદિરના પરિસરમાં શ્રીવિષ્‍ણુ-મહાલક્ષ્મી મંદિર હોવાના પુરાવા છે. એ જ આ મંદિરની વિશિષ્‍ટતા છે. વર્તમાનમાં આ બન્‍ને મંદિરો ભગ્‍ન અવસ્‍થામાં છે. આ મંદિરોની અલગ અલગ ભીંતો પર અનેક સુંદર શિલ્‍પો કંડારેલાં છે. તેમાં મુખ્‍યત્‍વે વાલી-સુગ્રીવ યુદ્ધ, હિરણ્‍યકશિપુનો વધ કરતી વેળાએ નૃસિંહ ભગવાન (છાયાચિત્ર ક્રમાંક ૩ જુઓ), અપ્‍સરા તિલોત્તમાને પ્રાપ્‍ત કરવા માટે એકબીજા સાથે યુદ્ધ કરનારા સુંદ-ઉપસુંદ નામક અસુરો, સીતાનું અપહરણ કરતી વેળાએ રાવણ, કૈલાસ પર્વત પર બિરાજમાન ભગવાન શિવ, કૈલાસ પર્વત ઉપાડતી વેળાએ રાવણાસુર, ખાંડવવન ભક્ષણ કરતી વેળાએ અગ્‍નિદેવ અને તેને સહાયતા કરનારા શ્રીકૃષ્‍ણ-અર્જુન, ભગવાન શિવ પર બાણ છોડતી વેળાએ કામદેવ અને ભગવાન શિવે  તેને ત્રીજી આંખથી ભસ્‍મ કર્યો હોવાનું દૃશ્‍ય ઇત્‍યાદિ શિલ્‍પોનો સમાવેશ છે.

 

૩. શિવ-પાર્વતી મંદિરમાંના અલગ અલગ તોરણદ્વારો પર સુંદર કોતરકામ હોવું, તેમજ શિવ-પાર્વતી મંદિર અને વિષ્‍ણુ-મહાલક્ષ્મી મંદિર આ મંદિરોના તોરણદ્વારો પર ક્રમવાર નંદી અને ગરુડના શિલ્‍પ કંડારેલાં હોવાં

શિવ-પાર્વતી મંદિરની હજી એક વિશિષ્‍ટતા એટલે મંદિરની અલગ અલગ દિશાઓમાં તોરણદ્વાર છે અને તેના પર પણ અતિશય સુંદર કોતરકામ કરેલું છે. (છાયાચિત્ર ક્રમાંક ૨ જુઓ.) તેના પર કંડારેલાં શિલ્‍પો જે વિશ્‍વમાં ક્યાંય પણ નહીં હોય, એટલાં વિશેષ છે. શિવ-પાર્વતી મંદિર અને વિષ્‍ણુ-મહાલક્ષ્મી મંદિર આ મંદિરોના તોરણદ્વારો પર ક્રમવાર નંદી અને ગરુડનાં શિલ્‍પો કંડારેલાં છે.’

શ્રી. વિનાયક શાનભાગ, કંબોડિયા

‘ભારતથી ૩ સહસ્ર કિલોમીટર દૂર આવેલા કંબોડિયામાં પહેલેથી જ હિંદુ સંસ્‍કૃતિ કેવી રીતે વિદ્યમાન હતી, તે અમને સમીપથી જોવાનું ભાગ્‍ય મળ્યું. તે માટે અમે મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયના સંસ્‍થાપક સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા કરીએ છીએ.’

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

Leave a Comment