શ્રીલંકા ખાતે સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપી, તે સ્‍થાન પર થયેલી અવિસ્‍મરણીય યાત્રા !

Article also available in :

અનુક્રમણિકા

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ અને વિદ્યાર્થી-સાધકોએ કરેલી શ્રીલંકાની રામાયણ સાથે સંબંધિત અભ્‍યાસ યાત્રા !

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

રામાયણમાં જે ભૂભાગને લંકા અથવા લંકાપુરી કહ્યું છે, તે સ્‍થાન એટલે વર્તમાનનો શ્રીલંકા  દેશ છે. ત્રેતાયુગમાં શ્રીમહાવિષ્‍ણુએ શ્રીરામાવતાર ધારણ કર્યો અને લંકાપુરીમાં જઈને રાવણાદિ અસુરોનો નાશ કર્યો. યુગોથી આ ઠેકાણે હિંદુ સંસ્‍કૃતિ જ હતી. ૨ સહસ્ર ૩૦૦ વર્ષો પહેલાં રાજા અશોકનાં પુત્રી સંઘમિત્રાને કારણે શ્રીલંકામાં બૌદ્ધ પંથ પ્રચલિત થયો. હવે ત્‍યાં ૭૦ ટકા લોકો બૌદ્ધ છે. એમ ભલે હોય, તેમ છતાં પણ શ્રીલંકામાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સાથે સંબંધિત અનેક સ્‍થાનો છે. વાલ્‍મીકિ રામાયણમાં મહર્ષિ વાલ્‍મીકિએ જે લખ્‍યું, તે પ્રમાણે બન્‍યું હોવાના અનેક પુરાવા શ્રીલંકા ખાતે મળી આવે છે. શ્રીરામ, સીતા, હનુમાન, લક્ષ્મણ, રાવણ અને મંદોદરી સાથે સંબંધિત અનેક સ્‍થાનો, તીર્થો, ગુફાઓ, પર્વત અને મંદિરો શ્રીલંકામાં છે. ‘આ સર્વ સ્‍થાનોની જાણકારી મળે અને વિશ્‍વના સર્વ હિંદુઓને તે બાબતે જાણકારી આપી શકાય’, તે માટે મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય વતી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ અને તેમની સાથે ૪ વિદ્યાર્થી-સાધકોએ ૧ માસ શ્રીલંકાનો પ્રવાસ ખેડ્યો.

સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના પ્રવાસવર્ણનની વિશિષ્‍ટતા

‘પ્રવાસવર્ણનના અનેક લેખ અને ગ્રંથ છે. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના પ્રવાસવર્ણનની વિશિષ્‍ટતા, એટલે તેમાં સ્‍થૂળમાંથી, અર્થાત્ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના સ્‍તર પરના લખાણ સહિત આવશ્‍યક છે ત્‍યાં તેની પેલે પાર સૂક્ષ્મમાંનાં, અર્થાત્ આધ્‍યાત્‍મિક સ્‍તર પરનાં પરીક્ષણો છે અને ચૈતન્‍ય પણ છે.’ – સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી

શ્રી. વિનાયક શાનભાગ

ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्‍नः सीता प्रचोदयात् ॥      

અર્થ : તે જનકકન્યાને અમે ઓળખીએ છીએ. રામને પ્રિય એવાં દેવીનું અમે ધ્‍યાન કરીએ છીએ. તે સીતા અમારી બુદ્ધિને સત્‍પ્રેરણા આપે.

 

૧. શ્રીલંકા ખાતેના મધ્‍ય પ્રાંતમાંના અતિ ઊંચાઈ ધરાવતા એવા પર્વતીય ક્ષેત્રમાં સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલું સ્‍થાન હોવું અને તે સ્‍થાન વિશે કોઈને જ જાણકારી ન હોવી

‘શ્રીલંકામાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સાથે સંબંધિત અનેક સ્‍થાનો છે. વાલ્‍મીકિ રામાયણમાં મહર્ષિ વાલ્‍મીકિએ જે લખ્‍યું, તે અનુસાર બન્‍યું હોવાના અનેક પુરાવા શ્રીલંકામાં જોવા મળે છે. ‘સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલું સ્‍થાન’ આ એવું જ એક સ્‍થાન છે. આ સ્‍થાન જે ગામમાં છે, તે ગામનું નામ છે ‘દિવિરુંપોલા’. શ્રીલંકાના મધ્‍ય પ્રાંતમાં ઊંચામાં ઊંચા પર્વતના ઠેકાણે રહેલા ‘નુવારા એલિયા’ શહેરથી આ ગામ ૧૮ કિ.મી. અંતર પર છે. શ્રીલંકાના ‘ચિન્‍મય મિશને’ પ્રકાશિત કરેલા ‘રામાયણ ઇન લંકા’ આ પુસ્‍તક દ્વારા અમને આ ગામની જાણકારી મળી. શ્રીલંકાના અનેક હિંદુઓને પણ આ સ્‍થાન વિશે જાણકારી નથી. સંકેતસ્‍થળ પર પણ આ વિશે કોઈપણ જાણકારી નથી.

 

૨. શ્રીલંકામાં અનેક ઠેકાણે હિંદુ મંદિરોની બાજુમાં જ બૌદ્ધ વિહારો બાંધ્‍યા છે અને મંદિરો તેમજ વિહારોનું દાયિત્‍વ ૨-૩ બૌદ્ધ ભિખ્‍ખુઓને આપવામાં આવવું

ગત ૩૦ વર્ષોમાં અનેક ઠેકાણે હિંદુઓનાં મંદિરો, તીર્થક્ષેત્રો, તેમજ રામાયણ સાથે સંબંધિત સ્‍થાનોનાં ઠેકાણે હિંદુ મંદિરોની બાજુમાં જ બૌદ્ધ વિહારો (મંદિરો) બાંધેલા છે. સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલા આ સ્‍થાન પર પણ બૌદ્ધોએ મોટો વિહાર (મંદિર) બાંધ્‍યો છે. બૌદ્ધ તેમનાં મંદિરોને ‘રાજ મહાવિહારય’ કહે છે. આવા ઠેકાણે હિંદુઓનાં મંદિરોનું અને બૌદ્ધ વિહારોનું દાયિત્‍વ ૨-૩ બૌદ્ધ ભિખ્‍ખુઓને આપવામાં આવે છે. સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલા આ સ્‍થાન પર બાંધેલા બૌદ્ધ મંદિરને ‘દિવિરુંપોલા રાજમહાવિહારય’ આ પ્રમાણે નામ આપેલું છે.

 

૩. અગ્‍નિપરીક્ષા આપેલા સ્‍થાન વિશે ફલક ન હોવો

આ વિહારની બહાર ‘સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલું સ્‍થાન’, એવો એક પણ ફલક નથી.

 

૪. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને જોઈને વૃદ્ધ વ્‍યવસ્‍થાપકે ‘તમે કોઈક દૈવી સ્‍ત્રી છો’, એવું લાગે છે’, એમ કહેવું અને તેમણે તેમની પાસેથી પ્રવેશ ટિકિટના પૈસા ન લેવા

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ સાથે આ સ્‍થાન શોધતા શોધતા ગુરુકૃપાથી અમે તે ઠેકાણે પહોંચ્‍યા. બહાર બૌદ્ધ ભિખ્‍ખુ અને મંદિરના વયોવૃદ્ધ બૌદ્ધ વ્‍યવસ્‍થાપક અમને મળ્યા. અમે તેમને સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલા સ્‍થાન વિશે પૂછપરછ કર્યા પછી તે ભિખ્‍ખુએ વ્‍યવસ્‍થાપક દાદાજીને કહ્યું, ‘‘તમે તેમને તે સ્‍થાન બતાવો.’’ દાદાજીએ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ ભણી જોઈને કહ્યું, ‘‘તમે કોઈક દૈવી સ્‍ત્રી છો’, એવું મને લાગે છે. હું ગત ૫૦ વર્ષોથી અહીં કામ કરું છું. આજ સુધી અમારે ત્‍યાં તમારા જેવું કોઈ આવ્‍યું નહોતું. હું તમારી પાસેથી ટિકિટના પૈસા નહીં લઉં. તમારી સાથે આવેલા છે, તેમના જ પૈસા લઈશ.’’ ત્‍યારે અમે આશ્‍ચર્યચકિત થયા.

 

૫. બૌદ્ધ વિહારની અંદરની ભીંતો પર સંપૂર્ણ રામાયણ ચિત્રિત કરેલું હોવું અને વૃદ્ધ વ્‍યવસ્‍થાપકે રામાયણના કેટલાક પ્રસંગ અને સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલા સ્‍થાન વિશે વિગતવાર જાણકારી આપવી

અમે આનંદથી દાદાજી સાથે તે પરિસરમાં પ્રવેશ કર્યો. દાદાજીએ પ્રથમ બૌદ્ધ વિહાર (મંદિર) બતાવ્‍યું. તે બૌદ્ધ વિહારની (મંદિરની) અંદર બુદ્ધના ૨૭ વિગ્રહ (મૂર્તિઓ) હતા. બૌદ્ધ વિહારની અંદરની ભીંતો પર સંપૂર્ણ રામાયણ ચિત્રિત કરેલું છે. બૌદ્ધ રહેલા દાદાજીએ અમને અંગ્રેજી ભાષામાં રામાયણના કેટલાક પ્રસંગ અને સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલા સ્‍થાન વિશે વિગતવાર જાણકારી આપી.

 

૬. સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલા સ્થાનના મંદિરનું પ્રવેશદ્વાર બંધ હોવું, વૃદ્ધ વ્‍યવસ્‍થાપકે ‘તમે સાક્ષાત સીતામાતા જેવા દેખાવ છો, તમે જ તે તાળું ખોલો’, એવું શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને કહીને તેમના હાથમાં મોટી ચાવી આપવી અને ચાવી હાથમાં લેતા જ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળની ભાવજાગૃતિ થવી

સીતામાતાના મંદિરની ચાવી

ત્‍યાર પછી દાદાજી અમને સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલા અશ્‍વત્‍થ વૃક્ષ પાસે લઈ ગયા. તે વૃક્ષ પાસે એક નાનું મંદિર હતું. તેનું પ્રવેશદ્વાર બંધ હતું. તેને બે હાથમાં સમાય નહીં, એટલા મોટા આકારનું જૂનું તાળું મારેલું હતું. દાદાજીએ કહ્યું, ‘‘માતાજી, તમે મને સાક્ષાત સીતામાતા જેવા દેખાવ છો. આજસુધી મેં કોઈને પણ આ મંદિરની ચાવી આપી નથી. આજે આ સીતામાતાના મંદિરની ચાવી હું તમને આપું છું. તમે તાળું ખોલો.’’ દાદાજીએ એમ કહેતાં જ અમારા સર્વેની ભાવજાગૃતિ થઈ. દાદાજીએ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને તે ચાવી આપી. બે હાથમાં ઝાલવી પડે, એટલી મોટી તે ચાવી હતી. ચાવી હાથમાં લેતાં જ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના ભાવાશ્રુ રોકાતા નહોતા.

સીતામંદિરની ભીંત પર રંગેલો અગ્‍નિપરીક્ષાનો પ્રસંગ (સીતામાતા અગ્‍નિમાં પ્રવેશ કરી રહ્યાં હોવાથી બધા શોકાતુર થયા હોવાનું ચિત્રમાં દેખાય છે.)

 

૭. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે પ્રવેશદ્વાર ખોલ્‍યા પછી ચંદનની સુગંધ આવવી, અંદર સીતામાતાની ઊભી મૂર્તિ હોવી, તેમની પાછળની ભીંત પર સીતામાતા અગ્‍નિપરીક્ષા આપતાં હોવાનું ચિત્ર હોવું અને ત્‍યાં બધાએ રામરાજ્‍ય આવવા માટે પ્રાર્થના કરવી

સીતામંદિરનું દ્વાર ખોલતી વેળાએ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ, મંદિરના વ્‍યવસ્‍થાપક દાદાજી અને સૌથી પાછળ શ્રી. વિનાયક શાનભાગ

 

અગ્‍નિપ્રવેશ કરનારાં સીતામાતાની મૂર્તિના ચરણોમાં ભાવપૂર્ણ પ્રાર્થના કરતી વેળાએ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

અમે મનોમન શ્રીમહાવિષ્‍ણુના શ્રીરામ રૂપને પ્રાર્થના કરી અને મંદિરના પ્રવેશદ્વાર પાસે પહોંચ્‍યા. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે ચાવીથી સીતામંદિરનું તાળું ખોલ્‍યું. (છાયાચિત્ર ક્રમાંક ૧ જુઓ) શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે પ્રવેશદ્વાર ખોલવાની સાથે જ સહુને ચંદનની સુગંધ આવવી. અમે મંદિરમાં અડધો કલાક હતા. ત્‍યાંસુધી અમને બધાને ચંદનની સુગંધ આવતી હતી. તે ઠેકાણે સીતામાતાની ઊભી મૂર્તિ છે. મૂર્તિની પાછળ ભીંત પર સીતામાતા અગ્‍નિપરીક્ષા આપી રહ્યાં હોવાનું ચિત્ર છે. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ અને સાથે રહેલા સર્વ સાધકોએ તે મંદિરમાં રામરક્ષા સ્‍તોત્રનું પઠન કર્યું અને ‘પૃથ્‍વી પર રામરાજ્‍ય આવે’, તે માટે પ્રાર્થના કરી. (છાયાચિત્ર ક્રમાંક ૨ જુઓ)

 

૮. સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલા સ્‍થાન પર પહેલેથી જ અશ્‍વત્‍થ વૃક્ષ હોવું અને પહેલાં શ્રીલંકાના સર્વ લોકો હિંદુ જ હોવાથી તેમને આ સ્‍થાન વિશે પહેલેથી જ જાણકારી હોવાનું વૃદ્ધ વ્‍યવસ્‍થાપકે કહેવું

દેવી સીતાએ જે ઠેકાણે અગ્‍નિપ્રવેશ કર્યો, તે સ્‍થાન પરના અશ્‍વત્‍થ વૃક્ષને પ્રદક્ષિણા ફરતી વેળાએ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

આ દાદાજી પછી અમને મંદિરની પાછળ રહેલા અશ્‍વત્‍થ વૃક્ષ પાસે લઈ ગયા. દાદાજીએ કહ્યું, ‘‘હમણાનું આ અશ્‍વત્‍થ વૃક્ષ પુષ્‍કળ જૂનું છે; પણ ‘આ પહેલાં પણ અહીં અશ્‍વત્‍થ વૃક્ષ હતું,’ એવું મારા દાદા કહેતા. મારા દાદા હિંદુ હતા. કાલાંતરે અમે બૌદ્ધ થયા, તો પણ ‘આ જ ઠેકાણે સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપી’, એવું આ ગામના જૂના લોકો કહેતા હતા. તેથી અમને નાનપણથી જ આ સ્‍થાન વિશે જાણકારી હતી.’’ ત્‍યાર પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે તે અશ્‍વત્‍થ વૃક્ષની ફરતે ૩ પ્રદક્ષિણા કરી. (છાયાચિત્ર ક્રમાંક ૩ જુઓ)

 

૯. સીતામાતાએ અગ્‍નિપરીક્ષા આપેલા સ્‍થાને જવાનું અને રામરાજ્‍ય આવવા માટે પ્રાર્થના કરવાનું ભાગ્‍ય લાભ્‍યા વિશે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં વ્‍યક્ત કરેલી કૃતજ્ઞતા

એવું કહેવાય છે, ‘જ્‍યાં રામ-સીતા છે, ત્‍યાં હનુમાન હોય છે જ.’ ‘તે દાદાજીના રૂપમાં સાક્ષાત હનુમાન જ અમારી સહાયતા કરવા માટે આવ્‍યા’, એવું અમને લાગ્‍યું. ‘ભારતથી સહસ્રો માઈલ અંતર પર આ અનુભવવું, આ ‘રામનાથી’માં નિવાસ કરી રહેલા સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીની કૃપા છે’, તેમાં શંકાને સ્‍થાન નથી. ‘આવા પવિત્ર ઠેકાણે જવા મળવું અને રામરાજ્‍ય આવવા માટે ત્‍યાં પ્રાર્થના કરવા મળવી’, એ અમારા બધાનું ભાગ્‍ય જ છે. શ્રીરામસ્‍વરૂપ સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનાં ચરણોમાં ગમે તેટલી કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ, તો પણ તે ઓછી જ છે.’

 શ્રી. વિનાયક શાનભાગ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૦.૬.૨૦૧૮)

Leave a Comment