‘ધર્મના અધિષ્ઠાન પર જ ‘હિંદુ રાષ્ટ્ર’ ઊભું રહેવાનું હોવાથી હિંદુ રાષ્ટ્ર સ્થાપના માટે સર્વત્ર ધર્મપ્રસારનું કાર્ય થવું અત્યંત આવશ્યક છે. ધર્મપ્રસારનું કાર્ય થવામાં જ્ઞાનશક્તિ, ઇચ્છાશક્તિ અને ક્રિયાશક્તિ આ ત્રણેમાંથી જ્ઞાનશક્તિનું યોગદાન સૌથી વધારે છે. જ્ઞાનશક્તિના માધ્યમ દ્વારા કાર્ય થવાનું સૌથી પ્રભાવી માધ્યમ એટલે ‘ગ્રંથ’ ! ટૂંકમાં ‘ગ્રંથોના માધ્યમ દ્વારા ધર્મપ્રસાર કરવો’, એ વર્તમાન સમયની શ્રેષ્ઠ સાધના છે. તે માટે જ ‘આપત્કાળ પહેલાં ગ્રંથોના માધ્યમ દ્વારા વધુમાં વધુ ધર્મપ્રસાર થાય’, એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીની આત્યંતિક (અનંત) તાલાવેલી છે. આ તાલાવેલીને કારણે તેઓ આજે પણ પ્રાણશક્તિ ઘણી ઓછી હોવા છતાં પણ ગ્રંથકાર્ય ગતિથી થવા માટે પ્રયત્નરત છે. ગ્રંથકાર્ય માટે એક રીતે તેમનો સંકલ્પ જ થયો છે. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉક્ટર જેવી શ્રેષ્ઠ વિભૂતિના સંકલ્પને અનુસરીને સાધકોએ પણ ગ્રંથકાર્ય ગતિથી થવા માટે તાલાવેલીપૂર્વક પ્રયત્નો કરવાથી તે સંકલ્પનું ફળ સાધકોને મળવાનું છે, અર્થાત્ સાધકોની આધ્યાત્મિક ઉન્નતિ ગતિથી થવાની છે. તે માટે જ ગ્રંથકાર્યમાં સહભાગી થઈને સહુકોઈએ આ તકનો વધારેમાં વધારે લાભ કરી લેવો !
ગ્રંથસેવા અંતર્ગત સંકલન, ભાષાંતર, સંરચના, મુખપૃષ્ઠ-નિર્મિતિ, મુદ્રણ ઇત્યાદિ વિવિધ સેવાઓમાં સહભાગી થવા માટે ઇચ્છુકોએ પોતાની જાણકારી સનાતનના જિલ્લાસેવકોના માધ્યમ દ્વારા મોકલવી.જેઓને સમાજમાં જઈને સમષ્ટી સાધના કરવી સંભવ નથી, તેઓ સંકલન અને ભાષાંતરની સેવાઓ શીખી લઈને ઘરે રહીને પણ તે કરી શકે છે. ગ્રંથની સેવા કરવી એ પણ પરિણામકારી સમષ્ટી સાધના છે.
સંપર્ક ક્રમાંક : ૮૯૮૦૯૬૮૬૪૦, (૮૩૨) ૨૩૧૨૬૬૪
ઇ-મેલ : [email protected]
ટપાલ માટે સરનામું : સૌ. ભાગ્યશ્રી સાવંત, દ્વારા ‘સનાતન આશ્રમ’, રામનાથી, ફોંડા, ગોવા ૪૦૩ ૪૦૧.’