હિંદુ સંસ્‍કૃતિ સાથે સામ્‍ય ધરાવતી વિશ્‍વની પ્રાચીન સંસ્‍કૃતિઓ

Article also available in :

 

૧. પશ્‍ચિમી ઇતિહાસકારોનો હિંદુદ્વેષ !

‘આજથી ૪ સહસ્ર વર્ષો પહેલાં જે સભ્‍યતા-સંસ્‍કૃતિઓ જીવિત હતી, તેમને પશ્‍ચિમી ઇતિહાસકારોએ પ્રાચીન સભ્‍યતા સમજીને જ માનવીનો ઇતિહાસ અને સમાજનું વિશ્‍લેષણ કર્યું; પણ તેમનું આ વિશ્‍લેષણ ખ્રિસ્‍તી ધર્મની સ્‍થાપના કરનારું નહોતું. તે માટે તેમણે ભારત અને ચીનના ઇતિહાસ મહાન હોવાનું દર્શાવનારાં એવાં ઘણાં ઉદાહરણો નકાર્યાં. ખરું જોતાં ખ્રિસ્‍તીઓ પછીના સમાજ કરતાં તેઓ ઘણાં સભ્‍ય હોવાનું સિદ્ધ થાય છે. પ્રાચીન સભ્‍યતા અને સંસ્‍કૃતિ પર થયેલા સંશોધનમાં અનેક બાબતોનો ઉઘાડ થઈ રહ્યો  છે. ઉદા. તેમનો અન્‍ય ગ્રહો પરના લોકો સાથે સંબંધ હતો અને તેઓ વીજળી-નિર્મિત કરવાનું તંત્રજ્ઞાન ધરાવતા હતા ઇત્‍યાદિ.

પૃથ્‍વી પર ફેલાયેલી પ્રાચીન સભ્‍યતા પર બોલવાનું થાય, તો પૃથ્‍વીના પશ્‍ચિમ છેડા પર રોમ, ગ્રીસ, અને મિસ્ર દેશોમાં સભ્‍યતા-સંસ્‍કૃતિનું નામ લેવામાં આવતું હતું, જ્‍યારે પૃથ્‍વીના પૂર્વ ભણીના છેડા પર ચીનનું નામ લેવામાં આવતું હતું. પૃથ્‍વીના મધ્‍યભાગમાં રહેલા ભારતનું નામ કેવળ છીછરો ઉલ્‍લેખ કરીને છોડી દેવામાં આવ્‍યું; કારણકે ભારતને જાણી લીધા પછી પશ્‍ચિમી સમાજ અને ધર્મના સર્વ માપદંડ (નીતિઓ) ઓછા પડવા લાગે છે. ખરું જોતાં ભારતીય સંસ્‍કૃતિ યુનાન, રોમ, મિસ્ર, સુમેર અને ચીનની સંસ્‍કૃતિઓ કરતાં પણ પ્રાચીન છે.

 

૨. ચીની (પીત નદીનો ઘાટ ખ્રિસ્‍તાબ્‍દ પૂર્વ ૩૦૦૦ વર્ષ)

મૂળ રૂપથી ચીની લોકો નિસર્ગના ઉપાસક છે. તેઓ સૂર્ય, ચંદ્ર, આકાશ, પૃથ્‍વી અને વરસાદની પૂજા કરતા હતા. ત્‍યાં રાજાને ઈશ્‍વર  માનવામાં આવતો હતો. કાળાંતરે ચીનની ધાર્મિક વિચારસરણી પ્રભાવિત થઈ.

 

૩. સુમેરિયા (ખ્રિસ્‍તાબ્‍દ પૂર્વ ૨૩૦૦ વર્ષ)

સુમેરિયા નિવાસી આસ્‍તિક અને મૂર્તિપૂજક હતા. તેઓ પણ મંદિર બાંધતા અને તેમાં તેમનાં ઇષ્ટ દેવતાઓની મૂર્તિની સ્થાપના કરીને તેમની પૂજા-અર્ચના કરતા હતા.

હિંદુ સંસ્‍કૃતિ પર આધારિત આ સભ્‍યતા ઇ.સ.પૂર્વે ૨૦૦૦ના પહેલાં જ સમાપ્‍ત થઈ. સુમેરિયા સંસ્‍કૃતિનું વર્ષ ભારતીઓની જેમજ ૧૨ માસનું હતું. તેમની માસ ગણના પણ ચંદ્રની ગતિ પર આધારિત હતી. તેથી પ્રત્‍યેક ત્રીજા વર્ષે એક માસની વૃદ્ધિ થતી હતી, જે રીતે હિંદુઓમાં ‘અધિક (મળ) માસ’ હોય છે, તેવી જ રીતે. હિંદુઓની જેમજ અષ્‍ટમી અને પૂર્ણિમા તિથિઓનું તેઓ ઘણાં ઉત્‍સાહભેર સ્‍વાગત કરતા હતા. પશ્‍ચિમી ઇતિહાસકારોની જેમ મોહેન્‍જોદડોની લિપિ અને મુખમુદ્રા, સુમેરી લિપિ અને મુખમુદ્રા સાથે મળતી છે. સુમેરના પ્રાચીન શહેર ઊરમાં ભારતમાં બનેલા ચુના-માટીના વાસણો જડ્યા છે. મોહેન્‍જોદડોની નંદીની મૂર્તિ, સુમેરના વૃષભ સાથે ભળે છે અને હડપ્‍પામાં મળેલી શ્રૃંગારદાન જેવી પેટી ઊર ખાતે જડેલી શ્રૃંગારદાન પેટી જેવી છે. ‘સુમેર’ શબ્‍દ પણ અમને પૌરાણિક પર્વત સુમેરૂનું સ્‍મરણ કરાવે છે.

ડૉ. સુભાષ કૌશિક, એમ.એ. (હિંદી, ઇતિહાસ) બી.એડ્, પી.એચ.ડી., સહાયક સંચાલક-રાજસ્‍થાન પ્રાથમિક શિક્ષણ પરિષદ, જયપુર

૩ અ. સુમેરિયાવાસી હિંદુ હોવા

એક સમયે મેસોપોટામિયા ભારતીય સભ્‍યતાનું કેંદ્ર હતું. તે પ્રદેશમાં ભારતીઓ જઈને વસ્‍યા હતા. યુક્રેટીજ અને ટાઇગ્રિસ નદીઓના ફેલાયેલા કાંઠા પર ‘સુમેર’ નામનો એક સુસંસ્‍કૃત સમાજ રહેતો હતો, એવી ઇતિહાસના પાના પર નોંધ છે. આ લોકો ભારતમાંથી ઇરાન માર્ગે આ ક્ષેત્રમાં પહોંચ્‍યા હતા. તેમણે ‘ઇરીદૂ’ બંદર પાસે તેમની વસ્‍તી અને શાસનવ્‍યવસ્‍થાની સ્‍થાપના કરી. તેમનો પ્રથમ રાજા હતો ‘ઉક્‍કુસિ’ જે ‘ઇક્ષ્વાકુ’ શબ્‍દનો અપભ્રંશ છે.

મહાભારત સમયે ભારતના એક પ્રાંતનું નામ સુરાષ્‍ટ્ર અને ત્‍યાંના નિવાસીઓને ‘સુવર્ણ’ કહેવામાં આવ્‍યા છે. આ ‘સુવર્ણ’ સુમેર હતા. ‘સુમેરનો’ અર્થ છે ‘સારી જાતિ’. એ જ અર્થ સુવર્ણનો પણ થાય છે. તે દિવસોમાં ભયંકર મહાપૂર આવ્‍યાં, અતિવૃષ્‍ટિ થઈ, તેમાં સુમેર સભ્‍યતાના મહત્ત્વપૂર્ણ દુર્ગ (કિલ્‍લાઓ) ધારાશાયી થયા. હવે ‘કિશ’ અને ‘ઊર’ ક્ષેત્રમાંના ખોદકામમાં એવો પુરાવો મળ્યો છે કે, જેના દ્વારા તે ક્ષેત્રમાં વસેલા સુમેર સમાજની સંપન્‍ન સ્‍થિતિ સમજી શકાય છે અને લાગે છે કે, તેઓ ભારતીય ધર્માનુયાયી હતા અને સૂર્યપૂજા કરતા હતા.

નિપ્‍પુરમાં અતિ વિશાળ સૂર્યમંદિર હતું. શ્રીવિષ્‍ણુના વાહન ગરુડની પ્રતિમા પણ તે વિસ્‍તારોમાં મળી છે. ઇક્ષ્વાકુ રાજાની મુદ્રાઓ પણ ખોદકામમાં મળી આવી છે. ‘વોનજકોઈ’ ઠેકાણે ખોદકામમાં વરુણ દેવતાની મૂર્તિ મળી આવી છે. જે રીતે પહેલાંના કાળમાં ભારતમાં રથ હાંકવામાં આવતા હતા, બરાબર તેવા જ પ્રકારના રથ જડ્યા. મૃતોના અગ્‍નિસંસ્‍કારના પુરાવા પણ મળ્યા છે.

વોનજકોઈના ખોદકામમાં પુરાતત્‍વ અન્‍વેષણ તજ્‌જ્ઞ જર્મન સંશોધક હૂયગો વિંકલરને એક શિલાલેખ મળ્યો છે, તેના દ્વારા એવું સિદ્ધ થાય છે કે, મેસોપોટામિયાના ભારતીય ધર્માનુયાયી મિતાનીવંશી રાજા દશરથે ભારતીય દેવતાઓની સાક્ષી રાખીને એક મૈત્રી કરાર કર્યો હતો. આ લેખ ખ્રિસ્‍તાબ્‍દના ૧૩૬૦ વર્ષ પહેલાંનો છે. તેમાં શિવ દત્ત, સુવર દત્ત, વીર દત્ત, આર્તતમ, સુર્તન ઇત્‍યાદિ ભારતવંશી રાજાઓનાં નામો છે.

ઇતિહાસતજ્‌જ્ઞ હડન-વાન લુશનચાઇલ્‍ડના મતમાં, મિતાની લોકો કૉકેશિયસ પર્વત ઓળંગીને ભારતમાંથી ત્‍યાં ગયા અને મિતાની રાજ્‍યની સ્‍થાપના કરી. મિતાની ભાષામાં સંસ્‍કૃત અને પ્રાકૃત ભાષાઓમાંના શબ્‍દોની રેલછેલ છે.

આચાર્ય શ્રીરામ શર્મા (સંસ્‍થાપક, ગાયત્રી પરિવાર)

 

૪. બેબીલોનિયા (ખ્રિસ્‍તાબ્‍દપૂર્વ ૨૦૦૦ થી ૪૦૦ વર્ષ)

સુમેર સંસ્‍કૃતિના પતન પછી આ ક્ષેત્રમાં બાબુલી અથવા બેબીલોન સંસ્‍કૃતિ વૃદ્ધિંગત થઈ. અક્‍કાદિયન સામ્રાજ્‍યની રાજધાની બેબીલોન હતી. ત્‍યાંના પ્રસિદ્ધ સમ્રાટ હમ્મુરાબીએ (હાબુચન્દ્રે) કાયદો અને દંડસંહિતા બનાવી. બેબીલોન સંસ્‍કૃતિની પ્રમુખ વિશેષતા હમ્‍મુરાબીની દંડસંહિતા જ છે. બેબીલોન સંસ્‍કૃતિનો પ્રમુખ ગ્રંથ ‘ગિલ્‍ગામેશ મહાકાવ્‍ય’ હતું.

અહીંના લોકો પણ હિંદુઓની જેમ પ્રાતઃ અને સાંજે અર્ઘ્‍ય, ધૂપ, અભ્‍યંગ, દીપ, નેવૈદ્ય ઇત્‍યાદિ સાથે પૂજા કરતા હતા. ખ્રિસ્‍તાબ્‍દ પૂર્વ ૧૮મા શતકમાં ત્‍યાંના કસાઇટ રાજાઓનાં નામો વૈદિક દેવતા સૂર્ય, અગ્‍નિ, મરુત ઇત્‍યાદિ નામો સાથે મળતા હતા. ત્‍યાંના હિટ્ટાઇટ અને મિતાની રાજાઓમાં થયેલા કરારના સાક્ષીદાર રૂપે ઇંદ્ર, વરુણ મિત્રનાં નામો જોવા મળે છે. અલઅપરનામાં જડેલા શિલાલેખોમાં સિરીયા અને પૅલેસ્‍ટાઈન રાજાઓનાં નામો ભારતીય રાજાઓ જેવા જ લાગે છે. અસીરિયા શબ્‍દ અસુરનું વિદ્રૂપ રૂપ છે. બેબીલોનની પ્રાચીન ગુફાઓમાં પુરાતત્‍વ શોધમાં જે ભીંતચિત્રો જડે છે, તેમાં ભગવાન શિવજીનું ચિત્ર છે અને અન્‍ય હિંદુ દેવી-દેવતાઓની ઉપાસના કરી રહેલા કંડારેલા શિલ્‍પો સાકાર કરવામાં આવ્‍યાં છે.

ડૉ. સુભાષ કૌશિક, એમ.એ. (હિંદી, ઇતિહાસ) બી.એડ્, પી.એચ.ડી., સહાયક સંચાલક-રાજસ્‍થાન પ્રાથમિક શિક્ષણ પરિષદ, જયપુર

 

૫. અસીરિયા (ખ્રિસ્‍તાબ્‍દ પૂર્વ ૧૪૫૦-૫૦૦ વર્ષ)

૫ અ. અસીરિયાને પહેલાં ‘અશ્‍શૂર’ કહેવામાં આવતું હતું. અશ્‍શૂર પ્રાચીન મેસોપોટામિયાનું એક સામ્રાજ્‍ય હતું.

૫ આ. અસીરિયા નિવાસી સૂર્યપૂજક હતા અને ત્‍યાંના રાજાઓ પોતાને સૂર્યવંશી સમજતા હતા.

અથર્વવેદનો ઘણો ભાગ અસીરિયામાં પ્રચલિત હતો. જેમાં યજ્ઞ, વશીકરણ, ભૂતવિદ્યા ઇત્‍યાદિ અંતર્ભૂત હતા. આયુર્વેદ, ખાસ કરીને ચરક સંહિતા પણ અસીરિયામાં લોકપ્રિય હતી. ત્‍યાંના લોકોની ચિકિત્‍સા આયુર્વેદ પદ્ધતિથી જ કરવામાં આવતી હતી.

ડૉ. સુભાષ કૌશિક, એમ.એ. (હિંદી, ઇતિહાસ) બી.એડ્, પી.એચ.ડી., સહાયક સંચાલક-રાજસ્‍થાન પ્રાથમિક શિક્ષણ પરિષદ, જયપુર

૫ ઇ. અસીરિયાના ક્ષત્રિય રાજા

એશિયા માઇનરના આ જ પ્રદેશમાં એક હજી પુરાતન વંશનું વિવરણ જડે છે, જેને ‘ખતી’ કહેવામાં આવે છે. આ ‘ખત્રી’ અથવા ‘ક્ષત્રી’ શબ્‍દનો અપભ્રંશ છે. આ લોકોની પ્રથમ રાજધાની ‘તલહલફ’ હતી. આ ક્ષત્રિય રાજાઓની છાપ ધરાવતા જે નાણા મળ્યા છે, તેના પર સિંહારૂઢ દુર્ગા અને વૃષભારૂઢ શિવની આકૃતિઓ છે. આ ખોદકામમાં શિવ-પાર્વતી અને તેમના પુત્ર કાર્તિકેયની એકત્રિત પ્રતિમા મળી છે. ‘ઇકોનિયમ’માં મળેલા શિલાલેખ દ્વારા તે પ્રદેશમાં વર્ણવ્‍યવસ્‍થા પ્રચલિત હતી અને સંસ્‍કૃત ભાષાનો પ્રચાર હોવાનું સિદ્ધ થાય છે.

ખ્રિસ્‍તાબ્‍દના ૧૬૪૬ વર્ષ પહેલાથી ૧૧૮૦ વર્ષો પહેલાં ૬૦૦ વર્ષો સુધી એશિયા માઇનર ક્ષેત્રમાં ક્ષત્રી રાજાઓનું રાજ્‍ય રહ્યું હતું. મિતાની અને બેબીલોનમાં જાગરસ પ્રદેશમાં આ જ લોકોનું શાસન હતું. તેમને ‘કસ્‍તાર’ કહેવામાં આવતું હતું, જે ક્ષત્ર શબ્‍દનો અપભ્રંશ છે. અસીરિયામાં મળેલા એકાદ લેખમાં એક ક્ષત્રી રાજા અંજુ અથવા અંશુનો ઉલ્‍લેખ છે. આ ક્ષેત્ર ઇરાન પાસે છે. તેથી ત્‍યાંની ભાષા અને સભ્‍યતાનો આ ક્ષત્ર અથવા ક્ષત્રી લોકો પર પ્રભાવ હતો; પણ બહુસંખ્‍ય લોકો ભારતીય જ હતા. તે લોકો ભારતમાંથી જ ગયા હતા.

આચાર્ય શ્રીરામ શર્મા (સંસ્‍થાપક, ગાયત્રી પરિવાર)
(સંદર્ભ : પાથેય કણ, ૧ જૂન ૨૦૧૮)

Leave a Comment