માસિક ધર્મ (અટકાવ) સાથે સંબંધિત ફરિયાદો (Ailments related to menses) માટે હોમિયોપૅથી ઔષધિઓની જાણકારી

Article also available in :

વર્તમાનના ધાંધલધમાલના જીવનમાં ગમે તેને અને ગમે ત્‍યારે ચેપી રોગોનો અથવા અન્ય  કોઈપણ વિકારોનો સામનો કરવો પડી શકે છે. આવા સમયે તરત જ ક્યારેય તજ્‌જ્ઞ વૈદ્યકીય સલાહ ઉપલબ્‍ધ થઈ શકશે જ, એમ કાંઈ કહેવાય નહીં. શરદી, ઉધરસ, તાવ, ઊલટીઓ, અતિસાર (ઝાડા), બદ્ધકોષ્‍ઠતા, અમ્‍લપિત્ત જેવી વિવિધ બીમારીઓ માટે ઘરગથ્‍થુ ઉપચાર કરી શકાય, આ દૃષ્‍ટિએ  હોમિયોપૅથી ચિકિત્‍સાપદ્ધતિ સર્વસામાન્‍ય લોકો માટે અત્‍યંત ઉપયોગી છે. આ ઉપચાર પદ્ધતિ ઘરમાંને ઘરમાં જ કેવી રીતે કરી શકાય ?  હોમિયોપૅથીની ઔષધિઓ કેવી રીતે તૈયાર કરવી ? તેમનો સંગ્રહ કેવી રીતે કરવો ? આવી અનેક બાબતો વિશેની જાણકારી આ લેખમાળા દ્વારા આપી રહ્યા છીએ.

પ્રત્‍યક્ષ બીમારી પર સ્‍વઉપચાર ચાલુ કરવા પહેલાં ‘હોમિયોપૅથી સ્‍વઉપચાર વિશેનાં માર્ગદર્શક સૂત્રો અને પ્રત્‍યક્ષ ઔષધ કેવી રીતે ચૂંટવું ?’, આ વિશેની જાણકારી વાચકોએ પહેલા સમજી લેવી અને તે અનુસાર પ્રત્‍યક્ષ ઔષધિઓ ચૂંટવી, એ વિનંતિ !

સંકલક : ડૉ. પ્રવીણ મેહતા, ડૉ. અજિત ભરમગુડે અને ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે

માસિક ધર્મ સાથે સંબંધિત વિવિધ પ્રકારની અડચણોનો સ્‍ત્રીઓને સામનો કરવો પડે છે. તેમાંની કેટલીક પ્રમુખ અડચણોના ઉપચાર સંદર્ભમાંની જાણકારી નીચે આપી રહ્યા છીએ. કયા વિશિષ્‍ટતાપૂર્ણ લક્ષણો હોય, ત્યારે તે ઔષધી લેવી, એ ઔષધીના નામ આગળ આપ્‍યું છે.

હોમિયોપૅથી વૈદ્ય (ડૉ.) પ્રવીણ મેહતા

 

૧. માસિક ધર્મ પહેલાંની ફરિયાદો

૧ અ. ફૉસ્‍ફોરમ્ ઍસિડમ્ (Phosphorum Acidum)

૧ અ ૧. પેટનો દુખાવો, યોનિમાર્ગમાંથી ધોળો સ્રાવ, અને મનની સ્‍થિતિ રોવા જેવી થવી

૧ અ ૨. પેઢા અને ગાલ સૂજી જવા

૧ અ ૩. શરીર પર થયેલા વ્રણમાંથી (ulcers માંથી) રક્તસ્રાવ થવો

૧ આ. કલ્‍કેરિયા કાર્બોનિકમ્ (Calcarea Carbonicum)

૧ આ ૧. ચક્‍કર આવવા

૧ આ ૨. જીભ પર ખાટો સ્‍વાદ આવવો

૧ આ ૩. થૂંકમાંથી થોડું લોહી પડવું

૧ ઇ. નેટ્રમ્ મ્‍યુરિયાટિકમ્ (Natrum Muriaticum)

૧ ઇ ૧. સ્‍તનોમાં વેદના થવી

૧ ઇ ૨. રક્તસ્રાવ વહેલો અને પુષ્‍કળ પ્રમાણમાં થવો

૧ ઈ. કોનિયમ મૅક્યુલેટમ્ (Conium Maculatum)

સ્‍તનોમાં વેદના થવી અને રક્તસ્રાવ અતિશય ઓછા પ્રમાણમાં થવો

ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે

૧ ઉ. ગ્રૅફાયટીસ (Graphites)

યોનિમાર્ગમાં ખંજવાળ આવવી

૧ ઊ. વેરાટ્રમ્ આલ્‍બમ્ (Veratrum Album)

માસિક સ્રાવ ચાલુ થવા પહેલાં ઊલટી જેવું લાગવું અથવા ઝાડા થવા

૧ એ. ક્રિયોસોટમ્ (Kreosotum)

માસિક સ્રાવ ચાલુ થવાના કેટલાક દિવસ પહેલાં અસ્‍વસ્‍થ અને ચીડચીડ થવી

૧ ઐ. મૅગ્‍નેશિયમ મ્‍યુરિયાટિકમ્ (Magnesium Muriaticum)

માસિક સ્રાવ ચાલુ થવાના એક દિવસ પહેલાં પુષ્‍કળ ચીડચીડ થવી

૧ ઓ. સેપિયા ઑફિસિનૅલિસ (Sepia Officinalis)

માસિક સ્રાવ ચાલુ થવા પહેલાં નિરાશા આવવી

૧ ઔ. લાયકોપોડિયમ ક્લૅવૅટમ્ (Lycopodium Clavatum)

માસિક સ્રાવ ચાલુ થવા પહેલાં વિષણ્ણતા આવીને (ઉદાસ થઈને) પ્રત્‍યેક બાબતનો વિરોધ કરવો

૧ અં. કૉસ્ટિકમ્ (Causticum)

માસિક સ્રાવ ચાલુ થવા પહેલાં પ્રત્‍યેક બાબતમાં નકારાત્‍મક બાજુ જોવી

૧ ક. કૅમોમિલ્‍લા (Chamomilla)

માસિક સ્રાવ ચાલુ થવા પહેલાં વિચિત્ર રીતે વર્તન કરવું

ડૉ. અજિત ભરમગુડે

 

૨. માસિક ધર્મ પહેલાં અને ચાલુ હોય ત્‍યારે રહેતી ફરિયાદો

૨ અ. ગ્રૅફાયટીસ (Graphites)

કોરી ઉધરસ, તેમજ પરસેવો આવવો

૨ આ. લિથિયમ કાર્બોનિકમ્ (Lithium Carbonicum)

હૃદયના ઠેકાણે વેદના થવી

 

૩. માસિક ધર્મ ચાલુ હોય ત્‍યારની ફરિયાદો

૩ અ.  ગ્રૅફાયટીસ (Graphites)

૩ અ ૧. માસિક ધર્મ ચાલુ હોય ત્‍યારે અવાજ ઘોઘરો થવો અને શરદી-તાવ આવવો

૩ અ ૨. શરીર થરથરવું

૩ આ. બોરૅક્સ (Borax)

માસિક ધર્મ ચાલુ હોય ત્‍યારે બન્‍ને જાંઘ વચ્‍ચેના સાંધાઓમાં (groin માં) વેદના થવી

‘ઘરમાંને ઘરમાં જ કરી શકાય એવા ‘હોમિયોપૅથી’ ઉપચાર !’ આ આગામી ગ્રંથમાંનો ચુનંદો ભાગ લેખના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. તેથી સ્‍વઉપચાર કરવાની દૃષ્‍ટિએ સાધકો, વાચકો, રાષ્‍ટ્ર-ધર્મપ્રેમીઓ, હિતચિંતકો, અર્પણદાતાઓએ આ લેખ આપત્‍કાળની દૃષ્‍ટિએ સંગ્રહિત રાખવો. આપત્‍કાળમાં ડૉક્‍ટર, વૈદ્ય કોઈ પણ ઉપલબ્‍ધ ન હોય, ત્‍યારે આ લેખમાળા વાંચીને પોતે પોતાના પર ઉપચાર કરી શકાય છે.

Leave a Comment