અતિસાર/ઝાડા (Diarrhoea) આ બીમારી પર હોમિયોપૅથી ઔષધિઓની જાણકારી

Article also available in :

વર્તમાનના ધાંધલધમાલના જીવનમાં ગમે તેને અને ગમે ત્‍યારે ચેપી રોગોના અથવા કોઈપણ વિકારોનો સામનો કરવો પડી શકે છે. આવા સમયે તરત જ ક્યારેય તજ્‌જ્ઞ વૈદ્યકીય સલાહ ઉપલબ્‍ધ થઈ શકશે જ, એમ કહી શકાય નહીં. શરદી, ઉધરસ, તાવ, ઊલટીઓ, ઝાડા, બદ્ધકોષ્‍ઠતા, અમ્‍લપિત્ત જેવી વિવિધ બીમારીઓ માટે ઘરગથ્‍થુ ઉપચાર કરી શકાય, આ દૃષ્‍ટિએ હોમિયોપૅથી ચિકિત્‍સા પદ્ધતિ સર્વસામાન્‍ય લોકો માટે અત્‍યંત ઉપયોગી છે.

પ્રત્‍યક્ષ બીમારી માટે સ્‍વઉપચાર ચાલુ કરવા પહેલાં ‘હોમિયોપૅથી સ્‍વઉપચાર વિશેનાં માર્ગદર્શક સૂત્રો અને પ્રત્‍યક્ષ ઔષધ કેવી રીતે ચૂંટવું ?’, આ વિશેની જાણકારી વાચકોએ પહેલા વાંચીને સમજી લેવી અને તે અનુસાર પ્રત્‍યક્ષ ઔષધિઓ ચૂંટવી, એ વિનંતિ !

સંકલક : હોમિયોપૅથી ડૉ. પ્રવીણ મેહતા, ડૉ. અજિત ભરમગુડે અને ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે

અતિસાર એટલે દિવસમાં ૫ કરતાં વધારે વાર ઝાડા, એટલે પાતળું શૌચ થવું. આ ઉપરાંત પેટમાં વેદના થવી, પેટમાં ગોટો ચડવો, પેટ ફૂલી ગયું હોય, તેમ લાગવું, વારંવાર તરસ લાગવી, વજન ઓછું થવું, તાવ આવવો, ઊલટી જેવું લાગવું, ઊલટી થવી, નિર્જલીકરણ (dehydration), આ બધા આ બીમારીના અન્‍ય લક્ષણો છે. ઘાટા રંગની પેશાબ થવી, સમગ્ર દિવસ દરમ્‍યાન પેશાબ થવાનું પ્રમાણ ૩-૪ વાર કરતાં ઓછું થવું, ત્‍વચા, મોઢું, હોઠ, આંખો કોરા પડવા, માથું દુઃખવું, થાક, એકાગ્રતા ન હોવી, ચક્‍કર આવવા, આ નિર્જલીકરણ થયું હોવાના લક્ષણો છે.

અતિસાર આ દૂષિત અને અસ્‍વચ્‍છ અન્‍ન તેમજ પાણી ગ્રહણ કરવાથી થનારી બીમારી છે. તીવ્ર અતિસાર સામાન્‍ય રીતે વિષાણુ (virus), જીવાણુ (bacteria) અને પરજીવી (parasites)ને કારણે થાય છે. અતિસારને કારણે દૂષિત થયેલું પાણી અયોગ્‍ય રીતે હાથ ધરવાને કારણે ફેલાય છે.

ઝાડા થવાના અન્‍ય કારણો પણ હોઈ શકે છે, ઉદા. ગ્રહણી (Irritable bowel syndrome), કંઠસ્‍થ ગ્રંથીનું કાર્ય મંદ થવું (hypothyroidism), ઇત્‍યાદિ.

હોમિયોપૅથી વૈદ્ય (ડૉ.) પ્રવીણ મેહતા

 

૧. અતિસાર થાય નહીં/ફેલાય નહીં તે માટે શું કરવું ?

અ. શૌચ પછી સાબુથી હાથ ચોખ્‍ખા ધોવા

આ. અતિસાર થયેલા બાળકના ‘ડાયપર’ (diaper) બદલ્‍યા પછી સાબુથી હાથ ચોખ્‍ખા ધોવા

ઇ. રસોઈ કરવા પહેલાં અને પછી હાથ ધોવા

ઈ. ઉકેળેલું અથવા ‘ફિલ્‍ટર’ કરેલું પાણી પીવું

ઉ. ગરમ પીણું પીવું

ઊ. નવજાત બાળક અને છોકરાઓને વય અનુસાર આહાર આપવો

એ. છ માસ સુધીના બાળકોને કેવળ સ્‍તનપાન કરાવવું

ઐ. ખાદ્ય પદાર્થોનો યોગ્‍ય સંગ્રહ અને કાળજી લેવી

ઓ. વાસી પદાર્થ ખાવાનું ટાળવું

ઔ. તળેલા અને મસાલેદાર પદાર્થો ટાળવા

અં. નિર્જંતુકીકરણ (પાશ્‍ચરાઇઝ) ન કરેલું દૂધ પીવાનું ટાળવું

ક. રસ્‍તા પર મળનારા અન્‍ન પદાર્થો (street food) ટાળવા

ડૉ. અજિત ભરમગુડે

 

૨. નિર્જલીકરણ (dehydration) રોકવા માટે શું કરવું ?

કોઈપણ કારણસર ઝાડા થયા હોય, તો પણ નિર્જલીકરણ રોકવા માટે ‘જળસંજીવની’ (ઓરલ રિહાયડ્રેશન સોલ્‍યુશન – ઓ.આર.એસ.) આ ઉત્તમ ઉપચાર છે. જળસંજીવની આ પાણી અને ‘ઇલેક્‍ટ્રોલાઈટ’નું મિશ્રણ છે. બજારમાં ‘ઓ.આર.એસ.’ના તૈયાર પાકીટો મળે છે; પરંતુ જો તે ઉપલબ્‍ધ ન હોય તો ઉકાળીને ઠંડુ કરેલા ૧ લિટર પાણીમાં ૬ ચમચી ખાંડ અને અડધી ચમચી મીઠું ભેળવીને આપણે જળસંજીવની દ્રાવણ તૈયાર કરી શકીએ.

અ. ૨ વર્ષ કરતાં નાની વયના બાળકોને પ્રત્‍યેક ઝાડા પછી પા થી અડધો કપ ‘જળસંજીવની’ પાવું.

. ૨ વર્ષથી વધારે વયના છોકરાઓને પ્રત્‍યેક શૌચ પછી ‘જળસંજીવની’નો અડધોથી પૂર્ણ કપ આપવો.

ઇ. પ્રૌઢોએ પ્રત્‍યેક શૌચ પછી ૧ પવાલું (ગ્‍લાસ) ‘જળસંજીવની’ પીવું.

 

૩. ઝાડા થયા પછી તજ્‌જ્ઞોની સલાહ ક્યારે લેવી ?

અ. અતિસાર ૨ દિવસો કરતાં વધારે દિવસ ચાલુ રહેવો

આ. નિર્જલીકરણના લક્ષણો હોવા

ઇ. પેટમાં અથવા ગુદાશયમાં તીવ્ર વેદના થવી

ઈ. શૌચ કાળું અને કડક થવું

ઉ. ૧૦૨ અંશ ફેરનહીટ કરતાં વધુ તાવ હોવો

ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે

 

૪. હોમિયોપૅથી ઔષધિઓ

આરંભમાં આપેલાં લક્ષણો ઉપરાંત કયા વિશિષ્‍ટતાપૂર્ણ લક્ષણો હોય તો તે ઔષધ લેવું, આ ઔષધિઓનાં નામ આગળ જણાવ્‍યાં છે.

૪ અ. પોડોફાયલમ્ (Podophyllum)

૪ અ ૧. ડહોળા પાણી પ્રમાણે, ફીણ ધરાવતા તેમજ ‘ઉપર પાણી અને નીચે લોટ જેવા થર બાઝવા’ (Chalk and cheese like stools) આ પ્રમાણે ઝાડા થવા

૪ અ ૨. શૌચ અતિશય દુર્ગંધીયુક્ત હોવું

૪ અ ૩. આહાર કરતાં વધારે પ્રમાણમાં શૌચ થવું

૪ અ ૪. શૌચ કરતી વેળાએ પેટમાં વેદના ન થવી

૪ આ. ક્રોટોન ટિગ્‍લિયમ (Croton Tiglium)

૪ આ ૧. પીળાશ પડતા, પાણી જેવા ઝાડા થવા

૪ આ ૨. પેટમાં ગડગડ એવો અવાજ, બંદૂકની ગોળી જેવો સ્‍ફોટક અને મોટો અવાજ કરતા શૌચ બહાર પડવું

૪ આ ૩. જો થોડુંક પણ અન્‍ન અથવા પાણી ગ્રહણ કર્યું, તો પણ તરત જ શૌચ જવું પડવું

૪ ઇ. ચાયના ઑફિસિનૅલિસ (China Officinalis)

૪ ઇ ૧. ફળો ખાધા પછી તરત જ ઝાડા થવા

૪ ઇ ૨. દુર્ગંધયુક્ત, નહીં પચેલા અન્‍નના ઝાડા થવા

૪ ઇ ૩. શૌચ કરતી વેળાએ પેટમાં વેદના ન થવી

૪ ઇ ૪. શૌચ કરતી વેળાએ પુષ્‍કળ પ્રમાણમાં વાયુ બહાર પડવો

૪ ઈ. એલો સોકોટ્રીના (Aloe Socotrina)

૪ ઈ ૧. સવારે વહેલા શૌચની કળ (ચૂંક) આવ્‍યા પછી તેના પર નિયંત્રણ ન રહેવાથી પથારીમાંથી શૌચાલય ભણી દોડતા જવું પડવું

૪ ઈ ૨. શૌચ જવા પહેલાં અને શૌચ કરતી વેળાએ પેટમાં કાપ્‍યા પ્રમાણે અથવા આમળવા પ્રમાણે તીવ્ર વેદના થવી, વેદના શૌચ કર્યા પછી થોભવી

૪ ઈ ૩. શૌચ પછી પુષ્‍કળ પરસેવો વળીને થાકી જઈને લેવાઈ જવું

૪ ઉ. ડલ્‍કામારા (Dulcamara)

૪ ઉ ૧. ઠંડી, ભેજવાળી, ધુમ્‍મસ ધરાવતી આબોહવાને કારણે અથવા આબોહવામાં પાલટ થવાથી ઝાડા થવા

૪ ઉ ૨. ભોંયતળિયે (celler માં) કામ કરનારી વ્‍યક્તિઓને ઝાડા થવા

૪ ઉ ૩. નાભિ ફરતે વેદના થઈને ખાટા, પાણી જેવા ઝાડા થવા; ખાસ કરીને રાત્રે ઝાડા થવા

૪ ઉ ૪. અતિશય લેવાઈ જવું

૪ ઊ. પલ્‍સેટિલા નિગ્રિકન્‍સ (Pulsatilla Nigricans)

૪ ઊ ૧. સ્‍નિગ્‍ધ પદાર્થો, આઈસક્રીમ ખાવું, ઠંડી અથવા ભયને કારણે ઝાડા થવા

૪ ઊ ૨. કેવળ રાત્રે, પેટમાં તીવ્ર સણકા આવીને ઝાડા થવા

૪ ઊ ૩. શૌચના રંગ, તેમજ સ્‍વરૂપમાં વારંવાર પાલટ થવો

૪ એ. આર્સેનિકમ્ આલ્‍બમ્ (Arsenicum Album)

૪ એ ૧. ચોખા ધોયેલા પાણી જેવા પાતળા ઝાડા થવા

૪ એ ૨. શૌચને પુષ્‍કળ દુર્ગંધ આવવી

૪ એ ૩. ગુદદ્વાર પાસે ઘણી બળતરા થવી

૪ એ ૪. અસ્‍વસ્‍થતા અને મૃત્‍યુનો ભય લાગવો

૪ એ ૫. પુષ્‍કળ તરસ લાગીને થોડી થોડી વારે પુષ્‍કળ વાર પાણી પીવું

 

૫. બારાક્ષાર ઔષધી

૫ અ ૧. ફેરમ્ ફૉસ્‍ફોરિકમ્ (Ferrum Phosphoricum)

અ. સતત પાણી જેવા પાતળા, લીલાશ પડતા ઝાડા થવા

આ. ન પચેલા અન્‍નના ઝાડા થવા

ઇ. સણકો આવ્‍યા વિના ઝાડા થવા

૫ અ ૨. મૅગ્‍નેશિયમ ફૉસ્‍ફોરિકમ્ (Magnesium Phosphoricum)

અ. શૌચ પાતળું અને જોરથી બહાર પડવું

આ. પેટમાં સણકો આવીને ઝાડા થવા

ઇ. વાયુને કારણે પેટમાં સણકા આવવા, પગ પેટ પાસે લેવાથી, તેમજ ગરમ પાણીથી શેકવાથી સારું લાગવું

‘ઘરગથ્‍થુ કરી શકાય એવા ‘હોમિયોપૅથી’ ઉપચાર !’ આ આગામી ગ્રંથમાંનો ચુનંદો ભાગ લેખના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. તેથી સ્‍વઉપચાર કરવાની દૃષ્‍ટિએ સાધકો, વાચકો, રાષ્‍ટ્ર-ધર્મપ્રેમીઓ, હિતચિંતકો, અર્પણદાતાઓએ આ લેખ આપત્‍કાળની દૃષ્‍ટિએ સંગ્રહિત રાખવો.

આપત્‍કાળમાં ડૉક્‍ટર, વૈદ્ય કોઈ પણ ઉપલબ્‍ધ ન હોય, ત્‍યારે આ લેખમાળા વાંચીને પોતે પોતાના પર ઉપચાર કરી શકાશે.

Leave a Comment