શ્રીરામ મંદિરના સમારંભ માટે સનાતન સંસ્‍થાનાં આધ્‍યાત્‍મિક ઉત્તરાધિકારીઓની વંદનીય ઉપસ્‍થિતિ !

Article also available in :

સનાતન સંસ્‍થાના સંસ્થાપક સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત બાળાજી આઠવલેજીના આધ્‍યાત્‍મિક ઉત્તરાધિકારી શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળનું લખનઊ ખાતેના વિમાનઘર પર આગમન થયા પછી શ્રીરામજન્‍મભૂમિ તીર્થક્ષેત્ર ન્‍યાસના પદાધિકારી તેમજ ઉત્તર પ્રદેશ સરકારના રાજશિષ્‍ટાચાર વિભાગના અધિકારીઓ વતી તેમનું સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવ્‍યું.

 

રામલલા પુનઃ રામ મંદિરમાં પ્રતિષ્‍ઠાપિત થવા, આ રામરાજ્‍યનો શંખધ્‍વનિ જ ! – શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ, સનાતન સંસ્‍થા

અયોધ્‍યા – ‘શ્રીરામજન્‍મભૂમિ માટે ૫૦૦ વર્ષના પ્રદીર્ઘ સંઘર્ષ પછી રામજન્‍મભૂમિ મુક્ત થઈ અને આજે સાક્ષાત પ્રભુ શ્રીરામચંદ્રના ભવ્‍ય રામ મંદિરની નિર્મિતિ થઈને રામલલા પ્રાણપ્રતિષ્‍ઠાનો સમારંભ અમે આજે જોઈ રહ્યા છીએ. આ સનાતન હિંદુ ધર્મીઓ માટે અત્‍યંત મહત્ત્વનો દિવસ છે. સમગ્ર દેશના સર્વ સંત-મહંતોને માન આપીને અને તેમની ઉપસ્‍થિતિમાં આ સમારંભ થઈ રહ્યો છે. રામલલા પુનઃ રામ મંદિરમાં પ્રતિષ્‍ઠાપિત થવા, આ રામરાજ્‍યનો શંખધ્‍વનિ જ છે’, એવું પ્રતિપાદન સનાતન સંસ્‍થાનાં શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળે આ સમયે કર્યું.

અયોધ્‍યા ખાતેનાં શ્રી શરયૂ નદીને ભાવપૂર્ણ વંદન કરતી વેળાએ શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

ઐતિહાસિક અને અભૂતપૂર્વ એવા અયોધ્‍યા ખાતેના શ્રીરામ મંદિરમાંની મૂર્તિના ભવ્‍ય દિવ્‍ય પ્રાણપ્રતિષ્‍ઠા સમારંભ માટે સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત બાળાજી આઠવલેજીના આધ્‍યાત્‍મિક ઉત્તરાધિકારી શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળની વંદનીય ઉપસ્‍થિતિનો લાભ મળ્યો. શ્રીરામજન્‍મભૂમિ તીર્થક્ષેત્ર ન્‍યાસના મુખ્‍ય સચિવ શ્રી.ચંપત રાયે સનાતન સંસ્‍થાના બન્‍ને આધ્‍યાત્‍મિક ઉત્તરાધિકારીને સન્‍માનપૂર્વક આમંત્રિત કર્યા હતાં.

‘આસેતુહિમાલયથી હિંદમહાસાગર સુધી પ્રત્‍યેકને એકતાના બંધનમાં બાંધનારા શ્રીરામ આ એક અલૌકિક રાષ્‍ટ્રસૂત્ર છે ! પ્રત્‍યેકના મનમાંની શ્રીરામ મંદિરની નિર્મિતિ આ ન કેવળ અધર્મ પર ધર્મનો વિજય; પરંતુ તે સાથે જ કળિયુગ અંતર્ગત સત્‍યયુગની નવનિર્મિતિનો, હિંદુઓના અલૌકિક ‘હિંદુ રાષ્‍ટ્રની નિર્મિતિ’નો, અર્થાત્ જ સ્‍વધર્માધિષ્‍ઠિત સ્‍વરાષ્‍ટ્ર, સર્વશક્તિસંપન્‍ન, સુવ્‍યવસ્‍થાપ્રધાન, સર્વસુવિધાઓયુક્ત, સુખી, સમૃદ્ધ, સુસંસ્‍કૃત સુરાજ્‍યના સૂર્યોદયનો શંખધ્‍વનિ છે, એવું પ્રતિપાદન શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે આ પ્રસંગે કર્યું.

આ સમયે બન્‍ને ઉત્તરાધિકારીઓએ શ્રીરામની મૂર્તિપ્રતિષ્‍ઠાપના સમારંભમાં સહભાગી થઈ શક્યાં, તે માટે શ્રીરામ પ્રત્‍યે કોટિ કોટિ કૃતજ્ઞતા વ્‍યક્ત કરી. શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળનું લખનઊ ખાતેના વિમાનઘર પર આગમન થયા પછી શ્રીરામજન્‍મભૂમિ તીર્થક્ષેત્ર ન્‍યાસના પદાધિકારી તેમજ ઉત્તર પ્રદેશ સરકારના રાજશિષ્‍ટાચાર વિભાગના અધિકારીઓ વતી તેમનું સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવ્‍યું.

– શ્રી. ચેતન રાજહંસ, પ્રવક્તા, સનાતન સંસ્‍થા,

Leave a Comment