ગુજરાત ખાતે સાળંગપુરનું કષ્‍ટભંજન હનુમાન મંદિર અને વેરાવળ ખાતેનું ‘ભાલકા તીર્થ’

Article also available in :

૧. સાળંગપુર ખાતેના કષ્‍ટભંજન હનુમાન મંદિરનો ઇતિહાસ

ગુજરાત ખાતેના સ્‍વામીનારાયણ સંપ્રદાયના ગુરુ સ્‍વામી ગોપાલાનંદ સાળંગપુર ગામમાં આવ્‍યા ત્‍યારે તેમને જ્ઞાત થયું કે, ‘અનેક વર્ષોથી આ ભાગમાં વરસાદ વરસ્‍યો ન હોવાને કારણે બધું જ સૂકાઈ ગયું છે.’ તે સમયે તેમણે હનુમાનજીને પ્રાર્થના કરી અને ઈશ્‍વરી પ્રેરણાથી તે ઠેકાણે હનુમાનની સ્‍થાપના કરી. હનુમાનજીને કારણે ત્રાસ દૂર થવાથી તે મંદિરનું નામ ‘કષ્‍ટભંજન હનુમાન મંદિર’ પડ્યું. હનુમાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્‍ઠા સમયે સ્‍વામી ગોપાલાનંદજીએ મૂર્તિને એક ચાંદીની લાકડીથી સ્‍પર્શ કર્યા પછી થોડા ક્ષણ માટે મૂર્તિ સજીવ થઈ અને દાંત બહાર કાઢીને હસવા લાગી. આજે પણ આ મૂર્તિ આ જ રૂપમાં છે.

ભક્તોના કષ્‍ટ નષ્‍ટ કરનારા કષ્‍ટભંજન હનુમાનની મૂર્તિ !

 

૨. વેરાવળ ખાતેના ‘ભાલકા તીર્થ’ સ્‍થાનનો ઇતિહાસ

દ્વાપરયુગમાં શ્રીકૃષ્‍ણ ભગવાને જે વૃક્ષ નીચે દેહત્‍યાગ કર્યો, તે જ આ ‘ભાલકા તીર્થ’ ક્ષેત્રમાંનું પીપળાનું વૃક્ષ !

સોમનાથ જ્‍યોતિર્લિંગથી ૧૦ કિ.મી. અંતર પર ‘વેરાવળ’ ગામ છે. યદુકુળનો નાશ થયા પછી અને દ્વારકાનગરી સમુદ્રમાં ડૂબી ગયા પછી શ્રીકૃષ્‍ણજી વેરાવળ ખાતેના પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા. ‘જરા’ નામક પારધીએ ‘શ્રીકૃષ્‍ણના પગ હરણું છે’, એમ સમજીને બાણ માર્યો. જરાએ પાસે જઈને જોયું, તો તેને દેખાયું, ‘શ્રીકૃષ્‍ણનાં ચરણોને બાણ લાગ્‍યો છે.’ ત્‍યારે જરાને પસ્‍તાવો થાય છે અને તે શ્રીકૃષ્‍ણનાં ચરણો પાસે બેસીને હૈયાફાટ રુદન કરે છે.

‘જરા’ નામના પારધીને તેણે સાક્ષાત્ શ્રીકૃષ્‍ણને બાણ માર્યો હોવાનું ધ્‍યાનમાં આવ્‍યા પછી તેણે શ્રીકૃષ્‍ણની ક્ષમા માગી. આ મૂર્તિ દ્વારા ચિત્રિત કરવામાં આવેલો આ જ તે પ્રસંગ !

શ્રીકૃષ્‍ણ ભગવાન જરાનું સાંત્‍વન કરીને તેને કહે છે, ‘ત્રેતાયુગમાં જ્‍યારે હું શ્રીરામાવતાર તરીકે હતો, ત્‍યારે તું સુગ્રીવનો ભાઈ વાલી હતો. ત્‍યારે શ્રીરામે બાણ મારીને વાલીનો વધ કર્યો. હવે તેનું સાટું વળી ગયું છે.’ શ્રીકૃષ્‍ણ ભગવાન જરાને ક્ષમા કરે છે. શ્રીકૃષ્‍ણજી તે પીપળાના વૃક્ષ નીચે અવતારકાર્ય સમાપ્‍ત કરે છે. હવે આ સ્‍થાન ‘ભાલકા તીર્થ’ નામથી પ્રસિદ્ધ છે.

શ્રી. વિનાયક શાનભાગ, દેહલી (૨૯.૩.૨૦૧૯)

Leave a Comment