બીરભૂમ (બંગાળ) ખાતેનાં મહાસ્‍મશાનમાં બિરાજમાન રહેલી શ્રી તારાદેવી !

Article also available in :

મંદિરમાં પ્રતિષ્‍ઠાપિત શ્રી તારાદેવીની મૂર્તિ

 

૧. તારાપીઠનું પૌરાણિક મહત્ત્વ

‘૫૧ શક્તિપીઠોમાંથી ૫ શક્તિપીઠો બંગાળના બીરભૂમ જિલ્‍લામાં છે. બકુરેશ્‍વર, નાલાહાટી, બંદીકેશ્‍વરી, ફુલોરાદેવી અને તારાપીઠ આ તે શક્તિપીઠો છે. દ્વારકા નદીના કાંઠે મહાસ્‍મશાનમાં ધોળા શિમૂલ વૃક્ષ નીચે સતીના ત્રીજા નેત્રમાંની કીકી (તારા) પડી ગઈ; તેથી આને ‘તારાપીઠ’ કહેવામાં આવે છે. તારાપીઠ પ્રસિદ્ધ તંત્રપીઠ છે. સ્‍મશાનમાં બળી રહેલા શબનો (મડદાનો) ધુમાડો શ્રી તારાદેવી મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચે છે, એ આ મંદિરનું અનોખાપણું છે. ભારતમાં સર્વત્રની નદીઓ ઉત્તર દિશામાંથી દક્ષિણ દિશામાં વહે છે; પરંતુ અહીંની દ્વારકા નદી દક્ષિણ ભણીથી ઉત્તર ભણી વહે છે, આ ત્‍યાંની એક અલગ વિશિષ્‍ટતા છે.

 

૨. મહર્ષિ વસિષ્‍ઠ ઋષિના ચરણસ્‍પર્શથી પાવન થયેલું તારાપીઠ !

રાજા દશરથના કુળપુરોહિત મહર્ષિ વસિષ્‍ઠનું તારાપીઠ આ સિદ્ધાસન પણ છે. પ્રાચીન કાળમાં મહર્ષિ વસિષ્ઠે આ ઠેકાણે શ્રી તારાદેવીની ઉપાસના કરીને સિદ્ધિઓ પ્રાપ્‍ત કરી હતી. તે સમયે તેમણે મંદિરની સ્‍થાપના કરી હતી. કાળના પ્રવાહમાં તે મંદિર ભૂમિમાં અદૃશ્‍ય થયું. કાળાંતરે જયવ્રત નામના વેપારીએ તે ફરીવાર બાંધ્‍યું.

 

૩. શ્રી તારાદેવીની મૂર્તિ

શ્રી તારાદેવીનું રૂપ ભલે ઉગ્ર હોય, તો પણ મંદિરમાંની દેવીની મૂર્તિ ‘દેવી શિવને સ્‍તનપાન કરાવી રહ્યાં છે’, એવા રૂપમાં છે. આ વિશે એવી કથા છે કે, ‘દેવ અને દાનવોએ સમુદ્રમંથન કર્યું હતું. તેમાંથી નીકળેલું વિષ ભગવાન શિવજીએ ગ્રહણ કર્યું હતું. તેને કારણે ભગવાન શિવ બેશુદ્ધ પડી ગયા. ત્‍યારે દેવતાઓની આજ્ઞા અનુસાર શ્રી તારાદેવીએ ભગવાન શિવને સ્‍તનપાન કરાવીને અમૃત પાયું હતું. આ મૂર્તિ જયવ્રતને અહીંના જ સ્‍મશાનમાં મળી હતી. દેવીનું મુખ છોડતાં, સંપૂર્ણ મૂર્તિ ફૂલોની માળાઓથી આચ્‍છાદિત કરેલી હોય છે.

 

૪. તારાપીઠ ખાતેનું મહાસ્‍મશાન

તારાપીઠ મંદિરની સામે જ મહાસ્‍મશાન છે. ૧ કરોડ મૃતદેહોને અગ્‍નિસંસ્‍કાર થયેલા સ્‍મશાનને ‘મહાસ્‍મશાન’ કહે છે. આ ઠેકાણે અત્‍યાર સુધી ૧ કરોડ કરતાં ઘણાં વધારે મૃતદેહોને અગ્‍નિસંસ્‍કાર થયેલા છે. તેથી આ સિદ્ધસ્‍થાન છે. આ ઠેકાણે કેવળ લાકડાની ચિતા પર જ મૃતદેહનું દહન કરવામાં આવે છે. અહીં વિદ્યુતદાહિનીનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ભાગમાં વિજળીનો ઉપયોગ થતો નથી. એવું કહેવાય છે કે, ‘દેવીની ઇચ્‍છાથી અહીં વિજળી ચાલતી નથી.’ આ ઠેકાણે વૈષ્‍ણવોના (વિષ્‍ણુની ઉપાસના કરનારાઓના) મૃતદેહોનું દહન કરવામાં આવતું નથી, જ્‍યારે તેમની સમાધિ બાંધવામાં આવે છે. આ ઠેકાણે અનેક સાધુ-સંતોનાં સમાધિસ્‍થાનો છે.

એક પૂજારીએ જાણકારી આપતી વેળાએ કહ્યું, ‘‘જ્‍યાં મૃતદેહનું દહન થાય છે, તે ચિતાને ચિતામાઈ કહે છે. દેવીનું ખરૂં રૂપ ચિતામાઈ છે. જ્‍યાં મૃતદેહનું દહન થાય છે, તે મહાકાલ-ભૈરવીનું રૂપ છે. દશમહાવિદ્યાઓનું રૂપ આ ચિતામાં હોય છે.’’

 

૫. શ્રી તારાદેવીના પરમભક્ત સંત વામાખેપા

અહીં સંત વામાખેપાની સમાધિ છે. શ્રી રામકૃષ્‍ણ પરમહંસના સમકાલીન વામાખેપા તારાપીઠના સિદ્ધ અને પરમભક્ત હતા. જે રીતે રામકૃષ્‍ણ પરમહંસને કાલીમાતાએ દર્શન આપ્યા હતાં, તે રીતે સંત વામાખેપાને પણ શ્રી મહાકાલી દેવીએ સ્‍મશાનમાં દર્શન આપીને કૃતાર્થ કર્યા અને તેમને દિવ્‍ય જ્ઞાન પ્રદાન કર્યું. તારાપીઠથી ૨ કિલોમીટર અંતર પર આવેલા આટલા ખાતે સંત વામાખેપાનો જન્‍મ થયો હતો. તેમણે દેવીની ઉપાસના કરી અને ઓછા સમયગાળામાં સિદ્ધિ પ્રાપ્‍ત કરી.

(સંદર્ભ : સંકેતસ્‍થળ)

સનાતનનાં શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે લીધા શ્રી તારાદેવીનાં દર્શન !

‘વર્ષ ૨૦૧૩માં સનાતનનાં શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે બીરભૂમ (બંગાળ) ખાતે જઈને શ્રી તારાદેવીનાં દર્શન લીધા તેમજ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનામાંની અડચણો દૂર થઈને સાધકોનું રક્ષણ થાય, તે માટે પ્રાર્થના પણ કરી.’ – શ્રી. વિનાયક શાનભાગ (૨૨.૧૦.૨૦૨૦)

Leave a Comment