શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે ચેન્‍નઈ ખાતેના પાર્થસારથિ મંદિરમાં લીધેલા દર્શન

Article also available in :

મંદિરની બહાર રહેલો ભગવાનનો લાકડાનો રથ

 

૧. પાર્થસારથિ મંદિરનો ઇતિહાસ

૧ અ. તિરુપતિ બાલાજીએ રાજા સુમતીને શ્રીકૃષ્‍ણના પાર્થસારથિ રૂપમાં દર્શન દેવા

આ દેવાલય ૮મા શતકમાં બાંધેલું છે. ત્‍યાર પછી રાજા કૃષ્‍ણદેવરાય અને રાજા પલ્‍લવે આ મંદિરમાં કેટલીક સુધારણા કરી. આ મંદિર વિશે એવી કથા કહેવામાં આવે છે કે, ‘તે સમયના રાજા સુમતીને શ્રીકૃષ્‍ણના પાર્થસારથિના રૂપમાં દર્શન લેવાની ઇચ્‍છા હતી. તે ઇચ્‍છા તેણે તિરુપતિ બાલાજી પાસે કહી સંભળાવી. તિરુપતિ બાલાજીએ તેને કહ્યું, ‘હે રાજા, અહીં અત્રિઋષિએ સ્‍થાપન કરેલું શ્રીવિષ્‍ણુનું એક સ્‍થાન છે. ત્‍યાં હું તને પાર્થસારથિનાં રૂપમાં દર્શન આપીશ. અત્‍યારે આ સ્‍થાને તુલસીનું વન છે.’ અને શું આશ્‍ચર્ય ! સાચે જ રાજાને આ ઠેકાણે પાર્થસારથિનાં રૂપમાં ભગવાને દર્શન દીધાં.

૧ આ. પાર્થસારથિ મંદિરમાંની મૂર્તિ

ત્‍યાર પછી રાજાએ તે ઠેકાણે પાર્થસારથિનું ભવ્‍ય મંદિર બાંધ્‍યું. અહીંની મૂર્તિ આશરે ૧૦ ફૂટ ઊંચી છે અને તેની પાસે રુક્‍મિણીની પણ સુંદર મૂર્તિ છે. આ જ ઠેકાણે અત્રિઋષિએ શ્રીકૃષ્‍ણ, રુક્‍મિણી, અનિરુદ્ધ, પ્રદ્યુમ્‍ન, સાત્‍યકીની પણ પૂજા કરી હતી. આ મૂર્તિઓની પાસે સાત્‍યકીની મૂર્તિ પણ જોવા મળે છે.

૧ ઇ. સાત્‍યકી

સાત્‍યકી એ ભગવાન શ્રીકૃષ્‍ણની યાદવ સેનાના પ્રમુખ સેનાપતિ હતા. અર્જુને તેમને તેની પાસે રહેલી સર્વ વિદ્યાઓ શીખવી હતી. કુરુક્ષેત્ર પર પાંડવોના પક્ષમાં યુદ્ધ કરીને જીવિત પાછા ફરેલા યોદ્ધાઓમાંથી સાત્‍યકી એક યોદ્ધા હતા. તેઓ શ્રીકૃષ્‍ણ અને પોતાના  (સાત્‍યકીના) ગુરુ અર્જુનના અસીમ ભક્ત હતા.

 

૨. નરસિંહ મૂર્તિ અને લાકડાનો રથ

આ જ દેવાલયની પાછળ નરસિંહ ભગવાનની પણ મૂર્તિ છે. અમે તેના દર્શન લીધા. દેવાલયની બહાર બ્રહ્મોત્‍સવમાં ગામમાં ફેરવવામાં આવતો લાકડાનો રથ છે. અમે તેના પણ દર્શન લીધાં.

 

૩. ભીષ્‍માચાર્યએ અર્જુન પર છોડેલા સર્વ બાણોના ઘા શ્રીકૃષ્‍ણ ભગવાને પોતાના પર ઝીલી લીધા હોવાથી શ્રીકૃષ્‍ણજીની મૂર્તિનાં ચહેરા પર પુષ્‍કળ કાણાં હોવાં

તે જ સમયે દેવાલયમાંની ઉત્‍સવમૂર્તિ દેવાલયની પ્રદક્ષિણા ફરવા માટે નીકળી હતી. આ પંચલોહની મૂર્તિને પૂજારી સરસ રીતે ઝુલાવતા હતા. આ મૂર્તિની વિશિષ્‍ટતા એટલે ‘આ કૃષ્‍ણ ભગવાનની મૂર્તિના ચહેરા પર પુષ્‍કળ કાણાં પડેલાં છે.’ આ વિશે એવી કથા છે કે, ‘યુદ્ધ સમયે ભીષ્‍માચાર્યએ અર્જુન પર જે બાણ છોડ્યા, તે સર્વ બાણોના ઘા શ્રીકૃષ્‍ણ ભગવાને પોતાના શરીર પર ઝીલ્‍યા. તેના પ્રતીક તરીકે શ્રીકૃષ્‍ણ ભગવાનની મૂર્તિના ચહેરા પર સર્વત્ર કાણાં દેખાઈ આવે છે.’

 

૪.  અનુભૂતિ

૪ અ. શ્રીકૃષ્‍ણને તુલસીમિશ્રિત ગુલાબનાં ફૂલોનો હાર પહેરાવીને પ્રાર્થના કર્યા પછી હાર ભગવાનની ડાબી બાજુએથી સરકીને નીચે આવવો

મંદિરની મૂર્તિઓ કાળા પાષાણની છે. અમે પાર્થસારથિની મૂર્તિને પહેરાવવા તુલસીમિશ્રિત ગુલાબનાં ફૂલોનો હાર લઈ ગયા હતા. મેં ભગવાનને પ્રાર્થના કરી, ‘હે ભગવાન, આ હારના માધ્‍યમ દ્વારા સાધકોનો ભક્તિભાવ આપનાં ચરણોમાં સમર્પિત થવા દો અને સનાતન સંસ્‍થા પર આવેલાં સર્વ સંકટો દૂર થવા દો. સાધકોએ ભક્તિભાવથી ચડાવેલા આ હારનો તમે પ્રસન્‍ન મુદ્રાથી સ્‍વીકાર કરો.’ મેં કહેતાંવેંત જ આ હાર ભગવાનની ડાબી બાજુએથી નીચે આવ્‍યો. ભગવાને હારમાં જીવંતતા લાવીને અમને ‘તેમણે હાર અને સાધકોની પ્રાર્થનાનો સ્‍વીકાર કર્યો છે’, એવી એક રીતે અનુભૂતિ જ પ્રદાન કરી.

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ, ચેન્‍નઈ, તામિલનાડુ.

આ લેખમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી અનુભૂતિઓ ‘ભાવ ત્‍યાં ભગવાન’ આ ઉક્તિ અનુસાર સદ્‌ગુરુની વ્‍યક્તિગત અનુભૂતિઓ છે. તે બધા ને જ થશે એમ નથી. – સંપાદક

Leave a Comment