અનુક્રમણિકા
- ૧. ‘સૂર્યતાલ’ અને ‘ચંદ્રતાલ’ની આધ્યાત્મિક વિશિષ્ટતાઓનો સંદર્ભ કોઈપણ ગ્રંથમાં ન હોવો
- ૨. શ્રી ચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના મુખેથી ‘સૂર્યતાલ અને ચંદ્રતાલ એ વિશ્વની અનુક્રમે સૂર્યનાડી અને ચંદ્રનાડી છે’ એવું જ્ઞાન મળવું
- ૩. આ વિશે સંશોધન કરવા માટે વૈજ્ઞાનિકોને સહસ્રો વર્ષ લાગી શકે
- ૪. સૂર્યતાલ, ચંદ્રતાલ અને દિપકતાલ
- ૫. ક્ષણચિત્રો
- ૬. સાંજે અગ્નિહોત્ર કરતી વેળાએ અગ્નિમાં સૂર્યતાલ અને ચંદ્રતાલના દર્શન થવા, ‘સૂર્યતાલ અને ચંદ્રતાલની એકત્રિત (સંયુક્ત) શક્તિ થકી શ્રી ભુવનેશ્વરીદેવીની નિર્મિતિ થયેલી છે’, એવું દેખાવું અને પદ્માસનમાં બેઠેલાં શ્રી ભુવનેશ્વરીદેવીના દર્શન થવા
‘સૂર્યતાલ’ અને ‘ચંદ્રતાલ’ની આધ્યાત્મિક વિશિષ્ટતાઓ કહેનારા એકમેવાદ્વિતીય શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ !
‘શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને દેવભૂમિ હિમાચલ પ્રદેશના દૈવી પ્રવાસમાં ઋષિમુનિઓ અને દેવી-દેવતાઓના અનેક સ્થાનોના દર્શન થયાં. એક દિવસ હિમાચલ પ્રદેશ સરકારના સાંસ્કૃતિક વિભાગના અધિકારી દ્વારા જાણવા મળ્યું કે, હિમાચલ પ્રદેશમાં લાહૌલ વિસ્તારમાં ‘સૂર્યતાલ’ અને સ્પિતી વિસ્તારમાં ‘ચંદ્રતાલ’ છે. તાલ એટલે તળાવ. ‘આ બન્ને તળાવ પુષ્કળ સુંદર છે; પણ પ્રવાસ અત્યંત કપરો છે’, એવું તેમણે કહ્યું. આ માહિતીની જાણ શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને થતાવેંત તેમણે ‘કાંઈ પણ થાય, તોપણ આપણે સૂર્યતાલ અને ચંદ્રતાલ ખાતે જવાનું જ’, એમ નક્કી કર્યું. સનાતન સંસ્થાના એક હિતચિંતક શ્રી કિશન સિંગ દ્વારા જાણવા મળ્યું કે, સૂર્યતાલ ભણી જતી વેળાએ માર્ગમાં પહેલા ‘દીપકતાલ’ આવે છે. તેના પણ દર્શન કરવાનું નક્કી થયું. આજે આપણે સૂર્યતાલ, દીપકતાલ અને ચંદ્રતાલ એમ આ ત્રણ સ્થાનો વિશે જાણી લઈએ.
૧. ‘સૂર્યતાલ’ અને ‘ચંદ્રતાલ’ની આધ્યાત્મિક વિશિષ્ટતાઓનો સંદર્ભ કોઈપણ ગ્રંથમાં ન હોવો
સૂર્યતાલ અને ચંદ્રતાલની આધ્યાત્મિક વિશિષ્ટતાઓનો આજ સુધી કોઈપણ ગ્રંથમાં કે અન્ય ક્યાંય પણ સંદર્ભ નથી. કૈલાસ પર્વતને વિશ્વની ‘સુષમ્ના નાડી’ કહ્યું છે; પરંતુ વિશ્વની સૂર્યનાડી અને ચંદ્રનાડી વિશે ક્યાંય પણ સંદર્ભ મળતો નથી.
૨. શ્રી ચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના મુખેથી ‘સૂર્યતાલ અને ચંદ્રતાલ એ વિશ્વની અનુક્રમે સૂર્યનાડી અને ચંદ્રનાડી છે’ એવું જ્ઞાન મળવું
ઋષિમુનિઓને શ્રુતિ, સ્મૃતિ દર્શનો જેવા સ્વરૂપમાં ઈશ્વર પાસેથી જ્ઞાન મળ્યું. તેવી જ રીતે શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને મળનારું જ્ઞાન એ ઈશ્વરી જ્ઞાન છે. શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળના મુખેથી ‘સૂર્યતાલ અને ચંદ્રતાલ એ વિશ્વની અનુક્રમે સૂર્યનાડી અને ચંદ્રનાડી છે’, એવું જ્ઞાન ઉચ્ચારણ થયું. એ જ શબ્દપ્રમાણ છે.
૩. આ વિશે સંશોધન કરવા માટે વૈજ્ઞાનિકોને સહસ્રો વર્ષ લાગી શકે
વૈજ્ઞાનિકોએ ‘ગોડ પાર્ટિકલ’ (દૈવીકણ) વિશે સંશોધન કર્યું; પણ તેમને હજી પણ‘સત્ત્વ, રજ અને તમ આ સૂક્ષ્માતિસૂક્ષ્મ ત્રિગુણોનો ઉકેલ મળ્યો નથી. તેવી જ રીતે હવે ‘સૂર્યતાલ અને ચંદ્રતાલ એ વિશ્વની અનુક્રમે સૂર્યનાડી અને ચંદ્રનાડી છે’, એ સંશોધન કરવા માટે વૈજ્ઞાનિકોને સહસ્રો વર્ષ લાગશે. એમ કરીને પણ ‘તેઓને સફળતા મળશે’, એનો ભરોસો નથી.
૪. સૂર્યતાલ, ચંદ્રતાલ અને દિપકતાલ
અ. સૂર્યતાલ
હિમાચલ પ્રદેશના મનાલીથી ૧૪૦ કિ. મી. દૂર મનાલી-લેહ માર્ગ પર હિમાલય પર્વતના ‘બારલાચા લા પાસ’ નજીક એક સુંદર તળાવ છે. તેનું નામ ‘સૂર્યતાલ’ છે. આ તળાવ હિમાચલ પ્રદેશ રાજ્યના લાહૌલ વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તારમાં ૩૬૫ દિવસ બરફ હોય છે. સૂર્યતાલ એ સમુદ્રની સપાટીથી ૧૬ સહસ્ર ફૂટ ઊંચાઈ પર આવેલું છે. સૂર્યતાલમાંથી ભાગા નદી ઊગમ પામે છે અને ચંદ્રતાલમાંથી ચંદ્રા નદી ઊગમ પામે છે. આ બન્ને નદીઓ આગળ જતા એક થઈને ચંદ્રભાગા નામની નદી બને છે. હવે લોકો તેને ‘ચીનાબ નદી’ એ નામથી ઓળખે છે.
આ. દીપકતાલ
મનાલીથી સૂર્યતાલ ભણી જતી વેળાએ વચ્ચે માર્ગની બાજુ પર દીપકતાલ નામનું તળાવ છે. (‘દીપકતાલ એ દીવા જેવું દેખાય છે. દીપકતાલમાં અગ્નિતત્ત્વ છે.’ – શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ)
ઇ. ચંદ્રતાલ
હિમાચલ પ્રદેશના મનાલીથી ૧૨૦ કિ.મી. દૂર મનાલી-કાજા માર્ગ પર હિમાલય પર્વતના ‘કાંજૂમ લા પાસ’ નજીક એક સુંદર તળાવ છે. તેનું નામ ‘ચંદ્રતાલ’ છે. આ તળાવ હિમાચલ પ્રદેશ રાજ્યના સ્પિતી વિસ્તારમાં આવેલું છે. ચંદ્રતાલમાંથી ચંદ્રા નદી ઊગમ પામે છે. ચંદ્રતાલ એ સમુદ્રસપાટીથી ૧૫ સહસ્ર ફૂટ ઊંચાઈ પર આવેલું છે. સ્થાનિક લોકો એમ માને છે કે, ચંદ્રતાલમાં બ્રાહ્મમુહૂર્ત પર અપ્સરાઓ જ્યોતિ રૂપે જલક્રીડા કરવા આવે છે.
સંગ્રાહક : શ્રી વિનાયક શાનભાગ, કુલુ, હિમાચલ પ્રદેશ.
૫. ક્ષણચિત્રો
અ. દુર્ગમ રસ્તો અને ઑક્સિજનનું પ્રમાણ અલ્પ હોવા છતાં પણ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ગુરુદેવની કૃપાથી કોઈપણ કષ્ટ ન થવા
‘સૂર્યતાલ, દીપકતાલ અને ચંદ્રતાલ’ આદિ સ્થાન સમુદ્રની સપાટીથી ઘણી ઊંચાઈ પર આવેલા છે. ત્યાં જવાનો માર્ગ દુર્ગમ છે અને ત્યાં ઑક્સિજનનું પ્રમાણ અલ્પ છે. સૂર્યતાલનું ઉષ્ણતામાન ૨ ડિગ્રી સેલ્સિયસ હતું. સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીની કૃપાથી અમને કોઈપણ કષ્ટ થયા નહીં.
આ. ખડતર પ્રવાસ
મનાલીથી ચંદ્રતાલ જવા માટે ૬ કલાક અને પાછા આવવા માટે ૬ કલાક લાગે છે. તેમાં ૧ કલાકનો રસ્તો સારો છે. શેષ ૫ કલાકનો રસ્તો એ રસ્તો જ નથી. અંતિમ ૬૦ કિ.મી.નું અંતર કાપવા માટે ૫ કલાક લાગે છે. રસ્તામાં સેંકડો ઠેકાણે હિમાલયનો બરફ ઓગળી જઈને તેનું પાણી નીચે આવવાથી સંપૂર્ણ રસ્તો જ ધોવાઈ ગયેલો હોય છે. કેટલેક ઠેકાણે એક જ ગાડી (વાહન) જઈ શકે, એટલો જ રસ્તો હોય છે અને રસ્તાની બીજી બાજુએ ઊંડી ખીણ છે. આમ એવો ૫ કલાકનો ખડતર પ્રવાસ કર્યા પછી અમે ચંદ્રતાલના ‘બેઝકૅમ્પ’ પર પહોંચ્યા. અહીંથી ૧ કિ.મી. ચાલવું પડે છે. ઑક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી ૧ કિ.મી. ચાલવા માટે અડધો કલાક લાગે છે. ત્યાર પછી માત્ર સુંદર એવા ચંદ્રતાલના દર્શન થાય છે.
ઇ. હિમાલયના શિખરો પર શુભચિહ્નો દેખાવા
સૂર્યતાલ અને ચંદ્રતાલ ખાતે જતી વેળાએ રસ્તામાં હિમાલયના શિખરો પર શુભચિહ્નો દેખાયા. એક ઠેકાણે હિમશિખર પર ‘શ્રીવિષ્ણુભગવાન શેષ પર સૂતા છે’, એમ દેખાયું. એક પર્વત પર બરફનો આકાર ગરુડ જેવો હતો. એક શિખર પર ‘ૐ’ દેખાયો. સૂર્યતાલ ખાતે એક જ ઠેકાણે ઊભા રહીને લીધેલા બે છાયાચિત્રોમાં સૂર્યતાલના પાણીના રંગમાં ફેર દેખાયો. પહેલા છાયાચિત્રમાં પાણીનો રંગ લીલો, તો બીજા છાયાચિત્રમાં પાણીનો રંગ ભૂરો (વાદળી) છે.
ઈ. દિપકતાલ ખાતે એક બાજુથી જોતી વેળાએ પાણીમાં ‘દીવો અને તેની જ્યોતિ’, એવો આકાર દેખાય છે.
૬. સાંજે અગ્નિહોત્ર કરતી વેળાએ અગ્નિમાં સૂર્યતાલ અને ચંદ્રતાલના દર્શન થવા, ‘સૂર્યતાલ અને ચંદ્રતાલની એકત્રિત (સંયુક્ત) શક્તિ થકી શ્રી ભુવનેશ્વરીદેવીની નિર્મિતિ થયેલી છે’, એવું દેખાવું અને પદ્માસનમાં બેઠેલાં શ્રી ભુવનેશ્વરીદેવીના દર્શન થવા
‘૨૬.૬.૨૦૨૧ની સાંજે અગ્નિહોત્ર કરતી વેળાએ મને અગ્નિમાં હિમાચલ પ્રદેશના હિમાલય પર્વત પર આવેલા સૂર્યતાલ અને ચંદ્રતાલના દર્શન થયા. તે વેળા ધ્યાનમાં આવ્યું કે, ‘સૂર્યતાલમાં ‘માર્તંડ’ શક્તિ અને ચંદ્રતાલમાં ‘રોહિણી’ શક્તિ છે, તેમજ સૂર્યતાલ એ વિશ્વની સૂર્યનાડી અને ચંદ્રતાલ એ વિશ્વની ચંદ્રનાડી છે.’ ‘સૂર્યતાલ અને ચંદ્રતાલની એકત્રિત શક્તિથી, એટલે કે સૂર્ય અને ચંદ્રની એકત્રિત શક્તિ થકી શ્રી ભુવનેશ્વરીદેવીની નિર્મિતિ થયેલી છે’, એવું દેખાયું. ‘દેવી ભુવનેશ્વરી બન્ને હાથની મુદ્રા કરીને પદ્માસનમાં બેઠાં છે. દેવીની આસપાસ જાંબુડિયા રંગની આભા છે’, એવા સાક્ષાત દેવીએ દર્શન દીધા. સૂર્યતાલ અને ચંદ્રતાલ એ બન્ને વચ્ચેનો પ્રદેશ એટલે ‘ભુવનેશ્વરી લોક’ છે. ‘ભુવનેશ્વરી દેવીની કૃપા મેળવવા માટે જ મહર્ષિએ અમને હિમાચલ પ્રદેશમાં મોકલ્યા હોવા જોઈએ’, એવું મને લાગ્યું.’
શ્રી ભુવનેશ્વરી દેવીનો મંત્ર
भुवनेशीं महामायां सूर्यमण्डलरूपिणीम् ।
नमामि वरदां शुद्धां कामाख्यारूपिणीं शिवाम् ॥
અર્થ : જે સ્વયં ‘મહામાયા’ છે, એવાં સૂર્યમંડળ પ્રમાણે તેજસ્વી રૂપ ધરાવનારાં, વરદાન આપનારાં, પવિત્ર, ‘કામાખ્યા’ નામથી પરિચિત, કલ્યાણકારી દેવી ભુવનેશ્વરીને હું નમન કરું છું.
(ઉપરોક્ત શ્લોકમાં ‘દેવી સૂર્યમંડળ રૂપિણી છે’, એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે, તેમજ દેવીપુરાણમાં ‘દેવીના મસ્તક પર ચંદ્ર વિરાજમાન છે’, એવો ઉલ્લેખ છે.’ – સંકલક)
અહીં પ્રકાશિત કરવામાં આવેલી અનુભૂતિઓ એ ‘ભાવ ત્યાં દેવ’ એ વચન અનુસાર સદ્ગુરુઓની વ્યક્તિગત અનુભૂતિઓ છે. તે અનુભૂતિઓ સહુકોઈને થાય એવું નથી. – સંપાદક