સિક્કિમમાંની ચીનની સીમા નજીક સ્થિત ‘હનુમાન ટોક’ આ જાગૃત દેવસ્થાનમાં શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે ભારતભૂમિના રક્ષણ માટે કરી પ્રાર્થના !
શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળનો સિક્કીમ રાજ્યનો દૈવી પ્રવાસ !
ગંગટોક – સિક્કીમની રાજધાની ગંગટોકથી ૮ કિલોમીટરના અંતર પર હિમાલય પર્વતની તળેટીમાં ‘હનુમાન ટોક’ નામનું પવિત્ર સ્થાન વસેલું છે. આ પર્વતશિખરોમાં ‘હનુમાન ટોક’ એ એક ટેકરી છે. એવું કહેવાય છે કે, હનુમાનજીએ જ્યારે હિમાલયમાંથી સંજીવની વનસ્પતિ ધરાવતો દ્રોણગિરી પર્વત લઈને લંકાની દિશામાં ઉડાણ કર્યું, ત્યારે તેઓ થોડા સમય માટે વિશ્રાંતિ લેવા અહીં રોકાયા હતા. તેથી સ્થાનિક લોકો આ સ્થાનને ‘હનુમાન ટોક’ એમ કહે છે. અહીંની માટીનો સ્પર્શ અને સુગંધ અલગ જ છે. શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ સિક્કીમ રાજ્યના પ્રવાસે હતાં ત્યારે સપ્તર્ષીની આજ્ઞાથી તેમણે ૨૧.૩.૨૨ ના દિવસે ‘હનુમાન ટોક’ સ્થાનની ભેટ લીધી અને હનુમાનના દર્શન કર્યા.
‘હનુમાન ટોક’ મંદિર વિશેની માહિતી
વર્ષ ૧૯૫૨માં ભારત સરકારના એક ઉચ્ચ પદ પર સેવારત અધિકારી શ્રી અપ્પાજી પંત જેઓ મૂળ મહારાષ્ટ્રના હતા તેમની સિક્કીમ રાજ્યમાં નિમણૂક થઈ હતી. શ્રી અપ્પાજી પંત ધાર્મિક પ્રવૃત્તિના અને ઈશ્વરના ભક્ત હતા. તેમને થયેલા દૈવી દ્રષ્ટાંત અનુસાર તેમણે આ ઠેકાણે એક મંદિરની સ્થાપના કરી અને તેમાં હનુમાનની મૂર્તિની પ્રતિષ્ઠાપના કરી. વર્ષ ૧૯૬૮ થી માંડીને આ ટેકરીનું સંપૂર્ણ દાયિત્વ ભારતીય સેના પાસે છે. આ મંદિરની દેખભાળ, સ્વચ્છતા, પૂજા અને ભક્તગણની સગવડ આદિ સર્વ સૈનિકો જ કરે છે.
હનુમાન ટોક ટેકરી પર આવેલા હનુમાન મંદિરમાં જવા માટે ૧૦૦થી અધિક પગથિયાં ચઢીને જવું પડે છે. પગથિયાં પરથી જતી વેળાએ માર્ગમાં ભારતીય સેનાએ હનુમાન વિશેના ભાવભક્તિ જાગૃત કરનારાં સુંદર ચિત્રો લગાડ્યા છે. વાતાવરણ સારું હશે અને ધુમ્મસ નહીં હોય, તો આ ટેકરી પરથી ‘કાંચનજંગા’ પર્વતના દર્શન થાય છે.
ભારત-ચીન સીમાથી નજીકમાંજ આવેલા હનુમાન ટોકથી ‘હનુમાન દેશની સીમાનું રક્ષણ કરી રહ્યા છે’, એવું શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે કહેવું
હનુમાન ટોક સ્થિત હનુમાન મંદિરની બાજુમાં શ્રીરામ, સીતા, લક્ષ્મણનું એક મંદિર છે. આ મંદિરમાં શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ઞાડગીળ નામજપ અને પ્રાર્થના કરવા માટે આસનસ્થ થયાં. ત્યારે તેમના શરીરમાં કંપ છૂટ્યો અને રુવાંટી ઊભી થઈ. તેમણે કહ્યું, ‘‘આ ક્ષેત્ર દૈવી છે. ભારત-ચીનની સીમા અહીંથી કેવળ ૫૦ કિ.મી. દૂર છે. હનુમાનજી અહીં રહીને દેશની સીમાનું રક્ષણ કરી રહ્યા છે.’’
આ સમયે શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળે ‘હે હનુમાનજી, હે શ્રીરામના દૂત, આ પવિત્ર ભારતભૂમિનું આપ રક્ષણ કરશો. આગામી આપત્કાળમાં શ્રીરામના ભક્તગણની રહેલી આ ભરતભૂમિનું આપ રક્ષણ કરશો’, એવી ભાવપૂર્ણ પ્રાર્થના કરી.