શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે હંપી (કર્ણાટક) ખાતેના માલ્‍યવંત પર્વત પર આવેલા ‘શ્રી રઘુનાથ મંદિર’ના લીધેલાં દર્શન !

Article also available in :

માલ્‍યવંત પર્વત પર આવેલું શ્રી રઘુનાથ મંદિર

 

૧. સીતાજીના વિરહમાં દુઃખી હતા ત્‍યારે પાર્વતીએ શ્રીરામની લીધેલી પરીક્ષા !

‘દિનાંક ૨૯.૧.૨૦૨૧ના દિવસે મહર્ષિએ કહ્યા પ્રમાણે અમે હંપી (કર્ણાટક) ખાતેના ‘નવવૃદાંવન’ આ ૯ સિદ્ધોની સમાધિસ્‍થાને જઈ આવ્‍યા. તે જ દિવસે સાંજે અમે હંપી ખાતેના માલ્‍યવંત પર્વત પર રહેલા શ્રી રઘુનાથ મંદિરના દર્શન માટે ગયા. શ્રીરામ વનવાસમાં હતા ત્‍યારે ૪ મહિના આ ઠેકાણે રોકાયા હતા. તેમણે ચાતુર્માસ અહીંજ કર્યો હતો. સીતાજીનું હરણ થયા પછી શ્રીરામ અતિશય નિરાશ થયા હતા. તેઓ પ્રત્‍યેક વૃક્ષ, પશુ-પક્ષી, પર્વત, નદીઓ, નાળા ઇત્‍યાદિને પૂછી રહ્યા હતા, ‘અરે, તમે મારી સીતાને જોઈ છે ?’ તેઓ અત્‍યંત ભાવનાશીલ થઈને વિલાપ કરતા કરતા સર્વત્ર ભમી રહ્યા હતા.

શ્રીરામની આ સ્‍થિતિ જોઈને સતી પાર્વતીને શંકા આવે છે, ‘રામ તો શ્રીવિષ્‍ણુના અવતાર છે, તો પછી પત્ની માટે માણસની જેમ આવો વિલાપ અને અતિ દુઃખ શા માટે કરી રહ્યા છે ? એટલે નક્કી જ આ ભગવાન નથી; કારણકે ભગવાન તો બધા દુઃખની પેલેપાર છે.’ તે શિવને આ વિશે પૂછે છે. તે સમયે શિવ તેમને કહે છે, ‘‘અરે પાર્વતી, અવતારની આ પણ એક લીલા છે’; પણ પાવર્તને તે કેમેય ગળે ઉતરતું નહોતું. તે કહે છે, ‘‘હું શ્રીરામની એક પરીક્ષા લઈશ.’’ તેઓ સીતાનું રૂપ ધારણ કરીને એ જ પર્વત પર શ્રીરામની સામે ઊભાં રહે છે. ત્‍યારે તે જ ક્ષણે અત્‍યંત નમ્રતાપૂર્વક શ્રીરામચંદ્ર તેમને પૂછે છે, ‘‘હે માતા, મારા પિતા શિવજી ક્યાં છે ?’’ સાક્ષાત્ આદિમાયા દ્વારા લીધેલી પરીક્ષામાં શ્રીરામચંદ્ર ઉત્તીર્ણ થાય છે અને તેમને ઓળખે પણ છે. તે સમયે સતી પાર્વતીને ગળે ઉતરે છે, ‘સાચે જ શ્રીરામ ભગવાન વિષ્‍ણુ જ છે.’ તે શ્રીરામને કહે છે, ‘‘તમે તો સાક્ષાત્ ભગવાન છો, તો પછી માણસ જેવો આવો વિલાપ કરતા સર્વત્ર શા માટે ભમી રહ્યા છો ?’’ ત્‍યારે શ્રીરામ કહે છે, ‘‘મને પણ ‘હું ભગવાન છું‘, એ કોઈને સમજાય નહીં, તેવી મર્યાદા છે. મારે માણસમાં માણસોની જેમ મનમેળ કરીને રહેવું જોઈએ’’; તેથી જ શ્રીરામને ‘મર્યાદા પુરુષોત્તમ’ આ ઉપાધિ છે.

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનું પણ એવું જ છે ને ! તેઓ પોતે પણ વિષ્‍ણુસવરૂપ હોવા છતાં કોઈને પણ ‘તેઓ કોણ છે ?’, એ જાણ થવા દેતા નથી. ‘હું કાંઈ કરતો નથી. બધું ભગવાન જ કરે છે’, એવું તેઓ કહેતા હોય છે.

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

 

૨. શ્રીરામ સાક્ષાત્ ભગવાન હોવા છતાં પણ રાવણને મારવા માટે તેમને પણ યોગ્‍ય સમયની રાહ જોવી પડવી

શ્રીરામ સાક્ષાત્ ભગવાન હોવાથી સુગ્રીવ અને અન્‍ય વાનર સેના લઈને તેઓ તરત જ રાવણ પર ચઢાઈ કરી શક્યા હોત; પરંતુ તેમણે તેમ કર્યું નહીં. તેમણે ૪ મહિના માલ્‍યવંત પર્વત પર રહીને ચાતુર્માસ કર્યો. મંદિરના પૂજારીને આનું કારણ પૂછવાથી તેમણે કહ્યું, ‘‘ભગવાન યોગ્‍ય સમયની રાહ જોતા હતા. પ્રત્‍યેકનો સમય આવવો જોઈએ, તેવું જ આ છે. રાવણને મારવાનો સમય પણ સુનિશ્‍ચિત જ હતો.’’

આમાંથી ‘પ્રત્‍યક્ષ ભગવાનના અવતારને પણ સમયચક્રએ બાંધી રાખ્‍યા છે, તો પછી માનવીની શી વાત ?’, એ ધ્‍યાનમાં આવે છે.

શ્રી રઘુનાથ મંદિરમાં (ડાબેથી) હનુમાન, લક્ષ્મણ, શ્રીરામ અને માતા સીતાની મૂર્તિઓ

 

૩. આઠમા શતકમાં ચોલ રાજાએ બાંધેલા મંદિરમાંની અત્‍યંત છટાદાર અને કાળા પાષાણની મૂર્તિઓ !

આ પર્વત પર શ્રીરામનું સુંદર મંદિર છે. આ મંદિર ૮મા શતકમાં ચોલ રાજાએ બાંધ્‍યું છે. અહીંની શ્રીરામમૂર્તિ બેઠેલા રૂપમાં છે. બને ત્‍યાં સુધી શ્રીરામની બેઠેલી મૂર્તિ ક્યાંય પણ જોવા મળતી નથી. અહીં મૂર્તિની એક બાજુએ લક્ષ્મણ અને બીજી બાજુએ માતા સીતાની મૂર્તિઓ છે. હનુમાન શ્રીરામની સામે સીતાએ આપેલા ચૂડામણિનો સંકેત આપતી વેળાએ ખોબો કરીને બેઠા છે. ચારેય મૂર્તિઓ અત્‍યંત છટાદાર અને કાળા પાષાણમાંથી ઘડી છે.

 

૪. શ્રીરામે સુગ્રીવ અને અન્‍ય વાનરો સાથે લંકા ખાતે જઈને રાવણને મારવાનું નિયોજન કર્યું, તે ગુફા !

આ ગુફામાં રહીને શ્રીરામે સુગ્રીવ અને અન્‍ય વાનરો સાથે લંકા જઈને રાવણને મારવાનું નિયોજન કર્યું હતું. મંદિરની પાછળની બાજુએથી ગુફાનો આકાર સ્‍પષ્‍ટ રીતે દેખાય છે. ‘જાણે કેમ શેષનાગે તેમનું છત્ર જ ગુફા પર ધર્યું ન હોય’, એવો આ ગુફાનો આકાર છે. પૂજારીએ અમને આ ગુફાના પત્‍થરનો આકાર પાછળથી બતાવ્‍યો. આ ભાગ વનમાં છે. ક્યારેક ચિત્તા, વાઘ, જેવા વન્‍ય પ્રાણીઓ તે ભાગમાં આવે છે. તેને કારણે ‘ત્રેતાયુગમાં આ ભાગમાં શ્રીરામ ૪ મહિના કેવી રીતે રહ્યા હશે ?’, તેની કલ્‍પના જ ન કરી શકાય !

આ ભવ્‍ય મંદિર જોતી વેળાએ ‘તે સમયે એક પર્વત પર આટલા મોટા પત્‍થર લઈ જઈને મંદિર કેવી રીતે બાંધ્‍યું હશે ?’, તેની કલ્‍પના પણ કરી શકાતી નથી. સાચે જ, આપણા  મહાન પૂર્વજો, દૈવી અને ધર્મશાસ્‍ત્રસંપન્‍ન શિલ્‍પકાર અને તેમને રાજાશ્રય આપનારા રાજાઓને અમારા કોટિશઃ પ્રણામ !’

 શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ, નંદ્યાળ, આંધ્રપ્રદેશ. (૧.૨.૨૦૨૧, સવારે ૧૦.૩૩)

Leave a Comment