‘હાલમાં પ્રતિકારશક્તિ (ઇમ્યુનિટી) સંકલ્પનાને અતિશય મહત્ત્વ આવ્યું છે. લોકો પ્રતિકારશક્તિ વધારવા માટે જે દેખાય તે અને જે મળે તે ઔષધિઓ, ઉકાળા શોધતા હાંફળાં-ફાંફળાં થઈને દોટ મૂકી રહ્યા છે. કેટલાક ચતુર લોકોએ તેનો મોટા પાયે ધંધો કરીને લાભ મેળવ્યો છે; પણ પ્રતિકારશક્તિ સારી રાખવી, તે માટે સાદી, સરળ અને સોંઘી બાબતો કરી શકાય છે.
૧. ગળામાં ખંજવાળ આવતી હોય અથવા શરીરમાં કળતર લાગે, તો ચેપી રોગનો આરંભ હોઈ શકે છે. આવા સમયે વિટામીન ‘સી’ની ૨ ગોળીઓ અને એક ‘બી કોમ્પ્લેક્શ’ તેમજ ‘ઝિંક’ એકત્ર હોય તેવી ગોળી તરત જ લેવી. આ રીતે ૫ દિવસ અને પછી વિટામીન ‘સી’ની ૧ ગોળી ૧૦ દિવસ સુધી ચાલુ રાખવામાં વાંધો નથી. વિટામીનની આ ગોળીઓ જમ્યા પછી લેવી. હું આ પ્રયોગ વર્ષોથી કરી રહી છું. થોડી પણ ગળામાં ચળ આવે તો તરત જ ઔષધિઓ લેવાથી ઉત્તમ લાભ થાય છે. આ ગોળીઓ ઘણી સોંઘી છે.
કોરોના પ્રતિબંધ થવા માટે ‘વિટામીન ડી’ પણ મહત્ત્વનું છે. વિટામીન D ની 60K ની ગોળી અઠવાડિયામાં ૧ આ રીતે આઠ અઠવાડિયા લેવી.
(અહીં આપેલા સમયગાળા કરતાં વધારે સમયગાળા માટે આ ગોળીઓ લેવાની થાય, તો હંમેશાના ‘ફેમિલી ડૉક્ટર’ની સલાહ લેવી. – સંકલક)
૨. જો થોડો પણ થાક હોય, સારું લાગતું ન હોય, શરીરમાં કળતર હોય, ગળું દુઃખતું હોય, તો ક્યારે પણ વ્યાયામ કરવો નહીં. આવા સમયે શરીર આવનારા ચેપને રોકવાનો પ્રયત્ન કરતું હોય છે. તમે જેટલી વિશ્રાંતિ લેશો, તેટલી શરીર માટે સહાયતા થતી હોય છે.
તેમજ આવા સમયે શરીર ઢંકાય તેટલા ગરમ કપડાં પરિધાન કરવા અને સંપૂર્ણ વિશ્રાંતિ લેવી ઉત્તમ ! આવા સમયે ઠંડાં પાણીથી સ્નાન કરવાનું ટાળવું. સારું ન લાગતું હોય, તો સ્નાન પરોઢિયે વહેલાં અથવા રાત્રે કરવું નહીં.
૩. વાળ ભીના હોય, ત્યારે વધારે પવન હોય, તે ઠેકાણે જવું નહીં. વાળ ભીના હોય, ત્યારે ખુલ્લી હવામાં વ્યાયામ કરવો નહીં.
૪. નિરંતર ગરમ પાણી પીવું અને ઉકાળા પીવાનું યોગ્ય નથી. તેને કારણે અન્નનળીના અંદરના આવરણને હાનિ થઈ શકે છે. પરિણામે પ્રતિકારશક્તિ ઓછી થઈ શકે છે.
(વૈદ્યની સલાહ પ્રમાણે પ્રમાણસર ગરમ પાણી અને ઉકાળો લેવામાં વાંધો નથી. – સંકલક)
૫. મસાલા ધરાવતા પદાર્થોને કારણે પ્રતિકારશક્તિને ઘણી ચાલના મળે છે. તેથી આ પદાર્થોનો સમાવેશ કરીને ટમેટાં અથવા કોકમનું સૂપ (સાર) લેવામાં વાંધો નથી.
(આ પદાર્થો પ્રમાણસર જ લેવા. – સંકલક)
૬. પ્રતિકારશક્તિ વધારવા માટે નિયમિત વ્યાયામ અને વજન નિયંત્રણમાં રાખવા જેવું અન્ય પરિણામકારક શસ્ત્ર નથી. નિયમિત વૈદ્યકીય સલાહથી મધુમેહ, રક્તદાબ જેવી માંદગી નિયંત્રણમાં રાખવી આવશ્યક છે.’
૭. આ સાથે જ માંદગીમાં રુગ્ણને સકારાત્મક અને આનંદી રાખવાનું આવશ્યક છે.
– ડૉ. શિલ્પા ચિટનીસ-જોશી, સ્ત્રીરોગ અને વંધ્યત્વ તજ્જ્ઞ, કોથરૂડ, પુણે.