અનુક્રમણિકા
છીંકો તો બધા લોકોને આવે છે. જો તમને એકથી બે છીંકો આવતી હોય તો તે અવસ્થા સામાન્ય ગણવામાં આવે છે, પણ જો છીંકો ફરી-ફરીથી આવવા લાગે તો તે એક સમસ્યા બને છે. વારંવાર છીંકવાથી આપણે અસ્વસ્થ બનીએ છીએ અને ચીડચીડ થાય છે. છીંકો ખાવાથી અનેક લોકોનું માથું દુઃખે છે. જો તમને વારંવાર છીંકો આવતી હોય તો તમે છીંકો થોભે તે માટે ઘરગથ્થુ ઉપાય કરી જુઓ.
૧. ઠંડી હવા આ પણ છીંકોનું કારણ હોઈ શકે છે
‘કેટલીક વાર સવારે ઊઠ્યા પછી નાક બંધ હોય છે અને ઘણી છીંકો આવતી રહે છે. આ સમયે ‘આપણને કોરોના તો થયો નથી ને !’, એમ લાગીને કેટલાક લોકો ગભરાઈ જાય છે. ‘છીંકો આવવાનું કારણ પ્રત્યેક સમયે કોરોના જ હોય છે’, એમ નથી. રાત્રિની ઠંડી હવાને કારણે નાક બંધ થવું, એ પણ એક પ્રાથમિક કારણ હોઈ શકે છે. ઠંડી હવાને કારણે નાકના અસ્થિવિવરમાંથી (સાયનસમાંથી) વહેનારો દ્રવ (શેડા) ત્યાં ડાટી રહે છે. શ્વસનમાર્ગમાંનું આ નડતર દૂર થાય, તે માટે છીંકો આવે છે. કેટલીકવાર સુતી વેળાએ મોઢું ખુલ્લું રહે છે અને નાક બંધ હોવાને લીધે મોઢાથી શ્વાસોચ્છવાસ ચાલુ થાય છે. આવા સમયે ગળાને ઠંડી હવા લાગવાથી ગળું લાલઘુમ બને છે.
૨. છીંકો આવતી હોય ત્યારે કરવાના ઉપાય
અ. સવારે ઊઠ્યા પછી જો છીંકો આવતી હોય, તેમજ ગળું લાલ બનીને જડબાના સાંધાના મૂળમાં દાબ્યા પછી દુઃખતું હોય તો નાક, કાન, ગળું, તેમજ જડબાના સાંધાના મૂળમાંના ભાગ પર શેક કરવો. શેક કરવા માટે ગરમ થેલી (હિટિંગ પૅડ) વાપરવી. પાણીની વરાળથી શેક લેવા કરતાં આ રીતે કોરો શેક કરવાથી વધુ લાભ થાય છે. ત્યાર પછી નાક નસીકવાથી (નાકમાંથી લીંટ સાફ કરવાથી) કઠ્ઠણ થયેલો દ્રવ પદાર્થ (શેડા) બહાર પડી જાય છે. શ્વસનમાર્ગમાંની નડતર દૂર થયા પછી છીંકો આવવાનું રોકાય છે.
આ. રાઈના તેલના 2-3 ટીપાં નાકમાં નાખો. તેલને ઉપરની દિશામાં ખેંચો. તેને કારણે છીંકો આવવાનું રોકાય છે. આ એક અતિશય પ્રભાવી ઉપાય છે.
૩. પ્રતિબંધાત્મક ઉપાય
છીંકો આવે જ નહીં, તે માટે રાત્રે સૂતી વેળાએ માથા ફરતે ઓઢીને સૂવું. કાનમાં રૂનું પૂમડું નાખવું. નાકમાં અંદરની બાજુથી તેલ લગાડવું. રાત્રે સૂતી વેળાએ દૂધ અથવા પાણી પીવાનું ટાળવું. પાણી પીવાનું જ થાય તો ઘુંટડો જ પીવું.’