અનુક્રમણિકા
- ૧. દેહમાંની ગરમી ઓછી કરવા માટે શારીરિક સ્તર પર કરવાના ઉપાય
- ૧ અ. તુલસીનું બી આરોગવું
- ૧ આ. ધરોનો (દૂર્વાનો) રસ પીવો
- ૧ ઇ. વીરણનો વાળો (ખસ) નાખેલું પાણી પીવું.
- ૧ ઈ. પાણીમાં ડમરો અથવા ઇલાયચી નાખીને પીવું
- ૧ ઉ. પાણીમાં ધાણા પલાળીને તે પાણી પ્રાશન કરવું
- ૧ ઊ. ગુલકંદનું સેવન કરવું
- ૧ એ. ભોજનમાં છાશ લેવી
- ૧ ઐ. આંખો ઉપર કાકડી અથવા બટાકું કાપીને તેની ચકતીઓ મૂકવી
- ૧ ઓ. પગના તળિયામાં ગોપીચંદન અથવા ચંદનનો લેપ લગાડવો
- ૧ ઔ. પગના તળિયાઓમાં મેંદી લગાડવી
- ૧ અં. પગના તળિયાને તેલ લગાડીને કાંસાની વાટકીથી માલિશ કરવું
- ૨. શરીરમાંની ગરમી ન્યૂન કરવા માટે આધ્યાત્મિક સ્તર પર કરવાના ઉપાય
- ૩. સંગીતના કેદાર, માલકંસ અને અમૃતવર્ષિણી આ રાગ સાંભળવા
૧. દેહમાંની ગરમી ઓછી કરવા માટે શારીરિક સ્તર પર કરવાના ઉપાય
૧ અ. તુલસીનું બી આરોગવું
તુલસીના પાંદડા ગરમ, જ્યારે તુલસીનું બી ઠંડુ હોય છે. શરીરમાંની ગરમી ઓછી કરવા માટે તુલસીના એક ચમચી બી અડધી વાટકી પાણીમાં ૩ કલાક પલાળી રાખવા અને તેમાં ૧ વાટકી નવશેકું દૂધ ઉમેરીને સવારે નયણે કોઠે પીવું. એવુ ૭ દિવસ કરવું.
૧ આ. ધરોનો (દૂર્વાનો) રસ પીવો
ધરો પુષ્કળ પ્રમાણમાં શીતલ હોય છે. દિવસમાં ૨-૩ વેળા ધરોનો રસ કાઢી લઈને તે પ્રાશન કરવો.
૧ ઇ. વીરણનો વાળો (ખસ) નાખેલું પાણી પીવું.
પાણીમાં વીરણનો વાળો નાખીને પાણી દિવસ દરમિયાન તરસ લાગે ત્યારે પીવું.
૧ ઈ. પાણીમાં ડમરો અથવા ઇલાયચી નાખીને પીવું
પાણીમાં ડમરો અથવા ઇલાયચી છોલીને નાખવી અને તે પાણી દિવસ દરમિયાન જ્યારે તરસ લાગે, ત્યારે પ્રાશન કરવું.
૧ ઉ. પાણીમાં ધાણા પલાળીને તે પાણી પ્રાશન કરવું
ધાણાનું સેવન કરવાથી શરીરની શીતળતા વધે છે. તેથી પાણીમાં ધાણા પલાળી રાખીને તે પાણી દિવસ દરમિયાન તરસ લાગે ત્યારે પ્રાશન કરવું.
૧ ઊ. ગુલકંદનું સેવન કરવું
ગુલાબની પાંખડીઓમાંથી ગુલકંદ બનાવવામાં આવે છે. ગુલાબની પાંખડીઓ શીતલ હોવાથી ગરમી વધી જાય ત્યારે હૂંફાળા દૂધમાં ગુલકંદ નાખીને તેનું સવારે નયણે કોઠે પ્રાશન કરવું. ગુલકંદના બદલે ગુલાબનું શરબત બનાવીને તે પણ લઈ શકાય છે.
૧ એ. ભોજનમાં છાશ લેવી
ભોજનમાં દેશી ગાયના દૂધમાંથી બનાવેલી છાશ પીવી. ગાયનું દૂધ ઉપલબ્ધ થતું ન હોય, તો ભેંસના દૂધમાંથી બનાવેલી છાશ દિવસમાં ૧ વેળા બપોરના ભોજન સમયે નિયમિતતાથી સેવન કરવી. કેટલાક લોકોને છાસ લેવાથી ત્રાસ વધી શકે છે. એવી વ્યક્તિઓએ ત્રાસ વધી જાય તો છાશ લેવાનું બંધ કરવું જોઈએ.
૧ ઐ. આંખો ઉપર કાકડી અથવા બટાકું કાપીને તેની ચકતીઓ મૂકવી
ગરમીને કારણે આંખોની બળતરા થતા હોય, ત્યારે આંખો પર કાકડી અથવા બટાકાની કાપેલી ચકતીઓ ૧૫-૨૦ મિનિટ સુધી મૂકી રાખવી. આ ઉપાય દિવસમાં ૨-૩ વેળા કરવો.
૧ ઓ. પગના તળિયામાં ગોપીચંદન અથવા ચંદનનો લેપ લગાડવો
શરીરની ઉષ્ણતા પગના તળિયામાંથી બહાર પડતી હોય છે. ગોપીચંદન અથવા ચંદન શીતળ હોવાથી ગરમી વધે ત્યારે તેમનો લેપ પગના તળિયાઓને દિવસમાં ૨-૩ વેળા લગાડવો અને તે ઓછામાં ઓછું ૩૦ મિનિટ સુધી રાખવો.
૧ ઔ. પગના તળિયાઓમાં મેંદી લગાડવી
પગના તળિયાઓને મેંદી લગાડવી.
૧ અં. પગના તળિયાને તેલ લગાડીને કાંસાની વાટકીથી માલિશ કરવું
પગના તળિયાને કોપરેલ તેલ લગાડીને કાંસાની વાટકીથી દિવસમાં ઓછામાં ઓછું ૧ વેળા અને વધુમાં વધુ ૩-૪ વેળા પગના તળિયાને માલિશ કરવાથી શરીરમાં રહેલી ઉષ્ણતા કાંસાની વાટકીમાં ખેંચાઈ જાય છે.
પેટમાં ઔષધી લેવાના ઉપરોક્ત ઉપચાર વધુમાં વધુ ૧૫ દિવસ કરી જોવા, આ ઉપચાર કર્યા પછી પણ ત્રાસ ઓછો થતો ન હોય, તો સ્થાનિક વૈદ્યની સલાહ લેવી.
૨. શરીરમાંની ગરમી ન્યૂન કરવા માટે આધ્યાત્મિક સ્તર પર કરવાના ઉપાય
અ. નામજપ
૨ અ ૧. આપતત્ત્વની મુદ્રા કરીને વરુણદેવનો નામજપ કરવો અથવા ‘વં’ આ બીજમંત્રનું પઠન કરવું
અનામિકા આંગળી આપતત્ત્વ સાથે સંબંધિત છે. તેથી દેહની ગરમી વધી ગયા પછી અંગૂઠાની ટોચ અનામિકાની ટોચ સાથે અથવા મૂળમાં લગાડીને આ રીતે આપતત્ત્વની મુદ્રા કરીને ‘શ્રી વરુણાય નમઃ ।’ આ નામજપ ઓછામાં ઓછો અડધો કલાક કરવો. વરુણદેવતા આપતત્ત્વની દેવતા હોવાથી તેનો નામજપ અને ‘વં’ બીજમંત્ર આપતત્ત્વ સાથે સંબંધિત હોવાથી આ બીજમંત્ર ઓછામાં ઓછો અડધો કલાક પઠન કરવાથી દેહમાં રહેલું તેજતત્ત્વ ઓછું થઈને આપતત્ત્વ વૃદ્ધિંગત થવા લાગે છે. તેથી શરીરની ગરમી ઘટી જઈને શીતળતા વધે છે.
૨ અ ૨. દેવતાઓના તારક રૂપનો નામજપ કરવો અને રામનામનો જપ કરવાનું આધ્યાત્મિક મહત્ત્વ
દેવતાઓના તારક રૂપના નામજપમાંથી તારકશક્તિ અને મારક રૂપના નામજપમાંથી મારક શક્તિ પ્રક્ષેપિત થતી હોય છે. તારક શક્તિનાં સ્પંદનો શીતલ, જ્યારે મારક શક્તિનાં સ્પંદનો ઉષ્ણ હોય છે. તેથી શરીરમાંની ગરમી વધી જાય, તો દેવતાઓના તારક રૂપનો નામજપ ઓછામાં ઓછો ૧ કલાક કરવો. સર્વ દેવતાઓના નામજપમાંથી પ્રભુ શ્રીરામનો તારક રૂપનો નામજપ ઓછામાં ઓછો ૧કલાક કરવાથી દેહને શીતલતા અને મનને શાંતિ મળે છે. સમુદ્રમંથન સમયે જ્યારે શિવે હલાહલ (વિષ) પ્રાશન કર્યું હતું, ત્યારે તેમના દેહમાં બળતરા થતા હતી. ત્યારે શિવે દેહના તાપને શાંત કરવા માટે મસ્તક પર ચંદ્ર, જટામાં ગંગા, દેહ પર નવ નાગ અને ભસ્મલેપન કર્યું, તો પણ શિવનો દાહ એટલે શરીરને થનારી બળતરા શાંત થતી ન હોવાથી શિવજીએ પ્રભુ શ્રીરામનો ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ આ નામજપ કરવાનો આરંભ કર્યો. તેથી શિવજીના દેહને થનારી બળતરા શાંત થઈ.
શ્રીવિષ્ણુના સહસ્ર નામમાંથી શ્રીરામનું નામ એ સર્વ શ્રેષ્ઠ છે. ૩ વેળા ઉચ્ચારેલું શ્રીરામનું નામ એ શ્રીવિષ્ણુસહસ્રનામની તુલનામાં એક સરખું (તુલ્યબળ) છે.
આ. દેહની સૂર્યનાડી બંધ કરીને ચંદ્રનાડી ચાલુ થવા માટે પ્રાણાયામ અને અન્ય ઉપાય કરવા
જ્યારે વ્યક્તિની સૂર્યનાડી ચાલુ થાય છે, ત્યારે તેના દેહની ગરમી વધે છે. જમણું નસકોરું એ સૂર્યનાડીનું, જ્યારે ડાબું નસકોરું એ ચંદ્રનાડીનું પ્રતીક છે. ડાબા નસકોરાંથી ૫-૧૦ મિનિટ શ્વાસ લઈને તે ડાબા નસકોરા વાટે જ છોડવાનો પ્રયત્ન કરવો. તેથી વ્યક્તિની ચંદ્રનાડી ચાલુ થાય છે. તેવી જ રીતે ૧૫-૨૦ મિનિટ જમણા પડખે સૂઈ રહેવાથી સૂર્યનાડી બંધ થઈને ચંદ્રનાડી ચાલુ થાય છે. તેથી શરીરમાંની ઉષ્ણતા ઘટી જાય છે.
ઇ. પાણીમાં મીઠું નાખીને તેમાં પગ ડૂબાડીને ઉપાય કરવા
શરીરમાં ત્રાસદાયક શક્તિ સંઘરાયેલી હોવાથી પણ દેહની ઉષ્ણતા વધે છે. એવા સમયે ૧૫ થી ૨૦ મિનિટ પાણીમાં મીઠું નાખીને તેમાં પગ ડૂબાડીને બેસવું. તેને કારણે દેહની ત્રાસદાયક શક્તિ મીઠું નાખેલા પાણીમાં ખેંચાઈ જઈને દેહની ઉષ્ણતા ઘટી જવામાં સહાયતા થાય છે.
ઈ. ખાલી ખોખાંના ઉપાય કરવા
૨ ઈ ૧. મોઢા સામે ખાલી ખોખું ધરવું
મોઢામાં ગરમી વધી જાય તો મુખ ખુલ્લું રાખીને તેની સામે ખાલી ખોખું ૧૫ થી ર૦ મિનિટ ધરી રાખવું. તેથી મોઢામાં ભેગી થયેલી ત્રાસદાયક શક્તિ ખાલી ખોખામાં ખેંચાઈ જઈને દેહમાંની ગરમી ઓછી થાય છે.
૨ ઈ ર. ખાલી ખોખામાં પગ મૂકીને બેસવું
ગરમીને કારણે પગના તળિયામાં બળતરા થતી હોય, તો મોટા આકારના ખાલી ખોખામાં બન્ને પગ મૂકીને ૨૦ થી ૩૦ મિનિટ સુધી બેસવું. તેથી ખોખાના પોલાણમાં પગની ત્રાસદાયક શક્તિ અથવા ગરમી ખેંચાઈ જઈને દેહની ગરમી ઓછી થાય છે.
૩. સંગીતના કેદાર, માલકંસ અને અમૃતવર્ષિણી આ રાગ સાંભળવા
આપતત્ત્વ સાથે ‘મેઘમલ્હાર’ સંબંધિત છે. ‘કેદાર અને માલકંસ આ બન્ને રાગ શિવતત્ત્વ સાથે સંબંધિત છે. અમૃતવર્ષિણી આ રાગ કર્ણાટકી રાગ છે. તે આપતત્ત્વ સાથે સંબંધિત છે.’
– સુશ્રી (કુ.) તેજલ પાત્રીકર (આધ્યાત્મિક સ્તર ૬૧ ટકા), સંગીત વિશારદ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.)
કેદાર અને માલકંસ આ બન્ને રાગમાં શિવતત્ત્વ કાર્યરત છે. આ તત્ત્વ નિર્ગુણ સ્વરૂપનું છે અને તે આકાશતત્ત્વ સાથે સંબંધિત છે. શરીરમાંની ઉષ્ણતા તેજતત્ત્વ સાથે સંબંધિત હોય છે. તેથી જ્યારે શરીરમાં તેજતત્ત્વ વધી જવાથી દેહની ગરમી વધે છે, ત્યારે આકાશતત્ત્વ સાથે સંબંધિત હોય એવા ‘કેદાર અને માલકંસ’ અને આપતત્ત્વ સાથે સંબંધિત હોય એવા ‘મેઘમલ્હાર’ આ રાગમાંનું સંગીત ગાયન અથવા વાદનનું સંગીત ૧૫ થી ર૦ મિનિટ સાંભળ્યા પછી દેહમાંનું આકાશ અથવા આપ તત્ત્વ વધી જઈને તેજતત્ત્વનું પ્રમાણ ન્યૂન થાય છે. તેથી શરીરમાં વધી ગયેલી ઉષ્ણતા ઘટી જઈને શીતલતા વધે છે. વ્યક્તિની પ્રકૃતિ અનુસાર તેને વિવિધ પ્રકારના ઉપાય લાગુ પડતા હોય છે. તેથી કેટલાક જણાને શિવતત્ત્વ સાથે, એટલે કે આકાશતત્ત્વ સાથે અને કેટલાક જણાને આપતત્ત્વ સાથે સંબંધિત હોય એવા રાગ સાંભળ્યા પછી તેમને લાભ થાય છે અને તેમની ગરમી ઓછી થાય છે.’
કૃતજ્ઞતા
‘ઈશ્વરની કૃપાથી દેહમાંની ઉષ્ણતા ન્યૂન કરવા માટે શારીરિક અને આધ્યાત્મિક સ્તર પર ઉપરોક્ત ઉપાય સુઝ્યા’, તે માટે હું ઈશ્વરનાં ચરણોમાં કૃતજ્ઞ છું.’
– કુ. મધુરા ભોસલે (આધ્યાત્મિક સ્તર ૬૩ ટકા) (સૂક્ષ્મ દ્વારા મળેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.
* સૂક્ષ્મ : વ્યક્તિનાં સ્થૂળ એટલે પ્રત્યક્ષમાં દ્રશ્યમાન થનારા અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિની પેલે પારનું એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરી ચૂકેલી કેટલીક વ્યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓની જાણ થાય છે. આ ‘સૂક્ષ્મ’ના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે.
* સૂક્ષ્મમાંનું દેખાવું, સંભળાવું ઇત્યાદિ (પંચ સૂક્ષ્મજ્ઞાનેંદ્રિયો થકી જ્ઞાનપ્રાપ્તિ થવી) : કેટલાક સાધકોની અંતર્દૃષ્ટિ જાગૃત થાય છે, એટલે તેમને આંખોથી જોઈ ન શકાય તે જોવા મળે છે, તો કેટલાક જણાને સૂક્ષ્મમાના નાદ અથવા શબ્દો સંભળાય છે.