શિશિર ઋતુ

Article also available in :

દક્ષિણ ભારતમાં ઠંડી વધારે પડતી ન હોવાથી શિશિર ઋતુ હોતી નથી. શિશિર ઋતુમાં આકાશ નિરભ્ર અને સ્‍વચ્‍છ હોય છે; પણ ધુમ્‍મસને કારણે સૂર્ય દર્શન વધારે થતું નથી. ઠંડો અને કોરો વાયુ વહે છે. સરવાળે વાતાવરણ વધુ પડતું ઠંડું અને કોરું હોય છે. ક્યારેક વાવાઝોડા સાથે વરસાદ વરસે છે. શિશિર ઋતુમાં ભૂમિ ઠંડી હોય છે. પાણી ઠંડું, સ્‍વચ્‍છ અને મધુર હોય છે. ઔષધી ઉત્તમ વીર્યયુક્ત હોય છે અને આ ઋતુમાં કડવા રસની અધિકાઈ હોય છે. શરીરબળ, પાચનશક્તિ અને અગ્‍નિ ઉત્તમ હોય છે.

 

૧. શિશિર ઋતુમાં દોષો પર પરિણામ

આ ઋતુ કફ માટે સંચય કાળ હોય છે. શિશિર ઋતુમાં તડકે બેસવું. ઠંડી હોવાથી ચાંદની રાતમાં ફરવું. ઠંડા પવનમાં અથવા બરફમાં ફરવું નહીં.

 

૨. ઘર કેવું હોવું જોઈએ ?

ઉષ્‍ણ, હૂંફાળા ઘરમાં રહેવું. સ્‍વચ્‍છ, હૂંફાળા ઉનના કપડાં પહેરવાં. તેમજ હાથમોજા, પગમોજા, મફલર ઇત્‍યાદિનો ઉપયોગ કરવો. સૂવાનો ઓરડો હૂંફાળો હોવો જોઈએ.

 

૩. શિશિર ઋતુમાં દિનચર્યા

બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું. તીખા, કડવા અને તૂરા રસાત્‍મક દંતકાષ્‍ઠથી દાંત ઘસવા, આંખોમાં કાજળ આંજવું. ઉષ્‍ણ ઔષધિયુક્ત તેલથી કોગળા કરવા. શૈત્‍ય નિવારણ માટે ઔષધી વનસ્‍પતિનું ધૂમ્રપાન કરવું.

 

૪. તાંબૂલ (પાનબીડું)

શિશિર ઋતુમાં તાંબૂલ સેવન કરવું. અભ્‍યંગ કરવું. વ્‍યાયામ, તરવાનું ટાળવું, અતિશ્રમ કરવામાં વાંધો નથી. નવશેકા અથવા ગરમ પાણીથી સ્‍નાન કરવું. ત્‍યાર પછી શરીરે અગરુચૂર્ણ લગાડવું. દિવસે સૂવું નહીં.

 

૫. આહાર

મધુર, ખાટો અને ખારો રસાત્‍મક તેમજ ભારે ખોરાક લેવો. તીખા, કડવા અને તૂરા રસાત્‍મક પદાર્થો અન ક્ષાર ટાળવા. તેલ, ઘી ખાવામાં વાંધો નથી.

 

૬. પંચકર્મ

સ્‍નેહન, સ્‍વેદન હેમંતઋતુ પ્રમાણે,વમન, વિરેચન, બસ્‍તી, રક્તમોક્ષણ, નસ્‍ય કરવું નહીં.

 

૭. ઋતુ અનુસાર કપડાંનો રંગ

ઋતુ કપડાંનો રંગ
૧. ‘ગ્રીષ્‍મ (ઉનાળો) અને શરદ ધોળો. ધોળાં કપડાં સૂર્યકિરણો પરાવર્તિત કરે છે; તેને કારણે શરીર ઠંડું રહે છે.
૨. વર્ષા (ચોમાસું) ધોળો અથવા પીળો
૩. શિશિર અને હેમંત (શિયાળો) લાલ, પીળો અથવા કાળો
૪. વસંત લાલ અથવા અન્‍ય ઘેરો રંગ

Leave a Comment