અનુક્રમણિકા
૧. લક્ષ્મીવિલાસ રસ
આ હૃદયને ઉત્તેજના આપનારું ઔષધ છે. નાડીના ધબકારાં ક્ષીણ થયા હોય, ત્યારે આ ઔષધના સેવનથી તે પૂર્વવત્ થવામાં સહાયતા થાય છે. તેના સેવનથી ધમનિઓ વિસ્ફારિત થાય છે અને હૃદયનું આકુંચન-પ્રસરણ આ કામો પણ અબાદ્ય રીતે થવામાં સહાયતા થાય છે. આ ઔષધ વૈદ્યના સમાદેશથી જ (સલાહથી જ) લેવું. તાત્કાલિક (તે સમય પૂરતું) ઔષધ લેવાનું થાય તો એક ગોળીનું ચૂર્ણ થોડા મધમાં ભેળવીને ચગળીને ખાવું. અન્ય સમયે ૧૫ દિવસથી ૧ માસ સવાર-સાંજ એકેક ગોળીનું ચૂર્ણ થોડા મધમાં ભેળવીને ચગળીને ખાવું.
૧ અ. શ્વસનસંસ્થા અને રુધિરાભિસરણ સંસ્થાના વિકાર
શ્વસનસંસ્થા અને હૃદયને બળ આપવા માટે આ ઔષધનો સારો ઉપયોગ થાય છે. જીવ મૂંઝાતો હોય (ગભરામણ થતી હોય), વારંવાર ગભરામણ થવી, છાતીમાં ધડધડવું આના જેવા હૃદય સાથે સંબંધિત વિશિષ્ટ લક્ષણોમાં આ ઔષધનો ઉપયોગ થાય છે.
૧ આ. ઉલટી અને ઝાડા
આમાં નાડીના ધબકારાં ક્ષીણ થયા હોય ત્યારે આનો ઉપયોગ કરવો.
૧ ઇ. આંત્ર જ્વર (ટાઈફોઈડ)
આંતરડામાં રહેલું ઝેર નષ્ટ થવા માટે આ ઔષધનો ઉપયોગ થાય છે. તાવને કારણે આવેલી નબળાઈ આ ઔષધના ઉપયોગથી દૂર થવામાં સહાયતા થાય છે.
૧ ઈ. માથાનો દુઃખાવો
એકસામટા સણકા આવતા રહેવા; કપાળ, ભ્રમરો, ગરદન અને પીઠમાંથી સણકા આવવા; શેકવાથી સારું લાગવું અને ઠંડા પવનથી વેદના વધવા જેવા વિશિષ્ટ લક્ષણો ધરાવતા માથાના દુઃખાવામાં આ ઔષધનો ઉપયોગ થાય છે.
૨. પ્રભાકર વટી
હૃદયને બળ પ્રદાન કરનારું આ ઔષધ છે. આ ‘છાતીમાં ધડધડવું’, આ લક્ષણ પર ઉપયુક્ત છે. હૃદયના વિકારોમાં હૃદયની કાર્યક્ષમતા વધારવા માટે આનો ઉપયોગ થાય છે. કોરોના જેવા ચેપી તાવ પછી હૃદયને આવેલી નબળાઈ આના સેવનથી દૂર થવામાં સહાયતા થાય છે. ૧૫ દિવસથી ૧ માસ એકેક ગોળીનું ચૂર્ણ દિવસમાં બે વાર મધ સાથે ચગળીને ખાવું. ઔષધ વૈદ્યની સલાહથી જ લેવું.
ઔષધિઓ પોતાના મનથી લેવા કરતાં વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ; પરંતુ ઘણીવાર વૈદ્ય પાસે તરત જ જવા જેવી પરિસ્થિતિ હોતી નથી. કેટલીક વાર વૈદ્ય પાસે પહોંચીએ ત્યાં સુધી તરત જ ઔષધ મળવું આવશ્યક હોય છે, જ્યારે ઘણીવાર થોડીઘણી ઔષધિઓ લેવાથી વૈદ્ય પાસે જવાનો વારો જ આવતો નથી. તેથી ‘પ્રાથમિક ઉપચાર’ તરીકે અહીં આયુર્વેદની કેટલીક ઔષધિઓ આપી છે. જો ઔષધિઓ લઈને પણ સારું ન લાગે, તો બીમારી સહન કર્યા કરવા કરતાં સ્થાનિક વૈદ્યને મળવું.