અનુક્રમણિકા
સૂતશેખર રસ આ ઔષધ પિત્તની માત્રા તરીકે પ્રસિદ્ધ છે.
૧. સૂતશેખર રસ : ગુણધર્મ અને સંભાવ્ય ઉપયોગ
આ ઔષધ પિત્તની માત્રા તરીકે પ્રસિદ્ધ છે. તેના વિકારમાંના સંભાવ્ય ઉપયોગ નીચે જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેથી વૈદ્યના માર્ગદર્શન હેઠળ જ ઔષધ લેવું.
- વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર
ઉપયોગ | ઔષધ લેવાની પદ્ધતિ | સમયગાળો |
---|---|---|
અ. આમ્લપિત્ત, ઊલટી, પેટનો દુઃખાવો, પચનશક્તિ ઓછી હોવી, ઝાડા, મોઢું આવવું, ચક્કર આવવા, માથાનો દુઃખાવો, હેડકી, દમ, તાવ, શરીર લેવાઈ જવું, શરીર પર પિત્તના ચાઠાં ઉઠવા, પિત્તને કારણે નિદ્રા ન આવવી, લોહીના ઉચ્ચ દબાણના વિકારોમાં, તેમજ મગજ અને હૃદય માટે હિતકારી | દિવસમાં ૨-૩ વાર ૧-૨ ગોળીઓ ૨ ઘૂંટડા પાણી સાથે/અડધી વાટકી દૂધ અને ૧ ચમચી ઘી સાથે/અડધી ચમચી મધ અને ૧ ચમચી ઘી સાથે લેવી. ગોળીઓ લેવા પહેલાં અને પછી ૧ કલાક કાંઈ ખાવું-પીવું નહીં. | તાત્કાલિક અથવા ૪૦ દિવસ |
આ. પેટનો અથવા માથાનો તીવ્ર દુઃખાવો | પ્રત્યેક અડધા કલાકે ૧ ગોળી પા ચમચી મધમાં ભેળવીને લેવી | વધારેમાં વધારે ૧૦ ગોળીઓ |
૨. સૂચના
અ. ગોળી ચાવીને અથવા ચૂર્ણ કરીને લેવાથી તેની પરિણામકારકતા વધે છે.
આ. વયજૂથ ૩ થી ૭ માટે પા અને ૮ થી ૧૪ માટે અડધા પ્રમાણમાં ગોળીઓનું ચૂર્ણ લેવું.
ઇ. હાથ-પગ અથવા શરીરની બળતરા થવી, શરીરમાંથી વરાળ બહાર પડતી હોય, તેમ લાગવું, આંખો ગરમ થવા જેવા ઉષ્ણતાના તીવ્ર લક્ષણો હોય તો આ ઔષધનો ઉપયોગ કરવો નહીં.
૩. ઔષધનું સુયોગ્ય પરિણામ થવા માટે આ ટાળવું !
મેંદો અને ચણાના લોટ (બેસન)ના પદાર્થો; ખાટા, ખારા, વધારે તળેલા અને તીખા પદાર્થો; આઈસ્ક્રીમ, કાકવી (ગોળ બનવા પહેલાંનું પ્રવાહી), દહીં, પનીર, ચીઝ; વાસી, કસમયે અને અતિપ્રમાણમાં ભોજન; તડકામાં ફરવું; તેમજ રાત્રે જાગરણ.
૪. ઔષધ લેતી સમયે ઉપાસ્ય દેવતાને પ્રાર્થના કરવી !
‘હે ભગવાન, આ ઔષધ હું આપના ચરણોમાં અર્પણ કરીને આપના ‘પ્રસાદ’ તરીકે ગ્રહણ કરું છું. આ ઔષધથી મારા વિકાર દૂર થવા દેશો.’
– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૬.૨૦૨૧)